Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે કેટલાક સીસીટીવી ફૂટેજ ચકાસી તપાસ આદરીઃ
જામનગર તા. ૨૯: કાલાવડના સીનેમા રોડ પર ગઈકાલે બપોરે એક આસામીના મોટરસાયકલની ડેકી બે શખ્સે કોઈ સાધન વડે ખોલી નાખી તેમાંથી રૂ।. ૧ લાખ ૨૨ હજારની રોકડાની ઉઠાંતરી કરી લીધી છે.
કાલાવડના રણુજા રોડ પર બોમ્બે માર્કીટ પાછળ વસવાટ કરતા ગોરધનભાઈ જેઠાભાઈ ચીકાણી (ઉ.વ.૭૩) નામના વૃદ્ધ ગઈકાલે બપોરે ૧૧:૩૦ વાગ્યે કાલાવડમાં સીનેમા રોડ પર જીજેે ૩૬ ઈ ૨૨૭૦ નંબરના મોટરસાયકલ પર આવ્યા હતા.
ત્યાં ગુજરાત ગ્રામીણ બેંકની સામે રોડ પર તેઓએ પોતાનું મોટરસાયકલ પાર્ક કર્યું હતું, તે દરમ્યાન મોટર સાયકલની ડેકી કોઈ સાધન વડે ખોલી નાખી હતી અને તેમાંથી રૂ।. ૧,૨૨,૦૦૦ ની રોકડ રકમ કાઢી લીધી હતી.
થોડીવાર પછી ત્યાં આવેલા ગોરધનભાઈએ ડેકી જોતા તેમાંથી રૂ।. ૧,૨૨,૦૦૦ ગુમ થયેલા જણાઈ આવતા તેઓએ હાંફળા ફાંફળા બની તપાસ શરૂ કરી હતી જેમાં બે શખ્સે ડેકીમાંથી રોકડ કાઢી લીધાનું જણાઈ આવ્યું હતું. આ બાબતની ગઈકાલે સાંજે કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં ગોરધનભાઈએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવા ઉપરાંત ગુન્હો નોંધી આરોપીઓના સગળ દબાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial