Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નેશનલ હાઈ-વે ઓથોરીટી તથા રેવન્યુ પોલીસની બે દિવસની કામગીરી
ખંભાળિયા તા. ર૯: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ હાઈ-વે પર દબાણો થયા હોય, આ મુદ્દો ધ્યાનમાં આવતા માર્ગ સલામતીની બેઠકમાં ચર્ચા થતા જિલ્લા કલેક્ટર રાજેશ કુમાર તન્ના તથા નેશનલ હાઈ-વેના ડાયરેક્ટર અબ્દુલ્લા ખાન દ્વારા તાકીદે સામૂહિક રીતે ડિમોલીશન હાઈ-વે પર કરવા નક્કી કરીને બે દિવસમાં ૬૦ દબાણો તથા ૪ર હાઈ-વે પરના ગેપ દૂર કરવાના મહત્ત્વના કાર્યો કર્યા છે.
દ્વારકાની કુરંગા તથા કુરંગાથી ખંભાળિયા તથા ખંભાળિયાથી ઝાંખર પાટિયા સુધીના નેશનલ હાઈ-વે નંબર પ૧ પર કુલ ૬૦ દબાણો હટાવાયા હતાં, જેમાં હાઈ-વેને જોડતો બનાવેલો અનધિકૃત રોડ, હાઈ-વે જમીન તથા નિયંત્રણ રેખાની અંદરમાં આવેલા દબાણો હોર્ડીંગ્સ તથા અન્ય દબાણો, હોટલો, રેસ્ટોરન્ટો અને કેબિનોને હટાવાયા હતાં.
કુરંગાથી ખંભાળિયાર ર૭ ગેપ ગેરકાયદે હતાં તથા દ્વારકા-હર્ષદ વચ્ચે ૧પ ગેપ હતાં તે તમામ ૪ર ગેપને બંધ કરવામાં આવ્યા છે તથા ચેતવણી આપીને નવા ગેપ કરનારા સામે કાયદેસરની કાર્યવાહીની ચેતવણી પણ અપાઈ છે તથા પેટ્રોલપંપો તથા હોટલોના સંચાલકોને આકરા પગલાં લેવાના શરૂ થતા મંજુરી લેવા પડાપડી સાથે ઢગલાબંધ અરજીઓ આવી ગઈ હતી.
હાઈ-વેને રસ્તાનું જોડાણ કરવા નિયમ મુજબ અરજી કરીને મંજુરી મેળવવાની ખબર ના હોવાથી ઘણાંએ મંજુરી ના લીધી હોય તેમને માર્ગદર્શન પણ નેશનલ હાઈ-વે ઓથોરીટી ઈજનેર વત્સલ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું.
ગઈકાલે કુરંગાથી ખંભાળિયા તથા ખંભાળિયાથી ઝાખરના પાટિયા સુધીમાં નાના-મોટા દબાણો હાઈ-વેને જોડતા રસ્તાઓ વિગેરે કુલ ૪૦ દબાણો દૂર કરવા કાર્યવાહી થઈ હતી.
નેશનલ હાઈ-વે ઓથોરીટીની આ કામગીરીમાં ઈજનેર વત્સવ પટેલની સાથે દ્વારકા પ્રાંત અધિકારી ખંભાળિયા રેવન્યુ અધિકારીઓ તથા પોલીસ ઈન્સ્પેક્ટરો એમ.જી. જાડેજા, સી.આર. રાણા, ટી.સી. પટેલ વિગેરે પણ જોડાયા હતાં તથા ડી.વાય.એસ.પી. મીત રૂદલાલ દ્વારા પણ કાર્યવાહીની મુલાકાત લેવામાં આવી હતી.
નેશનલ હાઈ-વે ઓથોરીટી દ્વારા કુરંગાથી દ્વારકા તથા દ્વારકાથી હર્ષદ અને કુરંગાથી ખંભાળિયાના આ વિસ્તારોમાં બસોથી વધુ આસામીઓનેે નોટીસો આપવામાં આવી હતી જેમની સામે રેવન્યુ તથા પોલીસ તંત્રને સાથે રાખીને મોટા દબાણકારો તથા ગેપ દૂર કરવામાં આવ્યા છે. હવે બાકી રહેલા નાના દબાણકારો હોર્ડીગવાળા, કેબિનોવાળા સામે નેશનલ હાઈ-વે ઓથોરીટી પોતે કામગીરી ચાલુ રાખશે જે એકાદ સપ્તાહ ચાલશે, જેમાં દબાણો દૂર કરવા કાર્યવાહી થશે તથા નોટીસો અપાયેલ છે. તેમની સામે કાર્યવાહી થશે તથા મંજુરી માંગનારને મંજુરી પણ અપાશે. દ્વારકા જિલ્લામાં હાઈ-વે પર ૪ર ગેપ હોય, આ ગેપમાંથી ટુવ્હીલર તથા અન્ય વાહનો નીકળતા અકસ્માતો થવાનો ભય રહેતો હોય, ગેપ દૂર થતા આ પ્રશ્ન હલ થઈ ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial