Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રમુખ તરીકે વૈશાલીબેન ઉદાણીએ શપથ લીધાઃ
જામનગર તા. ૨૧: લાયન્સ કલબ ઈન્ટરનેશનલના ડિસ્ટ્રિકટ ૩૨૩૨-જે ની લાયન્સ કલબ ઓફ જામનગર (વેસ્ટ)ના નવા હોદેદારોનો શપથગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો.
પ્રમુખપદે વૈશાલીબેન ઉદાણી, મંત્રી પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, ખજાનચી શામળાશાભાઈ ઉદાણી, સહમંત્રી મીનાબેન ખંડેલવાલ, સહખજાનચી સોનમબેન શર્મા તથા કલબની અન્ય પોસ્ટ કુલ ૨૦ મેમ્બર્સે શપથ લીધા હતા.
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨-જેના બીજા વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર એમજેએફ જયકિશનભાઈ દેવાનીએ ઈન્સ્ટોલેશન કરાવ્યું છે. પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ધીરજલાલ રાણપરીયાએ નવા મેમ્બર્સનું ઈન્ટ્રોડકશન કરાવ્યું હતું.
આ પ્રસંગે પ્રથમ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર નીરવભાઈ વડોદરિયા, રીજીયન ચેરમેન ધીરજભાઈ ગોંડલીયા, પાસ્ટ ડિસ્ટ. ગવર્નર રમેશભાઈ કોટેચા, ગીતાબેન સાવલા, મીનાબેન કોટેચા, બિપીનભાઈ શેઠ, ડિસ્ટ. કેબિનેટ સેક્રેટરી ગોવિંદભાઇ ભાટુ, જામનગરની અન્ય ક્લબના પ્રમુખ, મંત્રી, ખજાનચી, ડિસ્ટ. કોર એન્ડ માઇક્રો મેમ્બર્સ હાજર રહ્યા હતા.
લાયન્સ ક્લબ જામનગર (વેસ્ટ)ના પૂર્વ પ્રમુખ બિમલભાઈ જાટકીયા, કિરીટભાઈ મહેતા, જગતભાઈ રાવલ, શૈલેષભાઈ ગઢવી, અશ્વિનભાઈ કોટેચા તથા કારોબારી મેમ્બર્સ અને લાયન લેડીઝ હાજર રહૃાા હતા, આ કાર્યક્રમનું સંચાલન ઋષિતાબેન સોનીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial