Advertisement
Author: નોબત સમાચાર

જાપાનમાં ૭.૧ ની તીવ્રતાના ભૂકંપથી ભારે તબાહીઃ ૧૩ લોકોના મોતઃ અનેક લોકો ગુમ

ર.૬ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયાઃ

                                                                                                                                                                                                      

ટોક્યો તા. ર૯: જાપાનના ક્યુશૂ ટાપુ પર ૭.૧ ની તીવ્રતાના ભૂકંપે ભારે તબાહી મચાવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૩ લોકોના મોત થયા છે અને અનેક ઈજાગ્રસ્ત થયા છે. રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ છે.

જાપાનમાં ૭.૧ની તીવ્રતાથી સર્જાયેલ ભૂંકપની દુર્ઘટનામાં કુમામોતો રાજ્યના કાશિમા ટાઉનમાં સૌથી વધુ અસર થઈ, જ્યાં મોલની બિલ્ડિંગ ધરાશાયી થતા વિસ્ફોટ થયો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૩ લોકોના મોત થયા છે અને અનેક ઈજાગ્રસ્ત થયા છે. રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ છે. સેના પણ મદદ કરી રહી છે. ર.૬ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.

જાપાનના દક્ષિણ ટાપુ ક્યુશૂમાં મંગળવારે ૭.૧ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા મોટી તબાહી સર્જાઈ છે. જાપાનના વડાપ્રધાન સનાઈ તાકાઈથીએ કહ્યું કે આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં ૧૩ લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમણે એમ પણ કહ્યું કે, અનેક બિલ્ડિંગો ધરાશાયી થવાના કારણે અનેક લોકો લાપત્તા થયા છે. અનેક વિસ્તારોમાં હજુ પણ મોટા પાયે રાહત અને બચાવ અભિયાન ચાલી રહ્યું છે.

રિપોર્ટ મુજબ ભૂકંપની સૌથી વધુ અસર કુમામોતો રાજ્યના કાશિમા ટાઉનમાં થઈ છે. અહીં એથોન મોલની એક બિલ્ડિંગ ધારાશાયી થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ ભૂકંપ પછી બિલ્ડિંગમાં ગેસ ગળતર થતા ભયાનક વિસ્ફોટ થયો હતો. કાટમાળમાં ચાર લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં બચાવી લેવાયા છે, જયરે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે.

આ ઉપરાંત યાત્સુશિરોમાં એક ઈન્ડસ્ટ્રીમાં વિશાળ ચીમની તૂટી પડતા અનેક કર્મચારીઓ દબાયા હોવાની આશંકા છે. અધિકારીઓએ કહ્યું કે, અહીં પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આખા કુમામોતો અને આસપાસના વિસ્તારોમાં ર.૬ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે જવાની સલાહ આપવામાં આવી છે.

ભૂકંપ પછી સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી, જો કે હવે સ્થિતિનું આંકલન કર્યા પછી જાપાનની હવામાન એજન્સીએ તે ચેતવણી પરત ખેંચી લીધી છે, જો કે આગામી બે-ત્રણ દિવસ સુધી આફ્ટરશોકની આશંકાના કારણે હજુ પણ લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.

વડાપ્રધાન સનાઈ તાકાઈથીએ કહ્યું કે, અનેક રસ્તાઓ, પુલો અને બિલ્ડિંગોને નુક્સાન થયું છે. કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થવાના અને આગ લાગવાના સમાચાર પણ સામે આવ્યા છે. રાહતની વાત એ છે કે, દેશના ત્રણ પરમાણુ ઊર્જા પ્લાન્ટને કોઈપણ નુક્સાન થયું નથી. અનેક ઉદ્યોગો અને પરિવહન સેવાઓ પર પણ ભૂકંપની અસર પડી છે. ધરતી ધ્રુજતા જ અનેક ઓટોમોબાઈલ કંપનીઓએ કામકાજ તાત્કાલિક અટકાવી દીધુ છે. જાપાનના સંરક્ષણ મંત્રાલયે સ્થિતિનો તાગ મેળવવાની સાથે રાહત કાર્યોમાં મદદ પહોંચાડવા માટે સેના તહેનાત કરી દીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh