Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેરીજનો અને ખેડૂતોની ચિંતામાં વધારોઃ
જામનગર તા. ૨૯: જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. એક સપ્તાહ અગાઉ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બે થી ત્રણ ઇંચ સુધીનો સારો વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોમાં આશા જાગી હતી. પરંતુ ત્યારબાદ વરસાદે અચાનક વિરામ લેતાં ખેતીના પાકો માટે ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે.
છેલ્લા ચાર દિવસથી શહેર અને જિલ્લાના કોઈપણ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. આજે સતત પાંચમા દિવસે પણ આકાશ ખુલ્લું રહૃાું હતું અને વરસાદી માહોલ જોવા મળ્યો ન હતો. વરસાદના લાંબા વિરામના કારણે વાવેતર કરેલા પાકને પૂરતા ભેજનો અભાવ અનુભવાઈ રહૃાો છે, જેના કારણે ખેડૂતોની ચિંતા દિવસેને દિવસે વધી રહી છે.
વરસાદના અભાવે જિલ્લાના મોટાભાગના નાના-મોટા જળાશયો અને ડેમોમાં હજુ સુધી નોંધપાત્ર પાણીની આવક થઈ નથી. ચાલુ ચોમાસાની સિઝનમાં માત્ર જામજોધપુર તાલુકાના બે ડેમોમાં જ નવા નીરની આવક નોંધાઈ છે, જ્યારે જિલ્લાના અન્ય ડેમો હજુ પણ લગભગ ખાલી જેવી સ્થિતિમાં છે. પરિણામે આવનારા સમયમાં પીવાના પાણીની સ્થિતિને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં શુક્રવારથી વરસાદના નવા રાઉન્ડની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહીના પગલે જામનગર શહેર અને જિલ્લાના ખેડૂતો તેમજ નાગરિકોમાં ફરી આશા જાગી છે કે આગામી દિવસોમાં મેઘરાજા ફરી મહેરબાન બનશે અને ખેતી તેમજ જળાશયો માટે રાહતરૂપ વરસાદ વરસશે.
હાલ સમગ્ર જિલ્લાની નજર આગામી વરસાદી રાઉન્ડ પર મંડાયેલી છે. ખેડૂતો પણ આકાશ તરફ મીટ માંડીને બેઠા છે અને સમયસર વરસાદ વરસે તેવી પ્રાર્થના કરી રહૃાા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial