Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડમાંથી ગુમ થઈ ગયેલા બે બાળક સુરેન્દ્રનગરમાંથી મળ્યા

બંને પરિવારને જાણ કરાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: કાલાવડના બે સગીર મિત્રો પોતાના ઘરેથી મંગળવારની સાંજે રહસ્યમય રીતે ગુમ થયા પછી પોલીસને જાણ કરાઈ હતી. તે દરમિયાન આ બંને બાળકો સુરેન્દ્રનગર જિલ્લામાંથી મળી આવ્યા છે.

કાલાવડ શહેરના જીવાપર રોડ પર કૈલાસનગરમાં રહેતા એક પરિવારનો આઠેક વર્ષનો બાળક મંગળવારે સાંજે પોતાના મિત્ર સાથે રમવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા પછી અગિયાર વર્ષનો તેનો બીજો મિત્ર પણ ગુમ થઈ ગયો હતો. બંને બાળકો રાત્રિ સુધી પરત ન ફરતા એકબીજાના ઘરે તપાસ કરાતા બંને બાળક ગુમ હોવાનું જણાઈ આવ્યું હતું.

આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે હતો. પીઆઈ પી.ટી. જયસ્વાલે અન્ય જિલ્લાઓની પોલીસને પણ તેની જાણ કરી હતી. તે દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને બે બાળકો સાંપડ્યા હતા.

આ બાળકો અંગે તપાસ કરાતા બંને કાલાવડથી નીકળ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. જુદા જુદા સ્થળેથી મળી આવેલા આ બાળકો અંગે કાલાવડ પોલીસને જાણ કરાતા કાલાવડ પોલીસે બંનેનો કબજો સંભાળી બંને પરિવારને જાણ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh