Advertisement
Author: નોબત સમાચાર

'નીટ' પેપર લીક સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં પેલેટ ગન ચલાવવાની મંજૂરી હતી

સીઆર૫ીએફના રિપોર્ટમાં મોટો ખુલાસોઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૯: નીટ પેપર લીક વિરોધ પ્રદર્શનમાં ૨૦ જુલાઈએ થયેલી પોલીસ કાર્યવાહી અંગે સીઆરપીએફના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. દિલ્હીમાં થયેલી હિંસક અથડામણમાં ૪૭ જવાનો અને ૩ થી ૫ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા. રિપોર્ટ મુજબ, એસઓપીએસ અને રમખાણ-વિરોધી નિયમોનું પાલન કરીને જ પેલેટ ગનનો ઉપયોગ કરાયો હતો. આ મામલો હાલ ન્યાયાધીન છે.

૨૦ જુલાઈએ નીટ પેપર લીક સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહી અંગે સીઆરપીએફના એનાલિસિસ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, પ્રદર્શનકારીઓ પર કરવામાં આવેલી કાર્યવાહીમાં તમામ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) અને રમખાણ-વિરોધી નિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ અનુસાર, વિરોધ પ્રદર્શન દરમિયાન પહેલા ચેતવણી અપાઈ હતી, પછી આંસુ ગેસ અને લાઠીચાર્જ જેવા ઓછી તીવ્રતાના ઉપાયો અજમાવવામાં આવ્યા હતા. આ તમામ પ્રયાસો નિષ્ફળ રહૃાા અને ભીડ બેકાબૂ બની ત્યારે જ અંતિમ વિકલ્પ તરીકે પેલેટ ગન જેવા બિન-ઘાતક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ હિંસક અથડામણમાં ધાતુના ધરાઓ વાગવાથી લગભગ ૩ થી ૫ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા. બીજી તરફ, પ્રદર્શનકારીઓ તરફથી કરવામાં આવેલા પથ્થરમારા અને લોખંડની રેલિંગ વડે કરાયેલા હુમલામાં આરએએફના ૪૭ જવાનો ઘાયલ થયા હતા, જેમાં ૬ જવાનોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આરએએફના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે દક્ષ અધિકારી અથવા સ્થાનિક એસીપી/ડીસીપીની લેખિત મંજૂરી મળ્યા બાદ જ આ કાર્યવાહી કરવામાં આવી હતી. કોઈ પણ આદેશ મૌખિક આપવામાં આવ્યો નહોતો. સીઆરપીએફના ડીજી જીપી સિંહે જણાવ્યું છે કે, આ મામલો હાલ ન્યાયાધીન છે અને બળની સમગ્ર કાર્યવાહીનો રિપોર્ટ સુપ્રિમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

રિપોર્ટમાં જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના ૨૦૧૬ ના એક મહત્ત્વના આદેશનો ઉલ્લેખ કરાયો છે, જેમાં કોર્ટે કહૃાું હતું કે, જ્યાં સુધી બેકાબૂ ભીડ હિંસા કરતી રહેશે ત્યાં સુધી બળપ્રયોગ જરૂરી છે. કઈ પરિસ્થિતિમાં કેવા પ્રકારનું બળ વાપરવું તે સ્થળ પરના ઈન્ચાર્જ નક્કી કરશે. બાદમાં સુપ્રિમ કોર્ટે પણ આ આદેશને બહાલ રાખ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh