Advertisement
Author: નોબત સમાચાર

વરસાદ આવશેની આશા સાથે વાવણી શરૂ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ર૯: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે મેઘરાજા જાણે રીસામણે હોય તેમ જુન અને જુલાઈ માસ વીતી જશે છતાં એક ઈંચ પણ વરસાદ પડ્યો ન હતો તથા જિલ્લામાં માત્ર બે-ચાર ટકા ખેડૂતો જ વાવણી કરી શક્યા હતાં.

તાજેતરમાં ખંભાલીયા, ભાણવડ તથા કલ્યાણપુર પંથકમાં એકથી બે ઈંચ અને ક્યાંક અઢી ઈંચ જેવો વરસાદ પડતા ખેડૂતો દ્વારા દોઢ માસ મોડી, પણ વાવણી કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જો કે, દ્વારકા પંથકમાં હજુ પણ વાવણીલાયક વરસાદ ના પડતા ત્યાં હજુ જેમની પાસે પુરતું પાણી છે, તે સિવાયના ખેડૂતો દ્વારા વાવણી થઈ નથી, જ્યારે ખંભાળીયા, ભાણવડ તથા કલ્યાણપુર પંથકના મોટાભાગના ખેડૂતો દ્વારા વરસાદ પછી ઉઘાડ નીકળતા વાવણી કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. તેવી આશા છે કે, હવે વરસાદી માહોલ થયો છે તો ભગવાન વરસાદ મોકલશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh