બ્રેઅકીંગ સમાચાર | દિલ્હી વિધાનસભાની ચૂંટણી વધુને વધુ રસપ્રદ બનતી જાય છે. | મોરબી નજીક અજન્ટા ગ્રુપ કંપનીની બસ ટ્રક સાથે અથડાતા ૩ર મહિલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત. | દિલ્હી એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાના એન્જિનમાં આગ લાગી. તમામ એંસી મુસાફરોનો બચાવ. | ગૃહમંત્રી રાજનાથસિંહની તબિયત લથડતા એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં. | વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-ઓગસ્ટે મુંબઈની મુલાકાતેઃ મુંબઈમાં હાઈએલર્ટ. | અમદાવાદમાં ચાર લાખ રૃપિયાની નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. | શ્રીનગરના પાસે આંતકી હુમલોઃ એક જવાન શહીદ અને બે ઘાયલઃ પૂંછના હમીરપરમાં પાક સેના તરફથી ગોળીબાર. | પંચમહાલના ઈલોલ ગામના સરપંચ વિરૃદ્ધ પૂર્વ સરપંચે અવિશ્વાસની દરખાસ્ત મુકતા સરપંચે પૂર્વ સરપંચ પર હુમલો કરીને નાક કાપી નાખ્યું. | દિલ્હીમાં મોટરમાં પસાર થતાં બે શખ્સો પાસેથી બસ્સો પચ્ચાસ પીસ્તોલ પકડાઈ. | બ્રિટનમાં માંચેસ્ટરથી લંડન મોટરમાં જતાં ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને તેના મિત્રોએ ડ્રાઈવરને ઉંઘ આવી જતાં નડેલા અકસ્માતમાં સામાન્ય ઈજાઃ મોટરમાં ભારે નુકસાન. | વિસાવદર નજીક સિંહ અને સિંહણ વચ્ચે ઝપાઝપી થતાં સિંહનું મૃત્યુ. | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર રોડ પ્રોજેક્ટ માટે આઠ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ. | ૧પ-ઓગસ્ટે રીલીઝ થનારી અજય-કરીનાની ફિલ્મ 'સીંધમ રીટર્ન્સ' ના એક ડાયલોગમાં હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડાઈ હોવાની અલ્હાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ. | રાજસ્થાનમાં ભારે વરસાદથી ત્રીસના મૃત્યુ. | મહારાષ્ટ્રના ગઢચીરોલીમાં એક મહિલાએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર ચપ્પલ ફેંક્યું. | અમેરિકાના ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેતા રોબીન્સને ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી.

વાંચન વિશેષ

અજાયબી સમાન આપુલ ભારતની નવી ઓળખ બનશેઃ

દેશના ટ્રાન્સપોર્ટર તરીકેનું બિરૃદ ધરાવતા ભારતના રેલવે તંત્રએ પૃથ્વી ઉપરનું સ્વર્ગ ગણાતી કાશ્મીર ખીણને વ્યાપક ભારતીય રેલવે નેટવર્ક સાથે જોડવાનો એક મહાત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ રાષ્ટ્રીય પ્રોજેક્ટના ત્રણ તબક્કા પૂરા થઈ ગયા છે અને કાર્યરત પણ થઈ ગયા છે. ૧૧૧ કિ.મી.નું કતરા-બનિહાલ સેક્શન એટલે કે આખરી તબક્કાની અત્યંત કપરી કામગીરી હાલમાં ચાલી રહી છે. આ અનોખા ચિનાબ બ્રીજને આ વિસ્તારમાં આકાર લેતા એક મેગા સ્ટ્રકચર તરીકે ઓળખવામાં આવે છે. જમ્મુના રેસી જિલ્લાથી ૧૧૦ કિ.મી.ના અંતરે આવેલ જમ્મુ અને કાશ્મીરનો આ બ્રીજ ઈજનેરીની અદ્ભુત અજાયબી સમાન છે અને તેનું બાંધકામ કાશ્મીરના લોક ગીતોમાં જેને મૂન રિવર (ચંદ્ર નદી) તરીકે ઓળખવામાં આવે છે તે અદ્ભુત 'ચેનાબ નદી' ઉપર બંધાઈ રહ્યો છે.

આ પ્રોજેક્ટ હેઠળ ઊડી ચેનાબ નદીની આરપાર આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નદી પર પુલ બનાવવા ખૂબ જ આવશ્યક છે. આ જંગી પ્રોજેક્ટ માટે કતરા છેડે બક્કલ સાનુકૂળ સ્થળ છે અને શ્રીનગર છેે કૌરીને મેગા સ્ટ્રકચરના બાંધકામ માટે પસંદ કરવામાં આવ્યું છે. આ પુલ ચિનાબ નદીના નિચાણવાળા ભાગમાં બનાવેલા હાલના સલાલ હાઈડ્રો પાવર ડેમની નજીક આવેલો છે. ચેનાબ બ્રીજ જ્યારે પૂર્ણ થશે ત્યારે તે પૃથ્વી પરનો સૌથી ઊંચો રેલવે બ્રીજ ગણાશે. તે નદીના પટથી ૩પ૯ મીટરની ભારે ઊંચાઈ પર નિર્માણ પામી રહ્યો છે. આ પુલની તુલના કરવી હોય તો તે એફીલ ટાવર (૩ર૪ મીટર) કરતા ૩પ મીટર ઊંચો છે અને કુતુંબ મિનારની ઊંચાઈ કરતા તેની ઊંચાઈ પાંચ ગણી વધારે છે.

આ યુએસબીઆરએલ પ્રોજેક્ટ એ હિમાલયમાંથી પસાર થતી રેલવે લાઈન છે. હિમાલયમાં યુવા પર્વતમાળાઓ છે. ખૂબ જ જટિલ પ્રકારની છે અને ભારે વળાંકો ધરાવતી હોવાથી બ્રીજ બાંધવાનું કામ ખૂબ જ કપરૃ ગણાય છે.

ભારતમાં આ પ્રકારનો પુલ ક્યાંય બંધાયો હોવાનું જોવા મળ્યું નહીં હોવાથી આ પ્રકારનું જંગી માળખું ઊભું કરવા માટે કે તેની ડિઝાઈન તૈયાર કરવા માટે કોઈ સંદર્ભ કોડ પ્રાપ્ત થતો નથી. છેવટે આ પુલનું માળખું દુનિયામાં આવેલા આવા સમાન પ્રકારના પ્રોજેક્ટ્સના અનુભવને આધારે તથા કેટલા પ્રસિદ્ધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો તેમજ કન્સ્ટ્રક્શન એજન્સીઓના અભિપ્રાયો લઈને તૈયાર કરવામાં આવ્યું છે. આઈઆઈટી રૃડકી અને આઈઆઈટી દિલ્હી જેવી દેશની ટોચની સંસ્થાઓ સાથે પરામર્શ કરીને સ્થળ આધારીત વિસ્તૃત સેસ્મિક (ભૂકંપલક્ષી) વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને તે પછી બ્રીજનું મોડલ અને જરૃરી માપદંડ નક્કી કરી બ્રીજની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) સાથે પરામર્શ કરીને આતંકવાદનો સામનો કરી શકાય તેવા પાસા એમાં ઉમેરવામાં અવ્યા છે. પર્વતોના ઢોળાવો મુખ્ય કમાના પાયાને ટેકો પૂરો પાડે છે અને આ ક્ષેત્રના નિષ્ણાતો સાથે ટેકનોલોજિકલ પરામર્શ કરીને પહાડના ઢોળાવોને કમાનનો પાયો રચવા માટે સ્થિરતા આપવામાં આવી છે.

આ પુલની લંબાઈ ૧૩૧પ મીટર છે. ૧૭ પાટા જોડીને આ બ્રીજ તૈયાર કરવામાં આવશે. નદી ઉપરની તેની મુખ્ય કમાન ૪૬૭ મીટરની લંબાઈ ધરાવે છે. જે કોઈપણ બ્રોડગેજ લાઈન ઉપર તૈયાર કરવામાં આવતો સૌથી મોટો વિસ્તાર છે. ભારતે સૌ પ્રથમ વખત આ બ્રીજમાં કોંક્રીટ ભરેલી પોલાદની કમાનોનો મુખ્ય આર્ચ બ્રીજમાં ઉપયોગ કર્યો છે. આના કારણે આ પુલને વધુ ઊંચાઈએ નડતરરૃપ બનતા પરિબળો સામે રક્ષણ પ્રાપ્ત થશે.

મુખ્ય કમાન ગોઠવવાની કામગીરી એક મોટા પડકાર સમાન છે. આ કામગીરીમાં જંગી સ્ટ્રક્ચર (૩ર મેટ્રિક ટન સુધીના) નું શ્રીનગર છેડેથી વિશ્વની સૌથી લાંબી કેબલ ક્રેઈન વ્યવસ્થા મારફતે વહન કરવું પડે તેમ છે. આ ઉપરાંત ખીણના બન્ને છેડે થાંભલા ઊભા કરવાની વ્યવસ્થા કરવાની છે. ક્રેઈનનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ભારે પવનનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં કમાનના આકારને અંસર થઈ શકે તેમ છે, કારણ કે કમાનો ઊંચા-નીચા વિસ્તારમાં સ્થાપિત કરવાની છે. મુખ્ય કમાન ઊભી કરવાની ૭૦ ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે.

રેલવે લાઈન થાંભલાઓને આધારે તૈયાર કરેલી ડેક અને મધ્યસ્થ કમાન ઉપર બિછાવવામાં આવશે. એની ડિઝાઈન એ રીતે કરવામાં આવી છે કે તે કલાકના ૧૦૦ કિ.મી.ના ઝડપે દોડતી ટ્રેનનો પ,૦૦૦ ટનનો કુલ લોડ સહન કરી શકે. આ ડેકની તપાસ માટે સાઈડ ગેલેરીઓ તૈયાર કરવામાં આવી છે. પવનની ગતિને માપવા માટે સેન્ટર પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.

યુએસબીઆરએલ બ્રોડગેજ લાઈન પ્રોજેક્ટના કારણે જમ્મુ અને કાશ્મીરના લોકો માટે એક નવા યુગનો પ્રારંભ થશે અને તેના પરિણામે માનવો અને સામગ્રીના પરિવહન માટે તમામ મોસમમાં નવા દ્વાર ખૂલી જશે. ચેનાબ બ્રીજનું બાંધકામ પૂર્ણ થયા પછી તે કાર્યરત થશે ત્યારે સ્થાનિક લોકો તેમજ નજીકના ગામોમાં વસવાટ કરતા લોકો માટે રોજગારીના નવા દ્વાર ખૂલશે. રેલવે તંત્રએ આ પ્રોજેક્ટને જોડતા એપ્રોચ રોડ બાંધ્યા હોવાના કારણે સામાન્ય રીતે દુર્ગમ ગણાતા આ વિસ્તારમાં વિકાસનો એક નવો પ્રવાહ શરૃ થયો છે. આ રેલવે લાઈનને કારણે આ વિસ્તારના આર્થિક વિકાસને તો વેગ મળશે જ, પણ સાથે સાથે પરિવહન અને પ્રવાસનમાં વધારો થવાની ગણતરી છે. આ પુલના એકંદર વિકાસની કામગીરી રેલવેએ હાથ ધરી હોવાના કારણે લોકોના સ્થળાંતર અને અજંપા જેવી કેટલીક સામાજિક સમસ્યાઓ આ વિસ્તારમાં ઊભી થઈ છે, પરંતુ તેના ઉપાયો જલદી શોધી લેવાશે તેવો વિશ્વાસ છે.

દરેક વિષમ સ્થિતિને જીરવી લે તેવો સોલિડ બ્રીજ

બ્રીજ એ પ્રકારે તૈયાર કરવામાં આવ્યો છે કે, તે ૭ રિક્ટર સ્કેલ અને તેથી વધુ તિવ્રતાના ભૂકંપ સામે પણ ટકી શકે તેમ છે. તે કલાકના ર૬૬ કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન સામે અને માઈનસ ર૦ અંશ સેન્ટીગ્રેડ જેવી થિજવી નાંખે તેવી ઠંડી સામે પણ ટક્કર લઈ શકશે.

ફોટો સમાચાર

રાશી પરથી ફળ

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

દિવસ દરમિયાન આપે ધીરજ અને શાંતિ રાખવી પડે. આવેશ-ઉશ્કેરાટમાં કોઈ નિર્ણય કરવા નહીં. શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૨-૮

Capricorn (મકર: ખ-જ)

સિઝનલ ધંધામાં નવી ઘરાકી આવે. પરદેશના કામમાં સાનુકૂળતા જણાય. આપના કાર્યની પ્રસંશા થાય. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૪

Aquarius (કુંભ: ગ-શ-સ)

દિવસ દરમિયાન આપે આપના રોજિંદા કામમાં વ્યસ્ત રહેવાનું બને. દિવસના આપને વધુ સાનુકૂળતા જણાય. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૮

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

બપોર સુધી કામકાજમાં સાનુકૂળતા રહે, પરંતુ જેમ-જેમદિવસ પસાર થતો જાય તેમ ચિંતા-ઉચાટ જણાય. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૧-૪

Aries (મેષ: અ-લ-ઈ)

હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગના લીધે આપના કામમાં વિલંબ-રૃકાવટ જણાય. દોડધામ-શ્રમમાં વધારો થાય. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૫

Taurus (વૃષભ: બ-વ-ઉ)

માનસિક પરિતાપ-વિચારોની દ્વિધાના લીધે ધાર્યુ કામકાજ કરી શકો નહીં. ઉતાવળ કરવી નહીં. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૩

Gemini (મિથુન: ક-છ-ધ)

સામાજિક-વ્યવહારિક રીતે આપે સાવધાની રાખવી પડે. કામકાજના લીધે વધુ પડતી દોડધામ રહે. શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૫-૯

Cancer (કર્ક: ડ-હ)

સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુંનો સાથ-સહકાર મળી રહે. આપના યશ-પદમાં વધારો થવા પામે. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૭

Leo (સિંહ: મ-ટ)

આપના કામ કરવાને લીધે મિત્રવર્ગની ચિંતામાં વધારો થાય. સંયુક્ત ધંધામાં વાદ-વિવાદથી સંભાળવું પડે. શુભ રંગઃ મોર૫ીંછ - શુભ અંકઃ ૩-૯

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપે કામમાં ઉતાવળ ન કરવી. કામઉકેલાય ખરૃં. સંતાનનો સાથ મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય. શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૮

Libra (તુલા: ર-ત)

રાજકીય-સરકારી કામમાં ઉતાવળ ન કરવી. સાસરા પક્ષ કે મોસાળ પક્ષમાં સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહે. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૭

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કાર્યમાં વ્યસ્ત રહેવાની સાથે મિલન-મુલાકાત પણ થઈ શકે. મહત્ત્વના નિર્ણયમાં ઉતાવળ કરવી. શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૩-૯

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે નવી રાહ, નવી દિશા સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ભવિષ્યના નિર્માણના આયોજનમાં વ્યસ્ત બનતા જણાવ. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે નવી દિશા કે ક્ષેત્રમાં ઝંપલાવી શકો છો. આવકવૃદ્ધિના માર્ગો ખૂલતા જણાય. આપની સુઝબુઝ દ્વારા આપને ધારી સફળતા મળતા આપના ઉત્સાહમાં વધારો થાય. કૌટુંબિક ક્ષેત્રે ભાઈ-ભાંડુ ક્ષેત્રે તકરાર-મતભેદ ઊભા થઈ શકે છે. આરોગ્ય બાબતે પડવા-વાગવાથી સાવધાની રાખવી. વાહન ચલાવવામાં તકેદારી રાખવી. તા. ૩ થી ૬ નવિન કાર્ય થાય. તા. ૭ થી ૯ સફળતાદાયક.

Capricorn (મકર: ખ-જ)

આપના માટે સ્વજનો સાથે સમય પસાર કરાવતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ઘર-પરિવારના સભ્યો અને સ્નેહીજનો સાથે સમય સુખરૃપ પસાર કરી શકશો. માતા-પિતા, વડીલ વર્ગના આશીર્વાદ આપની મનોકામના પૂર્ણ કરી શકશે. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ધીમે ધીમે દૂર થતી જણાય. નાણાકીય સ્થિતિ લથડતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે નાણાકીય બજેટ ખોરવાય. જાહેરજીવન ક્ષેત્રે સમય વ્યસ્તતાપૂર્ણ બની રહે. તા. ૩ થી ૬ સ્વાસ્થ્ય સુધરે. તા. ૭ થી ૯ સારી.

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે આર્થિક આયોજનની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આકસ્મિક ખર્ચાઓને કારણે સ્થિતિ કથળતી જણાય. આપનું મહિનાનું બજેટ હાલક-ડોલક થતું જણાય. બિનજરૃરી ખર્ચ ટાળવો અન્યથા ઉધારીના નાણા લઈ વ્યવહાર ચલાવવો પડી શકે છે. આરોગ્ય સુધરતું જણાય. સાંસારિક જીવનમાં પરિવારજનોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. શત્રુ વિરોધીઓ બળવાન બનતા જણાય. સંયમ તથા શાંતિપૂર્વક વ્યવહાર કરવા સલાહ છે. તા. ૩ થી ૬ નાણાભીડ રહે. તા. ૭ થી ૯ સ્વાસ્થ્ય સુધરે.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે સુખમય સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના સાંસારિક જીવનમાં આનંદ-ઉલ્લાસભર્યું વાતારવણ બની રહે. નાણાનો વ્યય થાય. આવકની સામે ખર્ચનું પ્રમાણ બમણું જોવા મળે. વ્યાપાર-ધંધામાં નવી દિશા થકી આગળ આવી શકશો, જો કે ધાર્યો લાભ મેળવવામાં અડચણોનો સામનો કરવો પડી શકે છે. આપની માનસિક સ્થિતિ પ્રસન્ન રહેવા પામે. અંગત ચિંતા-પરેશાનીમાંથી મુક્તિ મેળવી શકશો. ઘર-પરિવારના સભ્યોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. તા. ૩ થી ૬ ખર્ચ-વ્યય. તા. ૭ થી ૯ આનંદદાયી.

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે સકારાત્મક કાર્યો કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની અંદર એક નવી ઊર્જાનો સંચાર થતો જોવ મળે. આપની કાર્યશૈલીમાં સુખદ બદલાવ આવતો જોવા મળે. અટવાયેલા, અધુરા કાર્યો આગળ વધારી શકશો. વેપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે કોઈ નવું સાહસ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં ધીમો પણ મક્કમ સુધાર આવતો જોઈ શકશો. સ્વાસ્થ્ય બાબતે સમય થોડો નબળો જણાય છે. આહાર-વિહારમાં કાળજી રાખવી સલાહભરી બની રહે. તા. ૩ થી ૬ લાભદાયી. તા. ૭ થી ૯ તબિયત સાચવવી.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે તબિયત સુધારતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના સ્વાસ્થ્યમાં સુધારો આવતો જોવા મળે. શારીરિક તથા માનસિક રીતે આપ સ્વસ્થ અને પ્રફુલ્લીત બનતા જણાવ. આપની કાર્યક્ષમતામાં વધારો થાય. વેપાર-ધંધામાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરી શકશો. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે શત્રુવિરોધીઓથી સાવધ રહેવું. ઘર-પરિવારમાં વાતાવરણ એકંદરે શાંત રહે. ભાઈ-ભાંડુ સાથે કોઈ અણબનાવ કે મનદુઃખ હશે, તો દૂર કરી શકશો. પારિવારિક સંબંધો મજબૂત બનતા જણાય. તા. ૩ થી ૬ સ્વાસ્થ્ય સુધરે, તા. ૭ થી ૯ મધ્યમ.

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે ખર્ચ-ખરીદી કરાવતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ નાણા કમાવા કરતા આનંદ-પ્રમોદ પાછળ નાણાનો વ્યય કરવાના આયોજનમાં વ્યસ્ત બનશો. સ્નેહીજનો સાથે બગડેલા સંબંધો સુધરતા જણાય. ઘર-પરિવારમાં કોઈ શુભ કે માંગલિક પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય બાબતે સમય નરમ-ગરમ બની રહે, છતાં કોઈ મોટી બીમારીનો યોગ જણાતો નથી. સામાજિક ક્ષેત્રે ઈર્ષાળુ માણસોથી સાવધાન રહેવું. વિદ્યાર્થી વર્ગને વિદ્યાભ્યાસમાં સફળતા પ્રાપ્ત થાય. તા. ૩ થી ૬ મધ્યમ. તા. ૭ થી ૯ ખર્ચ-વ્યય.

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે સંયમપૂર્વક ચાલવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ સામા પવને ચાલતા હોય તેવો અનુભવ થાય. પરિસ્થિતિ કાબૂમા લેવા માટે આપે અથાગ પરિશ્રમ કરવો પડે. વ્યાપાર-ધંધામાં આર્થિક વ્યવહારોમાં આપે સાવધાની રાખવી પડે. કોર્ટ-કચેરી જેવા સરકારી કાર્યોમાં અન્ય વ્યક્તિની મધ્યસ્થી દ્વારા સારૃં પરિણામ આવી શકે છે. જાહેરજીવનમાં વરિષ્ઠ વ્યક્તિઓ સાથે મિલન-મુલાકાત થાય. ધાર્મિક બાબતોમાં આપનું મન ખેંચાય. તા. ૩ થી ૬ સંભાળવું. તા. ૭ થી ૯ સાનુકૂળ.

Leo (સિંહ: મ-ટ)

આપના માટે ઉન્નતિદાયક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને આપના વ્યાપાર-ધંધા-રોજગાર ક્ષેત્રે પ્રગતિકારક-ઉન્નતિકારક તકો પ્રાપ્ત થતી જણાય. જેના કારણે આપ સફળતાના શિખરો સર કરી શકશો. નોકરિયાત વર્ગને ઉચ્ચ અધિકારી તરફથી પ્રોત્સાહન પ્રાપ્ત થાય. જેના કારણે આપનો આત્મવિશ્વાસ દૃઢ બનતો જણાય. આર્થિક સ્થિતિ સુખદ રહેવા પામે. આરોગ્ય બાબતે સમય થોડો નબળો પૂરવાર થાય. ઋતુગત બીમારીઓથી સાવધાની રાખવી. તા. ૩ થી ૬ સાનુકૂળતા. તા. ૭ થી ૯ ઉન્નતિકારક.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે મિશ્ર ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન કૌટુંબિક ક્ષેત્રે વડીલ વર્ગના સ્વાસ્થ્ય અંગે ચિંતા સતાવે. મિત્રોથી લાભ થાય. રોકાયેલા નાણા પરત મળતા રાહતનો અનુભવ થાય. વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી શકશો. આર્થિક દૃષ્ટિએ આપ સક્ષમ અને સુદૃઢ બની શકશો. નોકરિયાત વર્ગને કાર્યાલયમાં પોતાના સહકર્મચારી કે ઉપરી અધિકારી સાથે સંભાળપૂર્વકનું વલણ અપનાવવું. શત્રુ વિરોધીઓથી સાવધાની રાખવી. તા. ૩ થી ૬ નબળી. તા. ૭ થી ૯ સફળતા મળે.

Libra (તુલા: ર-ત)

તમારા માટે મિલન-મુલાકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને સામાજિક, જાહેરજીવન ક્ષેત્રે આપની મુલાકાત કોઈ વગદાર વ્યક્તિ સાથે થાય, જે આપના ભવિષ્યના ઘડતર માટે ઉપયોગી સાબિત થાય. યાત્રા-પ્રવાસ મજાનો પૂરવાર થાય, પણ સાથે સાથે ખર્ચાળ પણ સાબિત થાય. નોકરી-ધંધામાં આપની બુદ્ધિ અને કૌશલ્યથી ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો. કૌટુંબિક સંબંધોમાં આપની લાગણીઓ કાબૂમાં રાખવી. તા. ૩ થી ૬ મિલન-મુલાકાત. તા. ૭ થી ૯ સારી.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે કામનું ભારણ વધારતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વધુ પડતા કાર્યબોજને કારણે આપને માનસિક ત્રસ્તતાનો અનુભવ થાય. આર્થિક સ્થિતિ મજબૂત બનતા ખર્ચાઓને પહોંચી વળવા સક્ષમ બનશો. સામાજિક ક્ષેત્રે ઈજ્જત-આબરૃમાં વધારો થતો જોવા મળે. આપના કાર્યો તથા પ્રયાસોને વખાણવામાં આવે, જો કે તબિયત અંગે કાળજી રાખવી જરૃરી બને. બહારના ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું સલાહભર્યું રહેશે. જમીન-મકાન અંગેના પ્રશ્નોનું નિરાકરણ આવે. તા. ૩ થી ૬ માન-સન્માન મળે. તા. ૭ થી ૯ કાર્યબોજ.

Opinion Poll

ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ 'કપ્તાન' કોણ..?
કાર્ટૂન

ફોટો ગેલેરી