Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આયર્વેદ યુનિવર્સિટીના બીએએમએસ પેપરલીક મામલે એનએસયુઆઈનો રાજ્યવ્યાપી વિરોધ

જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી નિષ્પક્ષ તપાસની માંગ કરાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૯: ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની બીએએમએસ તૃતીય પ્રોફેશનલની 'શલ્ય તંત્ર-૧' વિષયની પરીક્ષાનું પેપરલીક થયાના આક્ષેપોને લઈને ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. જામનગરમાં એનએસયુઆઈના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર પ્રકરણની ન્યાયિક અને નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

એનએસયુઆઈના જણાવ્યા મુજબ રાજ્યમાં શિક્ષણ માફિયાઓ અને ભ્રષ્ટ વહીવટી તંત્રના કારણે વિદ્યાર્થીઓ અને ભાવિ તબીબોના ભવિષ્ય સાથે સતત ચેડાં થઈ રહ્યા છે. નીટ પરીક્ષાના કૌભાંડ પછી હવે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની બીએએમએસ તૃતીય પ્રોફેશનલની પરીક્ષામાં ખુલ્લેઆમ પેપરલીક થયાની ઘટના સામે આવી છે. પરીક્ષા શરૂ થાય તે પહેલા વોટ્સએપ પર 'મહત્ત્વના મુદ્દાઓ'ના નામ ફરતા થયેલા સંદેશાઓમાંથી ૧ર પૈકી ૧૧ મુદ્દાઓ પ્રશ્નપત્રમાં પૂછાયા હોવાનું સામે આવતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે.

સંગઠને આક્ષેપ કર્યો છે કે પેપર તૈયાર કરનાર પ્રોફેસર પણ શંકાના દાયરામાં છે અને સ્ક્વોડના જવાબદાર અધિકારીઓ દ્વારા અગાઉથી જાણ કરવા છતાં યુનિવર્સિટી તંત્રે કોઈ અસરકારક પગલાં લીધા નહોતા, જે ગંભીર બેદરકારી દર્શાવે છે. છેલ્લા ૬ વર્ષ દરમિયાન રાજ્યમાં હેડક્લાર્ક, ડીજીવીસીએલ, વનરક્ષક અને જુનિયર ક્લાર્ક સહિતની અનેક પરીક્ષાઓના પેપરલીક થયા હોવા છતાં સરકાર દ્વારા કડક કાયદાની વાતો કરે છે, પરંતુ જવાબદારો સામે કોઈ નક્કર કાર્યવાહી કરતી નથી, તેવી ટીકા પણ કરવામાં આવી હતી.

એનએસયુઆઈએ આવેદનપત્રમાં માંગ કરી છે કે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના બીએએમએસ પેપરલીક પ્રકરણની ન્યાયિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, પેરલીકમાં સંડોવાયેલા પેપર સેટર તથા તમામ જવાબદાર અધિકારીઓ સામે ત્વરિત ફોજદારી કાર્યવાહી કરવામાં આવે, ભ્રષ્ટ સિસ્ટમ સામે મત્ર દેખાવ પૂરતી કાર્યવાહી નહીં, પરંતુ કડકમાં કડક સજા કરવામાં આવે તેમજ રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં પરીક્ષાઓની પવિત્રતા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં આવે.

એનએસયુઆઈએ ચેતવણી આપી છે કે, જો આગામી સમયમાં આ મામલે તાત્કાલિક અને કડક પગલાં લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓના હિતમાં રાજ્યવ્યપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને વહીવટી તંત્રની રહેશે.

આ વિરોધ કાર્યક્રમમાં રવિરાજસિંહ વી. ગોહિલ (પ્રમુખ, એનએસયુઆઈ જામનગર શહેર) અને મહિપાલસિંહ એ. જાડેજા (પ્રમુખ, યુવકકોંગ્રેસ જામનગર શહેર) સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh