Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા રોજગાર કચેરીમાં આપવાની રહેશે સહમતીઃ
જામનગર તા. ૨૯: ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬ દરમ્યાન આર્મી/ એરફોર્સ/નેવી/અર્ધલશ્કરી દળો તથા પેરા મિલીટ્રી ફોર્સિસની ભરતી પૂર્વે શારીરિક/માનસિક ક્ષમતા માટેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં મુકવામાં આવેલ છે, જે અંતગર્ત આર્મી ભરતી બોર્ડ જામનગર દ્વારા થનાર આર્મી ભરતી માટે જામનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા યુવાનો આર્મી ભરતીમાં પાસ થઈ તેમના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રના નિર્માણના કામમાં થાય તે માટે ૩૦ દિવસની એક નિવાસી તાલીમ વર્ગનું આયોજન ટૂંક સમયમાં કરવામાં આવશે.
આ તાલીમમાં જોડાવવાં ઈચ્છુક જામનગર જિલ્લાના ફક્ત પુરૂષ ઉમેદવારો પાસેથી જિલ્લા રોજગાર કચેરી-જામનગરને પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, બેંક પાસબુક, અધારકાર્ડ, ૦૨ પાસપોર્ટ સાઈઝના ફોટો સાથે તા. ૧૭/૦૮/૨૦૨૬ સુધિમાં સ્વખર્ચે પોતાની સંમતિ આપી જવા જણાવવામાં આવ્યું છે. આ તાલીમવર્ગ જામનગરમાં નિઃશુલ્ક (રહેવા-જમવાનો ખર્ચ સરકારશ્રી દ્વારા ભોગવવામાં આવશે અને ૧૦૦ રૂપિયા સ્ટાઈપેંડ પ્રતિ દિન આપવામાં આવશે.) યોજવામાં આવશે આથી ૩૦ દિવસ રહેવાની તૈયારી સાથે આવવાનું રહેશે.
તાલીમમાં જોડાવવા માટેની શૈક્ષણિક લાયકાત, ઉમર, શારીરિક યોગ્યતામાં શૈક્ષણિક લાયકાતઃ- ઘો-૧૦ અથવા ધો. ૧૨ સાથે કોઈપણ પ્રવાહમાં પાસ કરેલ હોવા જોઈએ. ઉંમર ૧૭.૫૦ થી ૨૩ વર્ષ, તાલીમ વર્ગનો સમયગાળો ૩૦ દિવસ, શારીરિક યોગ્યતા ઉંચાઈ- ૧૬૮ સે.મી., વજન-૫૦ કિલોગ્રામ, છાતી ફુલાવ્યા વગર ૭૭ સે.મી. અને ફુલાવેલ ૮૨ સે.મી. આવશે. તાલીમનો અભ્યાસક્રમ શારીરિક યોગ્યતા માટે ઉંચાઈ, વજન, છાતી તથા શારીરિક કસોટીઓ જેવી કે દોડ, લાંબો કુદકો, પુલ અપ્સ અને લેખિત તાલીમ આપવામાં આવશે. અગાઉ નિવાસી તાલીમમાં જોડાયેલ ઉમેદવારો આ નિવાસી તાલીમમાં જોડાઈ શકશે નહિ.
ઉમેદવારનું તાલીમ માટેનું ફાઈનલ સીલેક્શન સંરક્ષણક્ષેત્રના નક્કી કરેલા શારીરિક માપદંડ મુજબ કરવામાં આવશે, આર્મી લેખિત પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. તેમ જિલ્લા રોજગાર અધિકારી એસ.બી. સાંડપાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial