Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના માછીમારોને મળશે મત્સ્યોદ્યોગ ખાતાની વિવિધ યોજનાનો લાભ

આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર અરજીની તાકીદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગર જિલ્લામાં મત્સ્યોદ્યોગના વિકાસ સંદર્ભે અમલી કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર પુરસ્કૃત સહાય યોજનાઓ અન્વયે આંતરદેશીય મત્સ્યોદ્યોગને લગતી વિવિધ યોજનાઓ જેવી કે મત્સ્યબીજ સંગ્રહ પર સહાય, બોટ-જાળની ખરીદી પર સહાય, પ્લાસ્ટિક ક્રેટની ખરીદી પર સહાય, અનુસુચિત જાતિના શિક્ષિત બેરોજગારોને તાલીમ વિગેરે જેવી યોજનાઓ અમલમાં છે.

દરિયાઈ મત્સ્યોદ્યોગને લગતી યોજનાઓ જેવી કે ગીલનેટ સહાય, જમ્બો પ્લાસ્ટીક ક્રેટ પર સહાય, ઈલેકટ્રીક સાધનો પર સહાય, લાઇફ સેવિંગ ઈક્વિપમેન્ટ સહાય, જીપીએસ તથા ૨/૪ સ્ટ્ટ્રોક ઓ.બી.એમ. એન્જીન ઉપર સહાય, તથા ડીપફ્રીઝર પર સહાય જેવી યોજનાઓ અમલમાં છે.

ઉપરાંત ચાલુ વર્ષે સરકાર દ્વારા તળાવો અને જળાશયોમાં માછીમારી માટે ઓ.બી.એમ. (આઉટબોર્ડ મોટર) એન્જિનવાળી ફાઈબર બોટ પર સહાય,  ટ્રોલર/ડોલનેટર/ગીલનેટર બોટોને માછીમારી જાળ તથા હુક  લાઇન ખરીદી ઉપર ૫૦% સહાય જેવી નવી બાબતની પણ જોગવાઈ કરવામાં આવી છે.

જે અન્વયે જામનગર જિલ્લાના તમામ જળાશય ઇજારાદાર, બોટમાલિકો, માછીમારો તથા મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલ હોય તેઓ આ તમામ યોજનાઓનો લાભ લઈ શકશે. મત્સ્યોદ્યોગ ખાતાની તમામ યોજનાઓની વિગતો ગુજરાત સરકારના આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ પરથી મેળવી શકાશે. યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર અરજી કરવાની રહેશે. તમામ અરજદાર (વ્યક્તિગત/મંડળી/મંડળ/ જૂથ) એ અરજી કરવા આઈ-ખેડુતં ૨.૦ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. ત્યારબાદ જ તા. ૩૧-૦૭-૨૦૨૬ સુધી તમામ યાજનામાં અરજી થઇ શકશે.

આ અંગે વધુ માહિતી માટે કામકાજના દિવસોમાં મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી, સુમેર ક્લબ રોડ, જામનગર ફોન નંબર ૦૨૮૮ ૨૫૬૪૯૦૪ નો સંપર્ક કરવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જામનગરની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh