Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લેણું ચૂકવવામાં ભાગીદારી પેઢીના ભાગીદારો જવાબદારઃ
જામનગર તા. ૨૯: જામનગરના એક મહિલાએ કાલાવડમાં પેઢી ધરાવતા ચાર ભાગીદારને નવ વર્ષ પહેલા રૂ।.રપ લાખ હાથઉછીના આપ્યા હતા. તેઓને પેઢીનો ચેક અપાયો હતો. તે ચેક પરત ફરવાના કેસમાં અદાલતે ચારેય ભાગીદારને તકસીરવાન ઠરાવી બે-બે વર્ષની કેદ ફટકારવા ઉપરાંત ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો આદેશ કર્યાે છે.
કાલાવડમાં મુખ્ય બજારમાં રસીકલાલ એન્ડ બ્રધર્સ નામની ભાગીદારી પેઢી વાળા નિરવ રાજેશભાઈ વોરા, રિદ્ધિબેન રાજેશભાઈ વોરા, રાજેશભાઈ રસીકલાલ વોરા અને કિશોરભાઈ રસીકલાલ વોરાએ ધંધામાં પૈસાની જરૂર પડતા જામનગરના પ્રસન્નાબેન પ્રવીણચંદ્ર દોશી પાસેથી કુલ રૂ।.૨૫ લાખ ઉછીના મેળવ્યા હતા. આ મહિલાએ વર્ષ ૨૦૧૭માં આરટીજીએસથી તે રકમ આપી હતી.
ઉપરોક્ત રકમ પરત આપવા માટે રસીકલાલ એન્ડ બ્રધર્સનો ચેક આપવામાં આવ્યો હતો. તે ચેક અટકાવવા માટે બેંકમાં પેમેન્ટ સ્ટોપ કરાવાયું હતું તેથી ચેક પરત ફર્યાે હતો. આ બાબતે નોટીસ પાઠવાઈ હતી. જેમાં અમૂક ભાગીદારોએ પોતે પેઢીમાંથી છૂટા થઈ ગયા છે તેમ જણાવ્યું હતું.
ચારેય ભાગીદાર સામે જામનગરની કોર્ટમાં પ્રસન્નાબેન દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ પક્ષ તરફથી દલીલ કરવામાં આવી હતી કે ચેક પરતના કેસમાં ભાગીદારી પેઢી તથા તમામ ભાગીદાર જવાબદાર બને છે તે દલીલ ગ્રાહ્ય રાખી અદાલતે તમામ ચાર ભાગીદારને તકસીરવાન ઠરાવી બે-બે વર્ષની કેદ તથા ૬૦ દિવસમાં રૂ।.રપ લાખ ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. વળતર ચૂકવવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની સજા ફટકારાઈ છે. ફરિયાદી તરફથી વકીલ બિમલ ચોટાઈ, સુમિત સોલંંકી, નીલ ચોટાઈ, મોનીલ ગુઢકા, દીપક ચુડાસમા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial