ચિરવિદાય
જામનગરઃ મોટા ગુંદાવાળા સ્વ. કનકરાય ગુલાબચંદ મહેતાના પત્ની તરલાબેન, તે જલ્પા, ફોરમ, ભવ્યના માતા, હિરેનકુમાર, અમરકુમાર, પુર્વીના સાસુ, ધ્રાફાવાળા વનેચંદ નેમચંદ વોરાના પુત્રી તા. ૩ ના અરિહંતશરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૬-૨-૨૬, શુક્રવારે સવારે ૧૦ વાગ્યે મોટા ઉપાશ્રય, ચાંદીબજાર, તથા પ્રાર્થનાસભા સવારે ૧૧ વાગ્યે અમૃતહોલ, અમૃતવાડી, જામનગરમાં રાખવામાં આવી છે.
જામનગરઃ (મૂળ મોટા માંઢા) સ્વ. ગોમીબેન તથા સ્વ.કરમશીભાઈ વજાભાઈ ખીમસિયાના પુત્ર જયંતિલાલ (ઉ.વ.૬૮) તે જ્યોત્સનાબેનના પતિ, વિશાલ, વૈશાલી, દીપાના પિતા, ઉર્વી-વિશાલ, મીરલ નવીનચંદ્ર દોઢિયા (ગજણા), ચિરાગ બિપીનભાઈ હરિયા (સગપર)ના સસરા, સ્વ. મનસુખલાલ, સ્વ. અશોકકુમાર, રંજનબેન નરેન્દ્રભાઈ (સિક્કા), સ્વ. પ્રજ્ઞેશ-નીલમ, નીરવ-લબ્ધિ, બિજલ મનસુખલાલના કાકા, નિશિત-ક્રિષ્ના, આશિષ, સાવનના મોટાબાપા, ત્રિશલા, જશ, હેઝલ, જીનયના દાદા, સ્વ. જયાબેન પાનાચંદ પૂંજા હરિયા (મોડપર-કરાચીવાળા)ના જમાઈ, અનિલાબેન કિશોરભાઈ સુમરિયા (ડબાસંગ), હર્ષિદાબેન નવીનચંદ્ર દોઢિયા (ગજણા), વર્ષાબેન બીપીનભાઈ હરિયા (સગપર)ના વેવાઈ તા. ૩-૨-૨૬ના અરિહંતશરણ પામ્યા છે. સદ્ગતની સાદડી તા. ૫-૨-૨૬ના ગુરૂવારે સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ દરમ્યાન આયંબિલ ભુવન, ઓશવાળ કોલોની, જામનગરમાં રાખવામાં આવી છે.
જામનગર નિવાસી (શિહોરના વતની) ચંદુલાલ મોહનલાલ શાહ પરિવારના પરેશાબેન તથા હરેશભાઈ શાહના પૌત્રવધૂ એકતાબેન હીરવભાઈ શાહ (ઉ.વ.૩૮), તે ધાર્મિના માતા, ચૈતાલી વિરલકુમાર, કરિશ્મા મૌલિકકુમાર, કેવલ, કરણ, આદિના ભાભી, આરતીબેનના જેઠાણી, સ્મિતાબેન, વિરેન્દ્રભાઈની પુત્રી તા. ૩-૨ના અરિહંતશરણ પામ્યા છે. સદ્ગતનું ઉઠમણું તા. ૫-૨ના ગુરૂવારે સવારે ૯:૩૦ વાગ્યે નિર્મલ વસંત વિહાર, લાલવાડી જૈન ઉપાશ્રય, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
ખંભાળીયાઃ (મૂળ ભણગોરના વતની) રજનીશભાઈ દેવરાજભાઈ પીસાવાડિયા (ઉ.વ.૪૯), તે સ્વ. નયનાબેન સુરેશભાઈ ગજ્જર, દક્ષાબેન રાજુભાઈ, રીટાબેન, કિશોરભાઈના ભાઈ, ભાવિન, નેહા, કાવ્યા, જયમના કાકાનું તા. ૨-૨ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૫-૨ના ગુરૂવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન જલારામ મંદિર, ગાયત્રીનગર રોડ, ખંભાળીયામાં રાખવામાં આવ્યું છે.
ખંભાળીયાઃ કાંતિલાલ લાલજીભાઈ વાઘેલા (ઉ.વ.૬૦) તે મધુભાઈ, રમેશભાઈ, રાજેશભાઈ, જીતેન્દ્રભાઈ લાલજીભાઈ વાઘેલાના ભાઈનું અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૫-૨ના ગુરૂવારે સવારે ૧૦ થી ૧૦:૩૦ દરમ્યાન શરણેશ્વર મહાદેવ મંદિર, લુહારશાળ, મહાકાળી હોટલ પાસે, જામખંભાળીયામાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવી છે.
ભાણવડ નિવાસી જગજીવનભાઈ રવજીભાઈ ચોટાઈના પુત્રી પ્રસન્નબેન ચોટાઈ, તે સ્વ. વલ્લભદાસ, સ્વ. મણીલાલ, અમૃતલાલ, સ્વ. રામકુંવરબેન ગોપાલદાસ પોપટ, સ્વ. કાંતાબેન વલ્લભદાસ સૂચક, ગં.સ્વ. નર્મદાબેન રતનશીભાઈ મજીઠીયાના બહેનનું તા. ૩-૨ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૫-૨ના ગુરૂવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન જડેશ્વર મહાદેવ મંદિર, ૫/૪ પટેલ કોલોની, બીએસએનએલ ઓફિસ સામે, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
જામનગર નિવાસી નલીનીબેન (ઉ.વ.૭૦) તે સ્વ. પ્રદિપભાઈ જયસુખભાઈ ઓઝા (નિવૃત્ત કર્મચારી જીઈબી) ના પત્ની, અંકિતા, રિંકુના માતા, સ્વ. ગીરીશભાઈના ભાઈના પત્ની, યજ્ઞેશ મુકુંદરાય ત્રિવેદી (ભાવનગર) ના બહેનનું તા. ૧-૨-૨૬ના અવસાન થયું છે. સદ્ગતનું બંને પક્ષનું બેસણું તા. ૨-૨-૨૬ના સોમવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વરનગર ચોક, જામનગરમાં રાખવામાં આવેલ છે.
જામનગરઃ મુકેશભાઈ નારણદાસ દાણીધારીયા, તે નિસર્ગના પિતા, જમનભાઈ (ગાંધીનગર)ના ભાઈ, સ્વીકાર (શીવા)ના કાકાનું તા. ૩૧ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા (બેસણું) તા. ૧-૨-૨૬, રવિવારના સાંજે ૪ થી ૬ તૃપ્તેશ્વર મહાદેવ મંદિર, જી.ઈ.બી. કોલોની, સિક્કામાં રાખવામાં આવી છે.
અમદાવાદઃ (જામનગરના વતની) અશ્વિનભાઈ બાબુલાલ પારેખ (ઉ.વ.૭૨) (પી.ડબલ્યુ.ડી.-જામનગર) તે હિનાબેનના પતિ, વિધી રિશીત વોરા, સિદ્ધાર્થના પિતા, સ્વ. નલિનકાંત, પ્રવિણચંદ્ર, જગદીશભાઈ, સ્વ. રંજનબેન પારેખ, સ્વ. ડો. ભારતીબેન ડી. શેઠના ભાઈ, સ્વ. ચંપાબેન કેશવાલાલ ધોળકીયાના જમાઈ તા. ૩૦-૧-૨૬ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા. ૨-૨ ના સોમવારે સવારે ૮ થી ૧૦ સેરેનીટી સ્પેસ, વિશ્વાસ સિટી - ૯, જગતપુર રોડ, ગોતા, અમદાવાદમાં રાખવામાં આવ્યું છે.

