Advertisement
Author: નોબત સમાચાર

માછીમારી પર હાલમાં પ્રતિબંધ હોવા છતાં દરિયામાંથી પરત ફરેલા બે સામે કાર્યવાહી

બેડીના જૂના બંદરની જેટી પર પોલીસ પેટ્રોલિંગઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગરના બેડી નજીકના જૂના બંદરની જેટી પર ગઈકાલે બે માછીમાર હાલમાં માછીમારી પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું અમલમાં હોવા છતાં માછીમારી કરીને પરત ફરતા બંને માછીમાર સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

જામનગર નજીકના બેડી પાસે આવેલા જૂના બંદર નજીક ગઈકાલે બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં જૂના બંદરની જેટી પર હનીફ ઈબ્રાહીમ સંઘાર નામનો માછીમાર પોતાની બોટ લઈને દરિયામાંથી આવ્યો હતો.

હાલમાં મોનસુન સિઝન હોવાથી માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં હનીફ સંઘાર દરિયામાં માછીમારી માટે ગયો હોવાની વિગત બહાર આવતા તેની સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

તે ઉપરાંત માધાપર ભુંગામાં વસવાટ કરતો ઉમર દીનમામદ રેલીયા નામનો માછીમાર પણ મોનસુન બ્રેકના કારણે પ્રતિબંધ હોવા છતાં માછીમારી કરીને આવ્યો હતો તેની સામે પણ જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh