Advertisement
Author: નોબત સમાચાર

ગીતા જયંતી અને મોક્ષદા એકાદશી...

ગીતા જ્યંતી પ્રાસંગિક

                                                                                                                                                                                                      

ભગવદ્ ગીતા માત્ર ભારતીય ચિંતનનો જ નહીં પરંતુ, સમગ્ર વિશ્વનો એક એવો આધ્યાત્મિક ગ્રંથ છે કે જેમાં અધ્યાત્મની સાથે કર્મ, જ્ઞાન, મોક્ષ અને ભક્તિનો પ્રબોધ થયો છે. મહાભારતને આપણાં શાસ્ત્રોમાં ઈતિહાસનો દરજ્જો છે. અને તે અનુસાર ગીતાનો પ્રબોધ અર્જુનને માર્ગશિર્ષ માસની શુકલ પક્ષની એકાદશીના દિવસે થયો. ભગવદ્ ગીતામાં પણ શ્રીકૃષ્ણ ભગવાને માર્ગશિર્ષ માસને પોતાની એક વિભૂતિ કહ્યો છે.

માર્ગશિર્ષ માસની શુક્લ પક્ષની એકાદશીને મોક્ષ અથવા મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીને મોક્ષદા શા માટે કહેવાય છે તેનું વર્ણન પણ પદ્મપુરાણના ઉત્તરખંડમાં યુધિષ્ઠિર અને શ્રીકૃષ્ણના સંવાદમાં મળે છે. અર્થાત પદ્મ પુરાણમાં યુધિષ્ઠિર શ્રીકૃષ્ણને પ્રશ્ન પૂછે છે કે, માર્ગશિર્ષ માસની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે ? અને તેની વિધિ શું છે ? તેના ઉત્તરમાં શ્રીકૃષ્ણ જણાવે છે કે માર્ગશિર્ષ માસનની શુકલ પક્ષની એકાદશીનું નામ મોક્ષા એકાદશી છે જે બધા પાપોનું હરણ કરનાર છે. તે દિવસે તુલસીવૃક્ષની મંજરી અને ધૂપ-દિપ આદિથી ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ. જેનાં માહાત્મ્ય તરીકે ચેપક પ્રદેશના રાજા વૈખાનસે પર્વત-મુનિની સૂચનાથી આ એકાદશીના વ્રત દ્વારા નરકમાં પડેલા પોતાના પિતૃઓનો ઉદ્ધાર કર્યો હતો. માટે જ શ્રીકૃષ્ણ ભગવાન આ એકાદશીને મનુષ્યો માટે ચિંતામણી સમાન વર્ણવે છે.

આ એકાદશીના દિવસે જ ગીતાનો ઉપદેશ અપાયો છે. ગીતાના ઉપદેશનો એક મહત્ત્વપૂર્ણ હેતુ ધર્મનું સ્થાપન છે. ધર્મનું સ્થાપન એટલે શું ? તેનું સ્પષ્ટીકરણ કરતા આદિ શંકરાચાર્યજી એવું જણાવે છે કે, બ્રાહ્મણ અને બ્રાહ્મણોના રક્ષણથી જ ધર્મનું સ્થાપન સંભવ છે, કારણ કે, સમગ્ર વર્ણાશ્રમ ધર્મનો મુખ્ય આધાર બ્રાહ્મણ છે. તેથી ભગવદ્ ગીતાનો સંદેશ આ દિવસે અપાયો તે એક મહત્ત્વપૂર્ણ બાબત છે. અને તેથી જ પ્રત્યેક એકાદશીનું મહત્ત્વ હોવા છતાં ગીતા જયંતીને કારણે મોક્ષદા એકાદશી સર્વશેષ મહત્ત્વની બની જાય છે. વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વની સામે જે પ્રાકૃતિક, સામાજિક અને રાજકીય પડકારો ઊભા થયા છે. તથા આતંકવાદ અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓથી જે રીતે સમગ્ર માનવજાત ત્રસ્ત છે, તે બધાનો ઉકેલ ભગવદ્ ગીતાના સાર્વત્રિક સંદેશમાં રહેલો છે. જેનું આજના પવિત્ર દિવસે સ્મરણ અને અનુસરણ કરવાનો સંકલ્પ જરૂરી છે.

પ્રો. ડો. રાજેશ્રીબેન કે. દવે

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh