Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક જ દિવસમાં બે ડીગ્રીના વધારા સાથે
જામનગર તા. ર૯: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બે ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ચાર ટકા વધીને ૮૯ ટકા રહ્યું હતું. તાપમાન અને ભેજનું પ્રમાણ વધુ રહેતા ખાસ કરીને બપોરે ગરમી અને બફારો અનુભવાયો હતો.
જામનગરમાં વરસાદી વાદળોના આવન-જાવનમાં થયેલા ઘટાડા પછી તાપમાનમાં વધારાનો દોર શરૂ થયો છે. ગત્ ચાર દિવસમાં તાપમાનમાં ૬ ડીગ્રીનો વધારો થયો છે. છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો મહત્તમ તાપમાનનો પારો વધુ બે ડીગ્રી ઊંચકાયને ૩પ ડીગ્રીએ પહોંચી ગયો હતો અને લઘુતમ તાપમાન ૧.૩ ડીગ્રીના વધારા સાથે ર૭.૮ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ચાર ટકા વધીને ૮૯ ટકા રહ્યું હતું. તાપમાન અને ભેજના પ્રમાણમાં થયેલા વધારાના પગલે ખાસ કરીને બપોરે ગરમી અને બફારો અનુભવાયો હતો.
પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે સાંજે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial