Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સણોસરામાં ત્રીજા મિત્રના ખબરઅંતર પૂછવા જતી વખતે ગમખ્વાર અકસ્માતઃ
ધ્રોલ તા. ૨૯: ધ્રોલના લૈયારા ગામના બે વયોવૃદ્ધ ગઈકાલે ધ્રોલના સણોસરા ગામમાં રહેતા પોતાના ત્રીજા મિત્રના ખબરઅંતર પૂછવા માટે મોટરસાયકલ પર સણોસરા ગામ તરફ જવા નીકળ્યા ત્યારે સણોસરા પાટીયા પાસે એક મોટરે તેઓને હડફેટે લીધા હતા. બંને ઈજાગ્રસ્તને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી બંનેએ દમ તોડી દેતા લૈયારામાં શોક પ્રસરી ગયો છે. પોલીસે મોટરના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
ધ્રોલ તાલુકાના લૈયારા ગામના નટુભા સીદુભા જાડેજા (ઉ.વ.૬૪) નામના વૃદ્ધ અને તેમના મિત્ર તરસીભાઈ કુરજીભાઈ શિંગાળા (ઉ.વ.૬૭) ગઈકાલે સવારે ધ્રોલ તાલુકાના સણોસરા ગામમાં રહેતા પોતાના ત્રીજા મિત્ર બાબુભા જાડેજાની તબીયત જોવા માટે નીકળ્યા હતા. તે માટે નટુભાએ પોતાનું જીજે-૧૦-ડીજી ૯૭૯૦ નંબરનું બાઈક લીધુ હતું. જેમાં તરસી ભાઈ પાછળ બેસી ગયા હતા.
આ બંને મિત્રોનું બાઈક જ્યારે સાડા દસેક વાગ્યે સણોસરા ગામના પાટીયા પાસે પહોંચ્યું ત્યારે બાઈકને રોડ ક્રોસ કરાવવામાં આવતો હતો ત્યારે જ જીજે-૩-એમએચ ૨૦૫૦ નંબરની અર્ટીગા મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી. તેના ચાલકે બાઈકને ઠોકર મારતા નટુભા તથા તરસીભાઈ રોડ પર ફેંકાઈ ગયા હતા.
આ અકસ્માતમાં નટુભાને માથા તથા પગમાં ગંભીર ઈજા થઈ હતી. જ્યારે તરસીભાઈને પણ માથા તથા પગમાં ગંભીર ઈજા થઈ હતી. બંને ઈજાગ્રસ્તને રાજકોટ સ્થિત ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સ્થળ પર અન્ય વાહનો એકત્ર થયા હતા. બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
ત્યારપછી સારવારમાં બપોરે તરસીભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. ગંભીર સ્થિતિમાં રહેલા નટુભાનું પણ મૃત્યુ થયું હતું.
ઉપરોક્ત અકસ્માત અંગે નટુભાના પુત્ર દેવેન્દ્રસિંહ જાડેજાએ ધ્રોલ પોલીસ મથકમાં મોટરના ચાલક સામે ફરિયાદ નોંેંધાવી છે. ધ્રોલ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial