Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલારમાં શંકાસ્પદ ચાંદીપુરાનો હાહાકારઃ
જામનગર તા. ર૯: હાલાર પંથકમાં શંકાસ્પદ ચાંદીપુરાના કસોની સંખ્યા અને તેમાં મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દરમિયાન ધ્રોળ માર્ગ્ પરના ગામના બાળ દર્દીને દાખલ કરવામાં આવ્યા પછી થોડા જ કલાકોમાં તેનું મૃત્યુ નિપજ્યું હતું, જો કેે આ દર્દીનો રિપોર્ટ હજુ મળ્યો નથી. અત્યાર સુધીમાં શંકાસ્પદ દર્દીઓ તરીકે સાત દર્દી દાખલ થયા હતાં જેમાંથી પાંચના મૃત્યુ થયા છે, જ્યારે બે દર્દી હાલ સારવાર હેઠળ છે.
હાલારમાં ચાંદીપુરાના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સાથે જ મૃત્યુનું પ્રમાણ પણ ખૂબ ઊંચુ જળવાયું છે.
અત્યાર સુધીમાં કુલ છ દર્દીઓ શંકાસ્પદ ચાંદીપુરાવાળા સારવાર માટે દાખલ થયા હતાં, તેમાંથી ત્રણ જામનગરના અને ત્રણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દર્દીનો સમાવેશ થાય છે, તેમાંથી ચાર દર્દીના સારવારમાં મૃત્યુ નિપજ્યા છે, જ્યારે બે દર્દીઓ સારવાર હેઠળ છે.
આ પછી તાજેતરમાં ધ્રોળ માર્ગ પરના રોજિયા ગામના એક વર્ષના બાળકને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેને ચાંદીપુરાના લક્ષણો જણાતા જરૂરી નમૂના લેવામાં આવ્યા છે અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, પરંતુ થોડા જ કલાકોમાં આ બાળ દર્દીનું સારવારમાં મૃત્યુ નિપજ્યું હતું.
આમ અત્યાર સુધીમાં હાલાર પંથકના કુલ સાત દર્દીઓ નોંધાયા હતાં તેમાંથી પાંચના મૃત્યુ થયા છે, જ્યારે બે સારવાર હઠળ છે, જો કે અત્યાર સુધીમાં કોઈપણ દર્દીનો રિપોર્ટ પોઝિટીવ મળ્યો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial