Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસદના બન્ને ગૃહોમાં 'પેપર લીક' મુદ્ે ગરમાગરમ ચર્ચાઃ
નવી દિલ્હી તા. ૨૯: સંસદના ચોમાસુ સત્રનો આજે મહત્વનો દિવસ છે. લોકસભામાં મંગળવારે 'એન્ટી પેપર લીક બિલ' પર ચર્ચા શરૂ થઈ હતી, જે આજે પણ ચાલુ રહેશે. બીજી તરફ રાજ્યસભામાં દિલ્હી સ્થિત સીપીએમ કાર્યાલય પર પોલીસ દરોડાનો મુદ્દો ગાજ્યો છે. વિપક્ષના ભારે હંગામાને કારણે બંને ગૃહની કાર્યવાહી ખોરવાઈ હતી.
લોકસભામાં બોલતા રાહુલ ગાંધીએ કહૃાું કે, દેશના યુવાનો અને ભવિષ્યએ મને એવો વિશ્વાસ અપાવ્યો છે કે, તેઓ પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સક્ષમ છે. ભાજપમાં રહેલા મારા મિત્રો સહિત તમામ રાજકીય પક્ષોએ આ વાતનો સ્વીકાર કરવો જોઈએ. ભાજપના નેતાઓએ પોતાના ઘરે જઈને બાળકોને પૂછવું જોઈએ કે જંતર-મંતર પર વિદ્યાર્થીઓ જે કરી રહૃાા હતા તેમાં શું ખોટું હતું? યુવાનો દ્વારા જે પણ કરવામાં આવ્યું તે બિલકુલ ખોટું નહોતું અને દરેક ભારતીયને તેમના પર ગર્વ હોવો જોઈએ.
લોકસભામાં બોલતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'મને વિદ્યાર્થીઓ, તેમની શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષાઓ વિશે વાત કરવાની તક આપવા બદલ આભાર. યુવાનોનો આ વિરોધ કોઈ ગુસ્સો, હિંસા કે નફરત નહોતી, પરંતુ તેમની અભિવ્યક્તિ હતી. તમામ રાજકીય પક્ષોએ આ અભિવ્યક્તિનું સન્માન કરવું જોઈએ. પેપર લીક સામે વિદ્યાર્થીઓનો આક્રોશ સંપૂર્ણપણે વ્યાજબી હતો. દરેક ભારતીય નાગરિકને ગર્વ હોવો જોઈએ.' તેમણે તાજેતરમાં કેટલાક બાળકો સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતા કહૃાું, 'મેં એક બાળકીને પૂછ્યું કે વિદ્યાર્થી હોવાનો અર્થ શું છે? તો તેણે ખૂબ સુંદર જવાબ આપ્યો કે, વિદ્યાર્થી એ છે જેનું મન ખુલ્લું હોય છે અને જે એ વાતનો સ્વીકાર કરે છે કે તે બધું જ નથી જાણતો. વિદ્યાર્થી જાણે છે કે દુનિયા સતત બદલાઈ રહી છે.'
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એન્ટિ પેપર લીક બિલ પર બોલતા સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહૃાું કે, દેશનું ભવિષ્ય આજે રસ્તા પર ઉતરી આવ્યું છે. ભાજપના નેતાઓએ પણ પોતાના બાળકોને પૂછવું જોઈએ કે દેશમાં શું ખોટું થઈ રહૃાું છે. આ વિરોધ પ્રદર્શનમાં યુવાનોનો આક્રોશ હતો, કોઈ નફરત નહોતી.
કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલે કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશી પર પ્રિયંકા ગાંધીના નિવેદનનો બચાવ કર્યો. તેમણે કહૃાું કે આ કોઈના પર વ્યક્તિગત હુમલો નહોતો. કોંગ્રેસ ફક્ત વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના હિતનો મુદ્દો ઉઠાવી રહી છે.
વેણુગોપાલે કહૃાું- અમે વિદ્યાર્થીઓના મુદ્દાને સૌથી મોટી પ્રાથમિકતા સાથે ઉઠાવી રહૃાા છીએ. સરકાર પાસે અમારા પ્રશ્નોનો કોઈ જવાબ નહોતો, તેથી તે જવાબ આપવાને બદલે પલટવાર કરી રહી છે. તેમને જે કરવું હોય તે કરે, પરંતુ અમે વિદ્યાર્થીઓનો મુદ્દો ઉઠાવતા રહીશું.
યુપીના બુલંદશહરથી ભાજપના સાંસદ ડો.ભોલા સિંહે કહૃાું કે સરકારના ૧૨ વર્ષના કાર્યકાળમાં શિક્ષણ ક્ષેત્રે પણ નવી શરૂઆત છે. આ બિલ મોડી રાત સુધી અભ્યાસ કરતા તે વિદ્યાર્થીના વિશ્વાસનું, આગળના અભ્યાસ માટે બાળકને બહાર મોકલવા માટે બચત કરતા પિતાના ભરોસાનું બિલ છે. પેપર લીક નથી થતું, આખી પેઢીનો ભરોસો લીક થાય છે.
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહૃાું, 'મેં ફક્ત સાચું કહૃાું છે. મેં એવું શું કહૃાું જે અસંસદીય હતું. જો તેઓ મને સાચું બોલવા બદલ સજા કરવા માંગતા હોય, તો તેમને પૂરી આઝાદી છે. હું સાચું બોલવાનું ચાલુ રાખીશ. અમે મેંગલુરુના એક પબમાં છોકરીઓ સાથે મારપીટની ઘટના પણ જોઈ છે. આ મામલામાં સામેલ વ્યક્તિને શિક્ષણ મંત્રી પ્રહ્લાદ જોશીએ ભાજપમાં સામેલ કરાવ્યો હતો.
જોકે, થોડા કલાકો પછી તેને પાર્ટીમાંથી હટાવી દેવામાં આવ્યો, પરંતુ તેના ભાજપમાં સામેલ થવાના ફોટા રહેલા છે. તેથી આ ફક્ત એક ઘટનાનો મામલો નથી, પરંતુ આ મહિલાઓ પ્રત્યે તેમની વિચારસરણી અને વલણને દર્શાવે છે.'
રાજ્યસભામાં કોંગ્રેસ અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા વચ્ચે ઉગ્ર દલીલ થઈ. ખડગેએ જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો.
તેમણે કહૃાું- પ્રદર્શન સ્થળે જે લોકો ત્યાં મંજુરી વગર પહોંચ્યા, તેમને સજા મળવી જોઈએ. તેઓ ત્યાં શા માટે ગયા? તેમને કોણે મોકલ્યા? કોના આદેશથી ગયા? સરકારે તેનો જવાબ આપવો જોઈએ. તેમના નિવેદન દરમિયાન વિપક્ષી સાંસદો સૂત્રોચ્ચાર કરતા રહૃાા અને ગૃહમાં હોબાળો વધી ગયો.
આના પર નડ્ડાએ કહૃાું કે જો કોઈ કાયદો પોતાના હાથમાં લે છે તો પોલીસે કાર્યવાહી કરવી જ પડે છે. નડ્ડાએ કહૃાું- હું પોતે વિદ્યાર્થી નેતા રહૃાો છું. કોંગ્રેસ સરકારના સમયમાં ઈમરજન્સી દરમિયાન ઘણી વખત ક્લાસમાંથી મારી ધરપકડ કરવામાં આવી હતી. વિદ્યાર્થી આંદોલન કરનારાઓએ આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. પોલીસે તે જ કર્યું જે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે જરૂરી હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial