Advertisement
Author: નોબત સમાચાર

ફાટકમેનને માર મારી ધમકી આપવા અંગેના કેસમાં આરોપીનો છૂટકારો

રેલવે કર્મચારીએ કરી હતી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: દ્વારકાના આરંભડા ગામના શખ્સ સામે રેલવેના ફાટકમેનને માર મારવા તથા ફરજમાં રૂકાવટ અંગે ગુન્હો નોંધાયો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો કર્યાે છે.

દ્વારકા નજીકના આરંભડામાં રહેતા અને ફાટક પર ફરજ બજાવતા રેલવેના કર્મચારીને થોડા સમય પહેલાં આરંભડાના રમઝાન દાઉદભાઈ નામના શખ્સે માર મારી ધમકી આપવા ઉપરાંત ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી.

ઉપરોક્ત કેસ ચાલી જતાં ઓખાની અદાલતે આરોપી રમઝાન દાઉદભાઈનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ એમ.બી. ધાવરીયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh