Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરના આસામી સામે પોરબંદરના વ્યક્તિએ કરી ફરિયાદઃ
જામનગર તા.૨૯: જામનગરના એક આસામીએ ૩ વર્ષ પહેલાં નવરાત્રિના આયોજન માટે પોરબંદરના મંડપ સર્વિસવાળા આસામી સાથે રૂ।.૬ લાખ ભાડા પેટે આપવાનું નક્કી કર્યા પછી ભાડાની રકમ ન આપી વિશ્વાસઘાત કરવા ઉપરાંત ચેનલમાં બદનામ કરવાની દાટી મારી રૂ।.રપ હજાર પડાવી લેવા ઉપરાંત પતાવી દેવાની ધમકી પણ આપ્યાની ફરિયાદ કરવામાં આવી છે.
પોરબંદર શહેરમાં નવી ખડપીઠ પાછળ વસવાટ કરતા અને બાલવી મંડપ સર્વિસ નામની પેઢી ચલાવતા ડાયાભાઈ સાજણભાઈ મારૂ નામના આસામીએ જામનગરના સંજય ચેતરીયા નામના આસામી સામે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ વિશ્વાસઘાત કરવા ઉપરાંત ધમકી આપી ગાળો ભાંડવા તથા મૃત્યુનો ભય અને બદનામ કરવાની ધમકી આપી રૂ।.૨૫ હજાર પડાવી લીધાનું જણાવ્યું છે.
ફરિયાદીએ વર્ષ ૨૦૨૩માં સંજય ચેતરીયાના કહેવા મુજબ જામનગર-ખંભાળિયા રોડ પર એરપોર્ટ સામે આવેલી આશીર્વાદ કલબમાં નવરાત્રિના આયોજન માટે મંડપ સર્વિસનો માલસામાન ભાડે આપ્યો હતો. તે ભાડા પેટે સંજય ચેતરીયાએ રૂ।.૬ લાખ આપવાના થતા હતા.
તે રકમ ત્રણ વર્ષ સુધી ન આપી ડાયાભાઈ સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. તે પછી ચેનલમાં બદનામ કરવાની ધમકી ઉપરાંત મારી નાખવાની ધમકી આપી ગાળો ભાંડી સંજય ચેતરીયાએ રૂ।.રપ હજાર પડાવી લીધા હતા. ફરિયાદ પરથી પીએસઆઈ એલ.બી. જાડેજાએ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, સંજય ચેતરીયા સામે વર્ષ ૨૦૨૩માં નવરાત્રિના આયોજન અંગે અગાઉ બે ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ ચૂકી છે. તે પછી વધુ એક ફરિયાદનો તેમાં ઉમેરો થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial