બ્રેઅકીંગ સમાચાર | દિલ્હી વિધાનસભાની ચૂંટણી વધુને વધુ રસપ્રદ બનતી જાય છે. | મોરબી નજીક અજન્ટા ગ્રુપ કંપનીની બસ ટ્રક સાથે અથડાતા ૩ર મહિલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત. | દિલ્હી એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાના એન્જિનમાં આગ લાગી. તમામ એંસી મુસાફરોનો બચાવ. | ગૃહમંત્રી રાજનાથસિંહની તબિયત લથડતા એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં. | વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-ઓગસ્ટે મુંબઈની મુલાકાતેઃ મુંબઈમાં હાઈએલર્ટ. | અમદાવાદમાં ચાર લાખ રૃપિયાની નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. | શ્રીનગરના પાસે આંતકી હુમલોઃ એક જવાન શહીદ અને બે ઘાયલઃ પૂંછના હમીરપરમાં પાક સેના તરફથી ગોળીબાર. | પંચમહાલના ઈલોલ ગામના સરપંચ વિરૃદ્ધ પૂર્વ સરપંચે અવિશ્વાસની દરખાસ્ત મુકતા સરપંચે પૂર્વ સરપંચ પર હુમલો કરીને નાક કાપી નાખ્યું. | દિલ્હીમાં મોટરમાં પસાર થતાં બે શખ્સો પાસેથી બસ્સો પચ્ચાસ પીસ્તોલ પકડાઈ. | બ્રિટનમાં માંચેસ્ટરથી લંડન મોટરમાં જતાં ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને તેના મિત્રોએ ડ્રાઈવરને ઉંઘ આવી જતાં નડેલા અકસ્માતમાં સામાન્ય ઈજાઃ મોટરમાં ભારે નુકસાન. | વિસાવદર નજીક સિંહ અને સિંહણ વચ્ચે ઝપાઝપી થતાં સિંહનું મૃત્યુ. | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર રોડ પ્રોજેક્ટ માટે આઠ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ. | ૧પ-ઓગસ્ટે રીલીઝ થનારી અજય-કરીનાની ફિલ્મ 'સીંધમ રીટર્ન્સ' ના એક ડાયલોગમાં હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડાઈ હોવાની અલ્હાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ. | રાજસ્થાનમાં ભારે વરસાદથી ત્રીસના મૃત્યુ. | મહારાષ્ટ્રના ગઢચીરોલીમાં એક મહિલાએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર ચપ્પલ ફેંક્યું. | અમેરિકાના ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેતા રોબીન્સને ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી.

પ્રાસંગિક

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે લાખ્ખો માનવ જિંદગીને ભરખી લીધી છે. હજી પણ તે વધુને વધુ ફેલાઈને વધુ આક્રમક બની વ્યાપક બની રહ્યો છે. આ માનવભક્ષી રાક્ષસનો અંત ક્યારે આવશે...? તે કોઈ કહી શકે તેમ નથી...!

ઈશ્વર, અલ્લાહ કે કુદરતમાં માનનારાઓનો ભરોસો ઉઠી જાય તેવી રીતે માનવસંહાર થઈ રહ્યો છે અને આખી દુનિયાના હયાત લોકો લાચાર બની આ અતિ ભયાનક સ્થિતિ જોઈ રહ્યાં છે, અને આપણો વારો પણ ક્યારે આવશે તેની ચિંતામાં માનસિક સ્વસ્થતા ગુમાવી રહ્યાં છે.

આજના યુગમાં કોરોના વાયરસને ડામી દેવા માટે એકમાત્ર આશા વિજ્ઞાન પાસેથી છે. મેડિકલ સાયન્સ જ કોઈ દવા, વેકસીન શોધી કાઢે તો જ માનવ જિંદગીનો બચાવ થઈ શકે તેમ છે. દવા, વેકસીન, પ્લાઝમા થેરાપી જેવા પ્રયોગો વિશ્વભરમાં મેરેથોન ગતિએ ચાલી રહ્યાં છે. ઈંગ્લેન્ડ, અમેરિકા, ઈઝરાયલ, ચીન, જાપાન જેવા દેશોમાં થઈ રહેલા પરીક્ષણોમાં થોડો આશાવાદ જાગ્યો છે. ઈંગ્લેન્ડ-અમેરિકામાં તો માનવી પરની ક્લિનિકલ ટ્રાયલોના તબક્કે ટેસ્ટીંગ થઈ રહ્યું છે અને તેમાં ઘણાં પ્રોત્સાહક પરિણામો મળી રહ્યાંના અહેવાલો છે, છતાં મેડિકલ સાયન્સના નિષ્ણાતો હજી સાવ કન્ફર્મ-ફાઈનલ નિષ્કર્ષ પર આવી શક્યા નથી. અહેવાલો પ્રમાણે એક કંપનીની વેકસીનના સારા પરિણામો મળતા જ તે કંપનીએ આ વેકસીનનું ઉત્પાદન પણ શરૃ કરી દીધું છે અને ૧૧ કરોડ વેકસીન ઓગસ્ટના અંત સુધીમાં બની જશે. આ કંપનીમાં જે વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યાં છે તે વૈજ્ઞાનિકોમાંથી ઘણાં ભારતીય વૈજ્ઞાનિકો છે, તેમજ આ કંપનીમાં ભારતના રોકાણકારોની ભાગીદારી હોવાનું પણ જણાવાય છે. જો આ વેકસીન અકસીર પુરવાર થાય તો પણ તેને બજારમાં ઉપલબ્ધ કરાવી વિશ્વભરમાં તેને પહોંચાડવાની પ્રક્રિયા સપ્ટેમ્બર મહિનામાં શરૃ થવાની ધારણા છે. અર્થાત જુન-જુલાઈ અને ઓગસ્ટ એમ હજી ત્રણ મહિનાનો સમય ખૂબ જ ગંભીર સ્થિતિમાં પસાર કરવો પડશે...? તે અગાઉ પણ જો કોઈ દવા-વેકસીન શોધાય તો તેના દ્વારા ઈલાજ માટે પણ સમય તો લાગવાનો જ છે...!

ભારતમાં ટેસ્ટીંગ ઓછા હોય કે વધુ, જે રીતે સરકાર દ્વારા સત્તાવાર આંકડાઓ જાહેર થઈ રહ્યાં છે તેમાં આશા જન્માવે તેવું પરિબળ 'રીક્વરી રેઈટ" છે. હાલ સારવાર લઈને સાજા થઈ રહેલા દરદીઓની ટકાવારી ૪પ ટકા જેટલી થઈ છે. આ ઉપરાંત મૃત્યુ દર પણ ત્રણથી સાડાત્રણ ટકા જ છે. આમ ભારતમાં કોરોના સંક્રમણ છેલ્લા ચાર-પાંચ દિવસમાં ખૂબ જ વધી રહ્યું હોવા છતાં મૃત્યુના દરને કાબુમાં રાખવા, રીકવરી રેઈટ વધારવામાં આપણાં દેશના આરોગ્ય વિભાગના નાના-મોટા તમામ કોરોના વોરીયર્સની જહેમત જ કારણરૃપ ગણી શકાય...!

વેકસીન કે ચોક્કસ ઈલાજ ન શોધાય ત્યાં સુધી શું આમને આમ જ ચાલ્યા કરવાનું...? સરકાર માટે અર્થકારણ અને માનવ જિંદગીને સમતોલ રાખવાની તલવારની ધાર પર ચાલવા જેવી અતિ કસોટીવાળી સ્થિતિ પેદા થઈ છે. ભારત જેવા ૧૩૦ કરોડની વસ્તી ધરાવતા દેશમાં લોકડાઉન, સોશ્યલ ડીસ્ટન્સીંગ જેવા નિયમોની અતિ કડક અમલવારી શક્ય નથી તે હકીકત છે અને આ વાસ્તવિકતા સમજીને જ સરકારે લોકાડાઉન-૪ માં આખા દેશમાં ઘણી છૂટછાટો જાહેર કરવી પડી છે. વિશ્વના કેટલાંક દેશોમાં પણ લોકડાઉન ઉઠાવી લેવાયું છે, પણ ત્યાંના લોકોએ મોઢાં પર માસ્ક પહેરવું, ભીડ ન કરવી, સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવવું, સેનિટાઈઝરનો ઉપયોગ કરતા રહેવું, વર્ક એટ હોમ, કામ વગર બહાર ન જ નીકળવું જેવા તમામ નિયમોનો અતિ કડકાઈથી સ્વયંભૂ રીતે પાલન કરીને કોરોના સંક્રમણને દિન-પ્રતિદિન ઓછું કરવામાં સફળતા મેળવી છે.

ભારતમાં કેન્દ્ર સરકારે જનતા કરફયુ અને ત્યાર પછી લોકડાઉનના ત્રણ તબક્કા ક્રમશઃ જાહેર કર્યા, પણ લોકડાઉન-૪ માં સમગ્ર દેશની રાજય સરકારોએ તેમના રાજ્યમાં ત્રણ ઝોન નક્કી કરી તેનો અમલ કરવાની જવાબદારી નાંખીને જાણે હાથ ખંખેરી લીધા હોય તેમ હવે કોરોના સંક્રમણને ડામી દેવાની તમામ જવાબદારી રાજય સરકારો પર આવી પડી છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારે ટ્રેનો, હવાઈ સેવા, ટ્રાન્સપોર્ટેશનની છૂટ જાહેર કરતાં રાજય સરકારોને આ વ્યવસ્થાનું સંચાલન કરવા માટે સંલગ્ન તંત્રોની કામગીરીને કેન્દ્રીત કરવી પડી રહી છે.

અત્યારે હાલત એવી થઈ છે કે, પોલીસ તંત્ર પર લોકડાઉનના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી છે ત્યારે હવે ટ્રેન-વિમાનના ઉતારૃઓના ચેકીંગ, આવા-ગમન વિગેરે માટે પણ તંત્રના સ્ટાફમાંથી અનેક અધિકારીઓ કર્મચારીઓને કામે લગાડવા પડી રહ્યાં છે.

એક માત્ર આરોગ્ય વિભાગના શિરે જ બાકીની તમામ જવાબદારી આવી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આંતર-જિલ્લા કે આંતર રાજયમાંથી આવતા લોકોને કોરેન્ટાઈન કરવા, તેમના ચેકીંગ કરવા, તેમના સેમ્પલ લેવા, પોઝિટિવ જણાય તો હોસ્પિટલાઈઝડ કરવા, હોસ્પિટલમાં સારવાર આપવી, મૃત્યુ પામનાર દરદીના મૃતદેહનો નિકાલ કરવો જેવી અનેક કામગીરીમાં આરોગ્ય વિભાગના સફાઈ કર્મચારીઓ, નર્સીંગ સ્ટાફ, ડોક્ટરો સહિતનો સ્ટાફ રાઉન્ડ ધી ક્લોક પોતાના જીવના જોખમે આ ફરજ બજાવી રહ્યાં છે, અને હાલ આરોગ્ય વિભાગની આ કામગીરીના કારણે જ લોકોને કોરોના પોઝિટિવ આવે તો પણ જીવ બચી જશે તેવી આશા છે.

ભારતમાં ક્યારે વેકસીન આવશે...? અથવા કોઈ થેરાપી કારગત નિવડશે...? તેનો ઉત્તર કોઈ આપી શકે તેમ નથી. આથી ભારતમાં લોકડાઉન ક્યાં સુધી ચાલશે...? ક્યારે કોરોનાથી મુક્ત થશું તેવી ચિંતા આજે દેશના પ્રત્યેક નાગરિકોમાં પ્રવર્તી રહી છે.

ઈતિહાસ સાક્ષી છે કે, અગાઉ અનેક કુદરતી આપત્તિઓ આવી છે અને તેમાંથી માનવે તેનો ઉપાય શોધીને, આપત્તિનો સામનો કરીને તેમાંથી વિશ્વ બહાર આવ્યું જ છે, પણ આ વખતની વિશ્વ વ્યાપી આફતે અગાઉ ક્યારેય નહોતી થઈ તેટલી જીવહાનિ કરી છે અને હજી અટકવાનું નામ લેતી નથી...!

આમ છતાં કોઈ પણ વ્યક્તિએ નિરાશ કે હતાશ થઈ વધુ ચિંતાગ્રસ્ત થવાની જરૃર નથી, કારણ કે અંતે માનવશક્તિનો વિજય થવાનો છે. જે વિજ્ઞાનની શોધ માનવે કરી છે તે જ માનવીની બુદ્ધિશક્તિ આ આપત્તિમાંથી સમગ્ર માનવજીવનને ઉગારી લેવા સર્મથ તો છે જ... થોડો વિલંબ અવશ્ય થઈ રહ્યો છે... પણ આગામી બે-એક મહિનામાં સૌ સારાવાના થઈ જશે તે પણ નક્કી જ છે, ત્યાં સુધી સૌએ ધીરજ રાખી, પોઝિટિવ એનર્જી સાથે સ્વયંભૂ રીતે તમામ સાવચેતી રાખવાની અતિ આવશ્યકતા છે અને તો જ કોરોનાનો આખરી ઈલાજ શોધાય ત્યાં સુધી આપણે આપણાં મહામુલા માનવજીવની રક્ષા કરી શકશું...!

બાકી... કોરોનાની વિદાય પછી જીડીપી, બેરોજગારી, મંદી, ભૂખમરો જેવી ગમે તેટલી સમસ્યાઓ સર્જાય... આજનો માનવ ફિનિક્સ પક્ષીની જેમ શૂન્યમાંથી સર્જન કરવાની અદ્ભુત તાકાત ધરાવે છે. તેથી તેની ચિંતા કર્યા વગર વર્તમાન સ્થિતિનો સામનો કરવામાં જ સ્વકેન્દ્રીત થવાની જરૃર છે.

ફોટો સમાચાર

રાશી પરથી ફળ

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

વ્યવસાય યા અન્ય બાબતો માટે કોઈ મદદ ઉપયોગી અને ફળદાયી નીવડશે. સ્વજનથી સંવાદિતા રહે. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૯

Capricorn (મકર: ખ-જ)

મનની મુરાદો મનમાં રહેતી લાગે. કુટુંબકલેશ અને અશાંતિથી બચવા જતું કરવું પડશે. શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૭

Aquarius (કુંભ: ગ-શ-સ)

કાર્ય સફળતા અને લાભ મેળવવા વધુ ધીરજ અને શાંતિ રાખી પરિશ્રમકરવો પડશે. સમાધાન કરી શકશો. શુભ રંગઃ મરૃન - શુભ અંકઃ ૬-૩

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

લાગણીઓ અને અહમને બહુ મહત્ત્વ આપશો તો કેવળ દુઃખ જ મળશે. યાત્રા-પ્રવાસમાં વિલંબ થતો જણાય. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૧-૪

Aries (મેષ: અ-લ-ઈ)

આરોપની કાળજી લેજો. પ્રતિકૂૃળ સમય હશે તો હવે સાનુકૂળ સંજોગો સર્જાતા જણાય. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૪

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના નોકરી યા વ્યવસાયના ક્ષેત્રે કોઈની મદદથી સફળતા કે લાભની તક સર્જાય. મતભેદ ટાળવા. શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૩-૯

Gemini (મિથુન: ક-છ-ધ)

કામનો બોજો વધતો જણાય. સમયનું આયોજન જરૃરી સમજજો. પ્રવાસ - પર્યટનમાં વિઘ્ન જણાય. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૭

Cancer (કર્ક: ડ-હ)

માનસિક અશાંતિ-ચિંતાના ઘેરાયેલા વાદળો વિખેરાતા જણાય. લાભની આશા ઠગારી નિવડે. શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૪-૩

Leo (સિંહ: મ-ટ)

ધાર્યુ ફળ કે લાભ મેળવવા તમારે સુવ્યવસ્થિત અને જાગૃત રહેવું પડે. કૌટુંબિક બાબત હલ થવા પામે. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૮

Virgo (કન્યા: પ-ઠ-ણ)

મનસ્વી અને ઉતાવળા પગલા ન ભરવા સલાહ છે. વિશ્વાસઘાતના પ્રસંગથી બચવું. નાણાભીડ જણાય. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૩

Libra (તુલા: ર-ત)

ખોટા સાહસ અને અજાણ્યા પરનો આંધળો વિશ્વાસ નુકસાનકારક બની શકે. નાણાકીય કાર્ય સફળ થાય. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૮

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપની આર્થિક સ્થિતિને સમતોલ રાખવા તમારે ખર્ચા પર કાબુ રાખવો પડે. આરોગ્ય જાળવી શકશો. શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૨-૮

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે કાર્યબોજ વધારતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન એક કરતા વધારે જવાબદારીઓ આપના શિરે આવી શકે છે. વ્યાપાર-ધંધા-વ્યવસાયના કાર્યો ઉપરાંત કૌટુંબિક પડતર પ્રશ્નો પૂરા કરવા માટે દબાણ સહન કરવું પડી શકે છે, જેથી માનસિક તાણ તથા બોજનો અનુભવ થાય. નાણાકીય વૃદ્ધિનો માર્ગ મોકળો થાય. આકસ્મિક ધનલાભની શક્યતા પણ નકારી ન શકાય. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. જીવનસાથી સાથે મતભેદ દૂર કરી શકશો. શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. તા. રપ થી ર૮ કાર્યબોજ રહે. તા. ર૯ થી ૩૧ સારી.

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે મિલન-મુલાકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન કોઈ મહત્ત્વની કે વગદાર વ્યક્તિ સાથેની આપની મુલાકાત આપના ભવિષ્યના નિર્માણ માટે મહત્ત્વની સાબિત થાય. નોકરી-ધંધા-વ્યવસાય બાબતે આપ આપની બુદ્ધિ અને કૌશલ્યથી ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો. કૌટુંબિક સંબંધોમાં આપની લાગણીઓ ઉપર કાબૂ રાખવો. દિલની જગ્યાએ દિમાગથી કામ લેશો તો સફળતા મેળવી શકશો. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર મેળવી શકશો. તા. રપ થી ર૮ સારી. તા. ર૯ થી ૩૧ મિલન-મુલાકાત.

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે આર્થિક આયોજનની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આવકની સામે જાવકનું પ્રમાણ સવિશેષ રહેવાના કારણે આપની નાણાકીય સ્થિતિ તંગ રહેવા પામે. નિશ્ચિત આયોજન સાથે આગળ વધશો તો લાભદાયી રહેશે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે યશ-કીર્તિ પ્રાપ્ત થાય. આપના કાર્યોને વખાણવામાં આવે. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહેવા પામે. શારીરિક તથા માનસિક સ્વસ્થતાનો અનુભવ થાય. કૌટુંબિક ક્ષેત્રે માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે તેમ જણાય છે. તા. રપ થી ર૮ સારી. તા. ર૯ થી ૩૧ નાણાભીડ.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે આત્મવિશ્વાસ સભર સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપની મહેનત તથા કુનેહથી સફળતા પ્રાપ્ત કરી શકશો. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે ધીમી ગતિએ પણ મક્કમ પ્રગતિ સાધી શકશો. જમીન-મકાન-મિલકતને લગતી બાબતોમાં સમાધાનકારી વલણ અપનાવવાથી લાભ થાય. સ્વાસ્થ્યમાં સુધારો આવતો જોવા મળે. દાંપત્યજીવનમાં સુમેરભર્યું વાતાવરણ જોવા મળે. વાણી અને વર્તનને કાબૂમાં રાખશો તો ફાયદામાં રહેશો તથા આવનારી સમસ્યાને ટાળી શકશો. તા. રપ થી ર૮ લાભદાયી. તા. ર૯ થી ૩૧ મિશ્ર.

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે વ્યાવસાયિક દૃષ્ટિએ મહત્ત્વનો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને આપના વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે પ્રગતિકારક મહત્ત્વની તકો પ્રાપ્ત થતી જણાય. નાણાકીય સ્થિતિ સદ્ધર બનતા રાહત અનુભવી શકશો. સામાજિક ક્ષેત્રે મહત્ત્વની વ્યક્તિ સાથેની મિલન-મુલાકાત લાભદાયી સાબિત થાય. મહત્ત્વના સંબંધો ઉપયોગી સાબિત થાય. ઘર-પરિવાર ક્ષેત્રે સમય થોડો નબળો પૂરવાર થાય. ભાઈ-ભાંડુ સાથે બોલાચાલી કે વાદ-વિવાદ થઈ શકે છે. સંયમ તથા શાંતિથી વ્યવહાર કરવો સલાહભર્યો રહેશે. તા. રપ થી ર૮ લાભદાયી. તા. ર૯ થી ૩૧ મિશ્ર.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે તડકા-છાંયા જેવી મિશ્ર પરિસ્થિતિનો અનુભવ કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને થોડી હાનિકારક ઘટનાઓનો સામનો કરવો પડી શકે છે. પડવા-વાગવાથી સંભાળવું. કૌટુંબિક ક્ષેત્રે નાના-મોટા વિખવાદ રહ્યા કરે. સ્થિતિમાં મંદગતિએ સુધાર જોવા મળે. માનસિક સ્વસ્થતા પરત મેળવી શકશો. નોકરી-ધંધા-વ્યવસાયમાં મન પરોવીને મહેનત કરશો. આર્થિક-આધ્યાત્મિક બાબતો પ્રત્યે રૃચિમાં વધારો થતો જણાય. વ્યાપાર-ધંધામાં નોંધપાત્ર લાભ મળે. નાણાકીય સ્થિતિમાં સ્થિરતા જોવા મળે. તા. રપ થી ર૮ મિશ્ર. તા. ર૯ થી ૩૧ સામાન્ય.

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે નવી રાહ, નવી દિશા સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને નવી તકો મળે અને નવિન વિચાર, યોજના, કાર્યો અમલમાં મૂકી શકશો. રાજકીય ક્ષેત્રે સંકળાયેલ જાતકોએ સંભાળવું. વિદ્યાર્થીઓને મહેનતનું ફળ આશા મુજબનું મળે. સંતાન બાબતેના પ્રશ્નોનું સમાધાન મળી રહે. વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં અણધારી મુસિબત જણાય. નાણાકીય ભીડ રહે. શત્રુ વિરોધીઓ પ્રબળ જણાય. સ્વાસ્થ્ય બાબતે સાચવવું. વાણી ઉપર સંયમ રાખવો. કૌટુંબિક પ્રશ્નો ચિંતા રખાવે. સરકારી કાર્યોમાં રૃકાવટ જણાય. તા. રપ થી ર૮ નવિન કાર્ય થાય. તા. ર૯ થી ૩૧ સાચવવું.

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે ભાગ્યબળ વધારતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને ઓછી મહેનતે વધુ ફળ પ્રાપ્ત થતો જણાય. મહેનતનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. ધંધા-વેપાર ક્ષેત્રે અણધારી તેજી જોવા મળે. નાણાના સ્ત્રોતો ખૂલતા જણાય. તબિયત અંગે ઋતુગત રોગોથી સાવધાની રાખવી. જાહેરજીવન-સામાજિક ક્ષેત્રે વ્યસ્તતાનો અનુભવ થાય. કોર્ટ-કચેરીની બાબતોમાં સમય સાનુકૂળ બની રહે. જીવનસાથી સાથે નાની-મોટી બાબતમાં તકરાર થઈ શકે છે. ક્ષમા કરવાની ભાવના કેળવશો તો ફાયદામાં રહેશો. તા. રપ થી ર૮ શુભ. તા. ર૯ થી ૩૧ વાદ-વિવાદ ટાળવા.

Leo (સિંહ: મ-ટ)

આપના માટે સ્વાસ્થ્યની સંભાળ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય સાથેની બેદરકારી આપના માટે નુક્સાનકારક સાબિત થઈ શકે છે. બહારના ખાન-પાન તથા આહાર-વિહારમાં તકેદારી રાખવી સલાહભરી રહેશે. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે સમય મધ્યમ બની રહે. વ્યાપારી વર્ગ માટે નવી ખરીદી માટે સમય શ્રેષ્ઠ બની રહે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે સંકળાયેલ જાતકોને શત્રુ વિરોધીઓ પર વિજય મેળવી શકશો. સમય પ્રગતિકારક બની રહે. દાંપત્યજીવનમાં પરસ્પર સહકારની ભાવના રહે. તા. રપ થી ર૮ શુભ. તા. ર૯ થી ૩૧ આરોગ્ય સાચવવું.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે આત્મચિંતન કરાવવાવાળો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ભૂતકાળના અનુભવોને વાગોળતા જણાવ, જેના થકી આપ આપના ઉજ્જવળ ભવિષ્યનું સપનું સાકાર કરી શકશો. આપને આપના કાર્યક્ષેત્રે પ્રગતિકારક તકો પ્રાપ્ત થતી જણાય. સામાજિક ક્ષેત્રે હોદ્દા, માન, મોભામાં વૃદ્ધિ થતી જણાય. ઘર-પરિવારના વ્યક્તિઓ સાથે સમય સુખરૃપ પસાર થાય. દાંપત્યજીવનમાં વસંત ખીલતી જણાય. આકસ્મિક ધનલાભ થવાની શક્યતા નકારી ન શકાય. તા. રપ થી ર૮ સુખદ. તા. ર૯ થી ૩૧ સાનુકૂળ.

Libra (તુલા: ર-ત)

તમારા માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યર્થ લડાઈ-ઝઘડાથી દૂર રહેવા અંગત સલાહ છે. ગૃહસ્થજીવનનું વાતાવરણ અજંપાભર્યું રહે. અકારણ આયોજનો સાથે મનભેદ-મતભેદ થતો જણાય. નાણાકીય સ્થિતિ સમતોલ રહેવા પામે. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે લાભની તક સાંપડે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસ અંગે નવી દિશા મળે. નોકરિયાત વર્ગને વધારાની જવાબદારી પોતાના શિરે લેવી પડી શકે છે. સ્વાસ્થ્ય સુધરતું જણાય, જુના રોગોમાંથી મુક્તિ મળતા રાહતનો અનુભવ થાય. તા. રપ થી ર૮ લાભદાયી. તા. ર૯ થી ૩૧ વિવાદ ટાળવા.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે પરિશ્રમ કરાવતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સફળતાના શિખરો સર કરવા માટે આપે તનતોડ મહેનત અને પરિશ્રમ કરવા પડે. આપ જેટલો પરિશ્રમ કરશો તેટલું પરિણામ આપ મેળવી શકશો. દાંપત્યજીવનમાં એકરસતા અને મધૂરતા જળવાઈ રહે, જો કે સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. તેના સ્વાસ્થ્ય બાબતે દોડધામ કરવી પડે. નાણાકીય સ્થિતિ એકંદરે સારી રહે. આવકના સ્ત્રોત અવિરત ચાલું રહે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે મતભેદ થઈ શકે છે. તા. રપ થી ર૮ આનંદદાયી. તા. ર૯ થી ૩૧ કાર્યશીલ.

Opinion Poll

ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ 'કપ્તાન' કોણ..?
કાર્ટૂન

ફોટો ગેલેરી