Advertisement
Author: નોબત સમાચાર

જામકલ્યાણપુરના ખાખરડા ગામની વાડીમાં મગર ઘૂસી આવતા દોડધામ

વન વિભાગ-જીવદયા ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ કરાયું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૯: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકના ખાખરડા ગામમાં એક આસામીની વાડીમાં અચાનક વિશાળ મગર દેખાતા ભયનો માહોલ સર્જાયોહતો. વાડી વિસ્તારમાં મગર દેખાવાની વાત પ્રસરતા આજુબાજુના વિસ્તારમાંથી લોકો એકત્ર થયા હતાં. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સ્થાનિકો દ્વારા તાત્કાલિક વાઈલ્ડ લાઈફ વોર્ડન તેમજ ભાટિયા કેન્દ્ર ફોરેસ્ટ ઓફિસરને જાણ કરવામાં આવી હતી. ત્યારપછી વન વિભાગની ટીમ અને ગણેશગઢ જીવદયા ટ્રસ્ટના કાર્યકરો સહિત રેસ્ક્યું ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ટીમે જરૂરી સાવચેતી સાથે કામગીરી આરંભી થોડી જહેમત પછી મહાકાય મગરને કોઈપણ ઈજા વગર સલામત રીતે પકડી પાડ્યો હતો અને તેને અનુકૂળ સ્થળે મુક્ત કરવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh