Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૧ વર્ષ પહેલાં થયું હતું ફાયરીંગઃ
જામનગર તા. ૨૯: જામનગરની આરપીએફ ટૂકડીના બે કર્મચારી ૧૧ વર્ષ પહેલાં પોલીસ સ્ટેશનના હથિયાર રૂમમાં હતા ત્યારે અકસ્માતે રિવોલ્વરમાંથી ફાયરીંગ થતાં એક કર્મચારીને ઈજા થઈ હતી. ઈજા પામનાર તથા ફાયરીંગ કરનાર બંને સામે ગુન્હો નોંધાયો હતો. આ બંને આરોપીનો અદાલતે છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરમાં આરપીએફમાં ફરજ બજાવતા નવીનકુમાર જીલેસિંગ કલકટ તથા સમજુદ્દીન ટુંડલખાન નામના બે કર્મચારી ગઈ તા.ર૦-૯-૧પના દિને રેલવે પોલીસ સ્ટેશનમાં હથિયાર રૂમમાં ગયા હતા. આ વેળાએ નવીનકુમારે જમા કરાવેલી સર્વિસ રિવોલ્વર શસ્ત્રાગારમાંથી મેળવાઈ હતી અને શમશુદ્દીન તેને ચેક કરતા હતા. આ વેળાએ ફાયરીંગ થતા નવીનકુમારને હાથમાં ગોળી વાગી ગઈ હતી.
આ બનાવ અંગે આરપીએફના પીઆઈ રાકેશકુમાર યાદવે ઈજા પામનાર તથા ફાયરીંગ કરનાર સામે આઈપીસી ૩૩૮ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલી ગયો હતો.
અદાલતમાં આરોપી પક્ષે દલીલ કરી હતી કે બનાવના ત્રીજા દિવસે ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીની સર્વિસ રિવોલ્વર અને કોર્ટમાં રજૂ થયેલી રિવોલ્વરના રજીસ્ટ્રેશન નંબર અલગ અલગ છે, હથિયારનું ટેસ્ટીંગ કરતી વખતે અકસ્માતે ફાયરીંગ થાય તો ગફલત ગણી શકાય નહી, ટ્રીગર કોણે દબાવ્યું તે માટે ફીંગરપ્રિન્ટ નિષ્ણાતનો અભિપ્રાય જરૂરી હતો. અદાલતે તે દલીલો ગ્રાહ્ય રાખી બંને આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપીઓ તરફથી વકીલ વી.એચ. કનારા, પરેશ બુચ, એસ.બી. વોરીયા, ડી.એન. ભેડા, વી.ડી. બારડ, રૂપાબેન વસરા, આર.ડી. સીસોટીયા, એફ.ઓ. ચરીયા, વી.એસ. ખીમાણીયા, આર.આર. ડાંગર, પી.એસ. ભેટારીયા, જે.એ. નંદાણીયા, એમ.પી. કંડોરીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial