Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળઃ
બનાસકાંઠા તા. ર૯: બનાસકાંઠાના પાલનપુર નજીક ખરોડિયા ચોકડી પાસે વડગામ તરફથી આવતી પેસેન્જર રિક્ષા અને સામેથી આવતી એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ ભયાનક ટક્કરમાં રિક્ષામાં સવાર ૩ લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા, જયારે ૬ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. ૧૦૮ મારફતે ઘાયલોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર નજીક આવેલી ખરેડિયા ચોકડી પાસે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયોછે. વડગામ તરફથી આવી રહેલી એક પેસેન્જર રિક્ષા અને સામેથી આવતી ગુજરાત એસટી બસ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં રિક્ષામાં સવાર ૩ લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ૬ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવ બનતા જ સ્થાનિક રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતાં અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતાં. ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માત અંગે જાણ થતાં જ પાલનપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને માર્ગ પર સર્જાયેલા ટ્રાફિક જામને ખુલ્લો કરાવ્યો હતો. આ મામલે ગુનો નોંધીને પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા આગળની કાયદેરસની તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial