Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની એક પેઢીના પૂર્વ કર્મચારીને ચેક પરતના કેસમાં એક વર્ષની કેદ-દંડ

લોન પરત માટે આપ્યો હતો રૂ।.૮૮,૧૬૮નો ચેકઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગરની એક પેઢીના પૂર્વ કર્મચારીએ લીધેલી લોન પરત ચૂકવવા આપેલો રૂ।.૮૮૧૬૮નો ચેક પરત ફરતા અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતા આરોપીને એક વર્ષની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ ફટકારાયો છે.

જામનગરની બાલાર્ક મેટલ્સ પ્રા.લિ. નામની પેઢીમાં આસીસ્ટન્ટ શોપ ફલોર ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા જયેન્દ્રસિંહ મનુભા જાડેજાને જરૂરિયાત ઉભી થતા તેઓએ પેઢી પાસેથી રૂ।.દોઢ લાખની લોન લઈ દર મહિને રૂ।.૫ હજાર હપ્તો ભરવાનું શરૂ કર્યું હતું. તે દરમિયાન રૂ।.૬૧,૮૩૨ ચૂકવ્યા પછી બાકીના રૂ।.૮૮,૧૬૮ ભરપાઈ કર્યા ન હતા.

તે રકમનો જયેન્દ્રસિંહે પેઢીને ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાં રજૂ થતાં અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા નોટીસ પાઠવ્યા પછી બાલાર્ક મેટલ્સ દ્વારા અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી જયેન્દ્રસિંહ મનુભા જાડેજાને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદ અને રૂ।.૮૮,૧૬૮નો દંડ ફટકાર્યાે છે. તે રકમ વળતર પેટે ચૂકવવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની સજાનો હુકમ કરાયો છે. ફરિયાદી પેઢી તરફથી વકીલ નિતલ ધ્રુવ, ડેનિશા ધ્રુવ, પૂજા ધ્રુવ, આશિષ ફટાણીયા, ડી.એમ. જોષી, અલ્ફાઝ મુદ્રા, અશ્વિન સોનગરા તથા પ્રિતેશ ભટ્ટ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh