Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાઃ ઘન કચરાના નિકાલની કામગીરીમાં સીસી ટીવી તથા પાલિકાના કર્મચારી ગોઠવાયા

હવે લાલિયાવાડી નહીં ચાલે

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ર૯: તરઘડી ડમ્પીંગ યાર્ડ પર વર્ષોથી પડેલ ધન કચરાના નિકાલ માટે રાજ્ય સરકારે આપેલ રૂ।. અઢી કરોડની ખાસ ગ્રાન્ટનો ઉપયોગ કરીને ડમ્પીંગ યાર્ડનો તમામ કચરો નિકાલ કરવાની કામગીરી ખંભાળિયા ન.પા. દ્વારા શરૂ કરવામાં આવી હતી.

ખાનગી કોન્ટ્રાક્ટરને અપાયેલી આ કરોડોની કામગીરીમાં લાલિયાવાડી જેવો વહીવટ ચાલતો હોય, આ કામગીરીમાં ફરજિયાત એવા સીસી ટીવી ના હોય તથા ખાનગી એજન્સીના માણસો તેની દેખરેખ રાખતા હોય, મોટું કૌભાંડ ચાલતું હોવાની ફરિયાદો તથા પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસરને જાગૃત અગ્રણીઓ દ્વારા રજૂઆતો થતાં કામ અટકાવી દેવામાં આવ્યું હતું. તે પછી આ ડમ્પીંગ યાર્ડની બન્ને બાજુ સી.સી. ટી.વી. તથા પાલિકાના જવાબદારી કર્મચારીની ઉપસ્થિતિની વ્યવસ્થા પછી કામ શરૂ કરવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh