Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યની સ્થાપના પહેલાં પણ કાર્યરત્ હતી હાઈકોર્ટ બેચઃ સૌરાષ્ટ્ર-કચ્છના અરજદારોને ન્યાય મેળવવામાં સરણતા માટે માગણીઃ
જામનગર બાર એસોસિએશન દ્વારા આજે જનરલ બોર્ડની બેઠક વકીલ મંડળના હોલમાં બોલાવવામાં આવી હતી. જેમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છની હાઈકોર્ટની બેચ આપવા માટે માગણી અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવ્યા પછી તાજેતરમાં રાજકોટમાં મળેલી સૌરાષ્ટ્ર-કચ્છના બાર એસો.ની મિટીંગમાં થયેલા ઠરાવને સર્વાનુમતે ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. રાજકોટમાં હાઈકોર્ટની બેચ શરૂ કરવાની માગણી સાથે વકીલ મિત્રએ બાર એસો.ના પ્રમુખ ભરતભાઈ સુવા, ઉપપ્રમુખ ઋચીર રાવલ, મંત્રી મનોજ ઝવેરી, સહમંત્રી દીપક ગચ્છર, લાયબ્રેરી મંત્રી જયદેવસિંહ જાડેજા તથા ખજાનચી ચાંદનીબેન પોપટના વડપણ હેઠળ કલેક્ટર કચેરીએ જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ રાજકોટમાં ગુજરાત રાજ્યની સ્થાપના-૧૯૬૦ પહેલા હાઈકોર્ટની બેચ કાર્યરત હતી. તે બંધ કરી દેવામાં આવી છે તેમ જણાવવામાં આવ્યું છે અને ભૌગોલિક રીતે પણ રાજકોટ ઘણા બધા જિલ્લાઓના મધ્યમાં આવેલુ હોવાથી પરિવહનથી માંડીને તમામ સુવિધાઓ અરજદારોને ત્યાં પ્રાપ્ત થઈ શકે તેમ છે અને પ્રજાને અમદાવાદ હાઈકોર્ટ સુધી ન જવું પડે અને ન્યાયમાં વિલંબ ન થાય તે માટે રાજકોટમાં હાઈકોર્ટ બેચની સ્થાપના માટે માગણી કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial