Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડ, લાલપુરમાં પવનચક્કીના લોકેશન પરથી ચોરાયેલા અર્થિંગ વાયર સાથે ચાર ઝબ્બે

એલસીબીએ અન્ય એક શખ્સની પણ શોધખોળ હાથ ધરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: કાલાવડ તથા લાલપુરના ગ્રામ્ય પંથકમાંથી પવનચક્કીની કંપનીઓના લોકેશન પરથી અર્થિંગ કોપર કેબલ ચોરાયાની ફરિયાદમાં તપાસમાં રહેલી એલસીબીએ ત્રણ શખ્સ તથા મુદ્દામાલ લેનાર ચોથા શખ્સની અટકાયત કરી છે અને ચોરાઉ ૧૨૦ મીટર વાયર કબજે કર્યાે છે. અન્ય એકનું નામ ખૂલ્યું છે.

લાલપુર તાલુકામાં આવેલી એક પવનચક્કીની સાઈટ પરથી તેમજ કાલાવડ ગ્રામ્યમાં આવેલા પવનચક્કીના બે લોકેશન પર અર્થિંગ કોપર કેબલની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. તેની તપાસમાં એલસીબીએ પણ ઝૂકાવ્યું હતું.

તે દરમિયાન સ્ટાફના ઋષિરાજસિંહ, હિતેન્દ્રસિંહ, યુવરાજસિંહને બાતમી મળી હતી કે, દરેડ જીઆઈડીસીમાં અર્જુન મેટલ નામના કારખાનામાં ત્રણ શખ્સ પાસે ઉપરોક્ત ચોરાઉ કેબલનો જથ્થો પડ્યો છે તે બાતમીથી પીઆઈ વી.બી. ચૌધરીને વાકેફ કરાયા પછી એલસીબી ટીમે ત્યાં ધસી જઈ ખંભાળિયાના પીરલાખાસર ગામના વતની અને હાલમાં મસીતીયામાં રહેતા હાજી આદમ ખફી, અસગર યુસુબ ખફી, ગુલામહુસેન ગફાર ખફી ઉર્ફે ભંભા નામના ત્રણ શખ્સને દબોચી લીધા હતા.

ઉપરોક્ત ત્રણેય શખ્સ ચોરીનો મુદ્દામાલ લેનાર મોરકંડાના બળવંત દિલીપભાઈ ગોહિલનું નામ આપ્યું હતું. ચારેય શખ્સને અટકાયતમાં લઈ એલસીબીએ પૂછપરછ કરતા આ શખ્સો પાસેથી ૧૨૦ મીટર વાયરના ટૂકડા, તણી, કટર મશીન, બાઈક, બે મોબાઈલ મળી કુલ રૂ।.૧ લાખ ૬૫૧૦નો મુદ્દામાલ મળી આવ્યો છે.

ચારેય આરોપીની પૂછપરછમાં એકાદ મહિના પહેલાં રાજકોટના ઉપલેટા તાલુકાના વડાળી ગામની સીમમાં ચાર પવનચક્કીના થાંભલામાંથી કોપર વાયરની ચોરી પણ કબૂલવામાં આવી છે. આ શખ્સોએ પોતાના પાંચમા સાગરીત ખીમલીયા ગામના કાનાભાઈનું નામ આપ્યું છે. આરોપી હાજી ખફી સામે કાલાવડ, લાલપુર તથા ભાયાવદર પોલીસ મથકમાં ત્રણ ગુન્હા નોંધાયેલા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh