Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત રાજ્ય "લાયન સ્ટેટ"ની સાથે હવે "ટાઈગર સ્ટેટ" પણ બન્યુ છે

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસઃ

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ર૯ (જીતેન્દ્ર ભટ્ટ દ્વારા) : ગુજરાત લાયન સ્ટેટની સાથે હવે 'ટાઈગર સ્ટેટ' પણ બન્યું છે. ગુજરાતની ઓળખ સિંહોના એકમાત્ર નિવાસ તરીકે હતી. પરંતુ દક્ષિણ ગુજરાતના જંગલોમાં વાઘોની ગર્જના સંભળાતી હતી.

ડાંગ જિલ્લાનું પૂર્ણા વન્યજીવન અભ્યારણ્ય રપ વર્ષ પહેલા વાઘનું રહેઠાણ હતું. ત્યારપછી વિવિધ કારણોસર અદૃશ્ય થઈ ગયા છે. પરંતુ ર૦રપ નું વર્ષ વન્ય જીવનના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયું. આ ઘટના સત્તાવાર રીતે ટાઈગર સ્ટેટ તરીકે માન્યતા પણ મળી.

વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ટાઈગરનો દરજ્જો માત્ર એક વાઘના પગલાથી મળ્યો નથી, વર્ષોનું વૈજ્ઞાનિક આયોજન અને વન વિભાગની સતત મહેનત રહેલી છે.

રતનમહાલ અભ્યારણ્યમાં વાઘને પૂરતો શિકાર મળે, ભાવતો ખોરાક છોડવામાં આવતો હોય છે.

કુદરતી જંગલોનું રક્ષણ અને વન્ય જીવોની વૈજ્ઞાનિક દેખરેખના અનેક પગલાને કારણે વાઘ માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થઈ છે. વાઘ બચશે તો જંગલ બચશે જેવી વાતથી વાઘ પર્યાવરણનો રક્ષક છે. વાઘ સુરક્ષિત હોય ત્યાં જંગલો રહે છે અને માનવ જીવન પણ સુરક્ષિત છે.

ગીરના સિંહોએ વિશ્વમાં ઓળખ અપાવી છે, તેમ રતનપાલ વાઘની વાપસી પણ ગૌરવ અપાવે છે.

વાઘની રોયલ બેંગાલ ટાઈગર પ્રજાતિ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. દેશમાં ૮૪ હજાર ચો.મી.માં ૫૮ જેટલા ટાઈગર રિઝર્વ નોંધાયેલા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh