બ્રેઅકીંગ સમાચાર | દિલ્હી વિધાનસભાની ચૂંટણી વધુને વધુ રસપ્રદ બનતી જાય છે. | મોરબી નજીક અજન્ટા ગ્રુપ કંપનીની બસ ટ્રક સાથે અથડાતા ૩ર મહિલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત. | દિલ્હી એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાના એન્જિનમાં આગ લાગી. તમામ એંસી મુસાફરોનો બચાવ. | ગૃહમંત્રી રાજનાથસિંહની તબિયત લથડતા એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં. | વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-ઓગસ્ટે મુંબઈની મુલાકાતેઃ મુંબઈમાં હાઈએલર્ટ. | અમદાવાદમાં ચાર લાખ રૃપિયાની નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. | શ્રીનગરના પાસે આંતકી હુમલોઃ એક જવાન શહીદ અને બે ઘાયલઃ પૂંછના હમીરપરમાં પાક સેના તરફથી ગોળીબાર. | પંચમહાલના ઈલોલ ગામના સરપંચ વિરૃદ્ધ પૂર્વ સરપંચે અવિશ્વાસની દરખાસ્ત મુકતા સરપંચે પૂર્વ સરપંચ પર હુમલો કરીને નાક કાપી નાખ્યું. | દિલ્હીમાં મોટરમાં પસાર થતાં બે શખ્સો પાસેથી બસ્સો પચ્ચાસ પીસ્તોલ પકડાઈ. | બ્રિટનમાં માંચેસ્ટરથી લંડન મોટરમાં જતાં ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને તેના મિત્રોએ ડ્રાઈવરને ઉંઘ આવી જતાં નડેલા અકસ્માતમાં સામાન્ય ઈજાઃ મોટરમાં ભારે નુકસાન. | વિસાવદર નજીક સિંહ અને સિંહણ વચ્ચે ઝપાઝપી થતાં સિંહનું મૃત્યુ. | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર રોડ પ્રોજેક્ટ માટે આઠ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ. | ૧પ-ઓગસ્ટે રીલીઝ થનારી અજય-કરીનાની ફિલ્મ 'સીંધમ રીટર્ન્સ' ના એક ડાયલોગમાં હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડાઈ હોવાની અલ્હાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ. | રાજસ્થાનમાં ભારે વરસાદથી ત્રીસના મૃત્યુ. | મહારાષ્ટ્રના ગઢચીરોલીમાં એક મહિલાએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર ચપ્પલ ફેંક્યું. | અમેરિકાના ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેતા રોબીન્સને ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી.

વાંચન વિશેસ ન્યૂ

વર્લ્ડ ઈકોનોમિક ફોરમ મુજબ દરરોજ ૪, ઝેટાબાઈટ ટાટા ઉત્પન્ન થાય છે. એક ઝેટાબાઈટમાં ર૧ શૂન્ય છે. આટલા બલ્કમાં જે ડાટા ઉત્પન્ન થાય છે તેનું કારણ ફક્ત સોશ્યલ મીડિયા સાઈટ્સ, નાણાકીય સંસ્થા, તબીબી સુવિધાઓ, શોપીંગ પ્લેટફોર્મસ, ઓટોમેકર્સ અને અન્ય લોકો દ્વારા બનાવેલા ડેટાને કારણે શક્ય બને છે. આ ૪૪ ઝેટાબાઈટને ખરેખર બહુ મોટા ડેટા તરીકે ગણી શકાય. આ બીગ ડેટાનો શબ્દ ર૦૦૧ માં ડગ લેની દ્વારા બનાવવામાં આવયો હતો. આ મોટા ડેટાની વ્યાખ્યા ૭વી ના સારાંશ દ્વારા કરવામાં આવી છે. ૭વીનું ગુજરાતી નીચે મુજબ થાય છે.

(૧) ડેટાનું પ્રમાણ, (ર) કઈ ગતિ સાથે ડેટા ઉપલબ્ધ છે, (૩) ડેટાની વિવિધતા, (૪) ડેટામાં આવેલા ફેરફાર કે જેમાં કોઈ ફીક્ષ પેટર્ન નથી, (પ) ડેટાની ગુણવત્તા, (૬) ડેટાની વિઝ્યુલાઈ ઝેશન, (૭) ડેટાની કિંમત.

ર૦૧૯ દરમિયાન ૧ મિનિટ એટલે કે ૬૦ સેકન્ડમાં લોરી લેવીસ તથા ચેડ દ્વારા ગ્રાફિક બનાવવામાં આવેલ

જેમાં ફેસબુક ૧ મિલિયન લોગી ઈન થયા હતાં. વોટ્સએપમાં ૧૮.૧ મિલિયન ટેક્ષ મોકલવામાં આવ્યા હતાં. યૂ-ટ્યૂબમાં ૪.પ મિલિયન વીડિયો જોવામાં આવ્યા હતાં. ગુગલ પ્લે તથા એપલ પ્લેસ્ટોરમાં ૩,૯૦,૦૩૦ એપ્સ ડાઉનલોડ થયા હતાં. ઈન્સ્ટાગ્રામમાં ૩,૪૭,રરર સ્કરોલ કરવામાં આવ્યા હતાં. ટ્વિટરમાં ૮૭,પ૦૦ લોકોએ ટ્વિટ કરેલ હતું. ટીન્ડરમાં ૧.૪ મિલિયન સ્વીપ થયેલ હતું. ઈમેલમાં ૧૮૮ ઈમેઈલ મોકલવામાં આવ્યા હતાં. ટ્વીચમાં ૧ મિલિયન વ્યુમર્સે ઉપયોગ કર્યો. મ્યુઝિકમાં ૪૧ મ્યુઝિક સ્ટ્રીમીંગ દ્વારા સબસ્ક્રાઈબ કરવામાં આવ્યું. ઝીફીમાં ૪.૮ મિલિયન ઝીફી પહોંચાડવામાં આવ્યા. ઓનલાઈન ઇં ૯,૯૬,૯પ૬ ખર્ચવામાં આવેલા હતાં. મેસેન્ઝરમાં ૪૧.૬ મિલિયન મેસેઝ મોકલવામાં આવ્યા. સ્નેપડીલમાં ર.૧ મિલિયન સ્નેપ જનરેટ થયા. નેટફ્લિક્સમાં ૬,૯૪,૪૪૪ કલાક જોવામાં આવ્યા. ગુગલમાં ૩.૮ મિલિયન પ્રશ્નો ગોતવામાં આવ્યા.

આપણા મનમાં પહેલો પ્રશ્ન એ થાય કે દરેક મિનિટમાં ડોલર ૯,૯૬,૯પ૬ ઓનલાઈન કેવી રીતે ખર્ચવામાં આવે છે. આ જાણીને આશ્ચર્ય થાય કે આ તમામ ડેટા ઘણી બધી કંપનીઓ દ્વારા સંગ્રહિત કરવામાં આવેલ છે. વધુમાં ઘણા વિશાળ માત્રામાં આપણો ડાટા સાર્વજનિક રૃપે ઉપલબ્ધ છે અને તેમે માનો કે ન માનો પરંતુ અટાલા વિશાળ ડાટાનું વિશ્લેષણ કરવામાં આવે છે અને મોટી કંપનીઓ દ્વારા પોતાની સેવા અને ઉત્પાદન સુધારવા માટે વાપરવામાં આવે છે. આ બધા વિશાળ ડેટા કંપનીઓને ગ્રાહક કેન્દ્રિત બનાવી રહ્યા છે. માર્કેટીંગ કંપની જે અન્ય કંપની આગળ પર્સનલ ડાટા છે તેમને ટારગેટ કરીને પોતાના ગ્રાહકો વધારવામાં અને ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે ડેટાનો ઉપયોગ કરે છે અને પોતાનો માર્કેટીંગ વ્યાપ વધારે છે. તદ્ઉપરાંત ગ્રાહકોનો ટ્રેન્ડ, ગ્રાહકોની જરૃરિયાત અને ગ્રાહકોની ઈચ્છાને સંતોષવા માટે પણ આ ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે. વિશાળ ડેટા એ શિક્ષણ ક્ષેત્રમાં બહું મોટા ફેરફાર લાવ્યા છે. સંશોધનકારો અને પીએચડી કરનાર વ્યક્તિઓ આ મોટા ડેટાને કારણે પોતાના નિષ્કર્ષ ઉપર વધારે સારી રીતે આવી શકે છે. મોટા ડેટાએ મેડિકલ ક્ષેત્રને હવે પછીની જનરેશન કેવી હશે, તથા પોતાના ક્લિનિકલ ક્ષેત્ર માટે અને વધુ સારી હેલ્થ માટેના એનાલીસીસ કરવામાં મદદ કરે છે. આમ જોઈએ તો એકંદરે મોટા ડેટા દરેક ક્ષેત્ર ઉપર બહુ વિશાળ માત્રામાં અસર પાડે છે.

મોટી કંપનીઓ દ્વારા આ મોટા ડેટા અને એના એનાલિટિક્સનો ઘણા સમયથી ઉપયોગ કરવામાં આવે છે અને તેના દ્વારા ગ્રાહકોને પોતાના તરફ કેન્દ્રિત કરવામાં સફળતા મળેલ છે, પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે અને મોટા ડેટા વિશ્લેષણનો ઉપયોગ કરવા માટે અસંખ્ય નાના વ્યવસાયો પણ પોતાના શરૃઆતના સમય માટે આ ડેટાનો ઉપયોગ કરવા લાગ્યા છે. નાના ઉદ્યોગો માટે ડેટા એનેલિટિક્સનો ઉપયોગ કરવા માટેનું સૌથી મોટો પડકાર સંસાધનોનો અભાવ છે. આજે ઘણા ડેટા એનેલિટિક્સ ટૂલ્સ છે જે મફતમાં મળે છે અને પ્રગ્રામિંગના નોલેજ વગર ચલાવી શકાય છે. અત્યારના દિવસો રિસર્ચ સાયન્ટિસને ભાડે લેવા અથવા નોકરી આપવાના દિવસો છે. અત્યારે કેટલાક સારા મોટા ડેટા એનેલિટિક્સ ટૂલ્સ અવેલેબલ છે. જેમ કે મારકેટના ઈતિહાસમાંથી કોઈ ગ્રુપ કે મોડેલ બનાવવામાં આવેલ હોય, ગૂગલ એનાલિટિક્સ, ગૂગલ ફ્યુઝન કોષ્ટક, ઓપન બજારમાંથી જે ચળાઈને નિષ્કર્ષ આવેલ હોય વિગેરે.

હજુ નાના ઉદ્યોગકારો અને વેપારીઓ આ વિશાળ ડેટાના એનાલિસિસનો ઉપયોગ કરતા અચકાય છે. એનું મુખ્ય કારણ છે બજારની સ્પર્ધા, મોટી કંપનીઓ પોતાની સર્વિસ અને ઉત્પાદન સુધારવા માટે આ વિશાળ ડેટાનો ઉપયોગ કરે છે. જો નાના વેપારી અને ઉદ્યોગકારો આ વિશાળ ડેટાનો ઉપયોગ નહિં કરે તો તેઓ ઘણા પાછળ રહી જશે. અત્યારે ડિઝિટાઈજેશનના સમયમાં સમગ્ર વિશ્વ નાનું થતું જાય છે. આ સમયમાં નાના વેપારી/ઉત્પાદકો પોતાના ગ્રાહકો મોટી કંપની સામે ગુમાવી રહ્યા છે. કારણ કે કંપની ડિઝિટથી ગ્રાહકો સાથે પર્સનલ કોન્ટેક્ટ રાખે છે. બીજું કારણ સોશ્યલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ છે. એક નાનો વેપારી ગ્રાહકના જરૃરિયાતને નજર સમક્ષ રાખીને, ગ્રાહકના રસને ધ્યેય બનાવીને મારકેટીંગ ઝુંબેશ ચલાવી શકે છે. કોઈપણ ધંધાની સૌથી મોટી સંપત્તિ ગ્રાહકની માહિતી, ગ્રાહકનો રસ, ગ્રાહકની પ્રાયોરિટી છે તેને નજર સમક્ષ રાખવામાં આવે તો કોઈપણ ધંધામાં સફળતા મળી શકે છે. મર્સર ઓસ્ટ્રેલિયાના પ્રોડક્ટ મેનેજર આર્થર દરાસે તેઓના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે નાના ઉદ્યોગકારો માટે મોટામાં મોટો ફાયદો એ છે કે તેઓ આટલા વિશાળ ડેટા એનાલિસિસ સાથે ઝડપથી પોતાને એડજેસ્ટ કરી શકે છે, કારણ કે તેઓનો એરિયા નાનો છે. જો નાના વેપારી/ઉદ્યોગકાર જો ઝડપી અને સફળ પ્રક્રિયા વિક્સવવામાં સફળ થઈ શકે તો તેઓ માટે મોટી કંપની સાથે સહયોગની બહુ વધારે સંભાવના રહેલી છે.

રોગચાળાના વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ આ વિશાળ ડેટા એનાલિસિસને સફળતાપૂર્વક પોતાના બીઝનેસ મોડલમાં મૂકવાનો પ્રયાસ કરી રહી છે. બીજું એક સ્તર છે આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સ એટલે કે મશીનની સ્કીલ અને આવડત જે નાના ઉદ્યોગકારોને વર્તમાન સમયમાં પોતાના હરિફ સાથે હરિફાઈ કરવાની તક પૂરી પાડે છે. મોટી કંપની મો અત્યારે સૌથી મોટો પડકાર એ છે કે તેઓ ઉપર અત્યારે પોતાના વિશાળ ઉત્પાદનના નિકાસનું દબાણ છે તથા ગ્રાહકની પસંદગી બદલાતી રહે છે તેનો સામનો કરવાનો છે. તેની સામે નાના ઉદ્યોગકારો પોતાના માટે નાની-નાની ટીમ બનાવીને પોતાની જાતને સફળતાપૂર્વક એનેલાટિક પ્રોસેસ સાથે એક્જેસ્ટ કરી શકે છે અને અંતમાં નાના ઉદ્યોગકારો આ બિઝનેસ રેસ જીતી શકે છે. તદ્ઉપરાંત એ પણ શક્યતા રહેલી છે કે જે નાના ઉદ્યોગકારોએ ડેટા એનાલિસિસ ઉપરથી પોતાની જાતને એડજેસ્ટ કરેલ હશે તેની સાથે મોટા ઉદ્યોગકારો સહયોગ કરશે. હવે અત્યારના બદલાતા સમય સાથે તમે આગળ વધવા માંગો છો કે પાછળ રહેવા માંગો છો એ તમારે નિર્ણય કરવાનો છે.

ફોટો સમાચાર

રાશી પરથી ફળ

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા રોજિંદા કામમાં, નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે તે સિવાય અન્યનું કામપણ કરવાનું થાય. શુભ રંગઃ લવંડર - શુભ અંકઃ ૨-૭

Capricorn (મકર: ખ-જ)

કામની પ્રગતિથી-સફળતાથી નોકરી-ધંધાના કામમાં આત્મવિશ્વાસ જળવાય. આનંદ-ઉત્સાહ રહે. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૧

Aquarius (કુંભ: ગ-શ-સ)

નોકરી-ધંધાના કામમાં વ્યસ્ત રહેવાનું બને. વધારાનું કામ કરવું પડે. સ્વાસ્થ્ય બાબતે સંભાળવું. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૪

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

નોકરી-ધંધા - વ્યવસાયના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. જુના-નવા સંબંધો - સંસ્મરણો તાજા થાય. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૮

Aries (મેષ: અ-લ-ઈ)

આજે આપને જવાબદારીવાળા કામમાં વધારો થાય. સંતાન-પરિવારના પ્રશ્નો હળવા બને. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૪-૨

Taurus (વૃષભ: બ-વ-ઉ)

કામના ઉકેલથી સફળતાથી તમારા કામમાં આનંદ રહે. મિલન-મુલાકાત ફળદાયી નીવડે. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૩

Gemini (મિથુન: ક-છ-ધ)

આપ આનંદથી નોકરી-ધંધાનું કામકરી શકો. જુના-નવા સંબંધ-વ્યવહાર સચવાય. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૭

Cancer (કર્ક: ડ-હ)

નુકસાન - વિવાદથી સંભાળવું પડે. નોકરી-ધંધાનું કામ કરવામાં વધુ પડતા વિશ્વાસમાં રહેવું નહીં. શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૩-૫

Leo (સિંહ: મ-ટ)

દેશ-પરદેશના કામકાજમાં સાનુકૂળતા રહે. ઘર-પરિવારના કામથઈ શકે. મિલન-મુલાકાત થાય. શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૪-૬

Virgo (કન્યા: પ-ઠ-ણ)

નોકરી-ધંધાના કામ, સરકારી, રાજકીય કામઅંગે ચર્ચા-વિચારણા થાય. કોઈને મળવા જવાનું થાય. શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૯-૫

Libra (તુલા: ર-ત)

આકસ્મિક કોઈ કામ થાય. મદદ મળી રહે. આવક થાય. નોકરી-ધંધાના સંબંધ-વ્યવહાર સચવાય. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૪

Scorpio (વૃશ્ચિક: ન-ય)

નોકરી-ધંધાના કામમાં, નાણાકીય ખર્ચામાં આજે આપે ધ્યાન આપવું પડે. મિત્રોનો સાથ-સહકાર મળે. શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૯

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે આત્મમંથન કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ભૂતકાળના અનુભવોને વાગોળતા જણાવ અને તેને ધ્યાનમાં રાખીને ભવિષ્યનું આયોજન ગોઠવતા જણાવ. નાની-મોટી મુસાફરી કે પ્રવાસનું આયોજન શક્ય બનતું જણાય. કૌટુંબિક ક્ષેત્રે આનંદભર્યું વાતાવરણ જોવા મળે. વડીલ વર્ગ સાથે મતભેદ હશે તો દૂર થાય. નાણાકીય રીતે સમય નબળો પૂરવાર થાય. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ નાણાનો ખર્ચ કરવા આપ આકર્ષાઈ શકો છો. તા. ર૧ થી ર૪ મધ્યમ. તા. રપ થી ર૭ યાત્રા-પ્રવાસ.

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે શુભ સમાચાર સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ગ્રહો તથા પરિસ્થિતિ આપના પક્ષમાં રહેવા પામે. નવિન કાર્ય શરૃ કરવા માટે સમય શુભ જણાય છે. આર્થિક દૃષ્ટિએ આપ ઘણી સારી સ્થિતિમાં રહેશો. પારિવારિક સંબંધોની બાબતે પણ આપ ધ્યાન કેન્દ્રિત કરશો અને યોગ્ય સાથ -સહકાર પ્રદાન કરશો. કોર્ટ-કચેરીની બાબતે અવરોધો પછી સરળતા મળી શકે. સ્વાસ્થ્ય બાબતે કોઈ મોટી બીમારી ઘર ન કરી જાય તેની સાવચેતી રાખવી આવશ્યક જણાય છે. તા. ર૧ થી ર૪ લાભદાયી. તા. રપ થી ર૭ સ્વાસ્થ્ય સાચવવું.

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે સ્વાસ્થ્ય સુધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન જુના રોગો તથા તકલીફોમાંથી મુક્તિ મળતા માનસિક શાંતિનો અનુભવ થાય. ધંધો-વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે આપની સુઝબુઝ અને લગનના કારણે ધાર્યો લાભ મેળવી શકશો. આર્થિક સ્થિતિ સુધરતા લાંબા સમયથી ચાલી આવતી નાણાભીડનો અંત આવે. ગૃહસ્થ જીવનનું વાતાવરણ ડહોળાઈ શકે છે. વિદ્યાર્થી વર્ગ માટે સમય આત્મચિંતન કરાવનારો બની રહે. વડીલ વર્ગ તથા માતા-પિતા સાથે બોલાચાલી કે ઘર્ષણ ટાળવા. તા. ર૧ થી ર૪ સ્વાસ્થ્ય સુધરે. તા. રપ થી ર૭ મધ્યમ.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે આત્મ વિશ્વાસ સભર સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપની મહેનત તથા કુનેહથી સફળતા પ્રાપ્ત કરી શકશો. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે ધીમી ગતિએ પણ મક્કમ પ્રગતિ સાધી શકશો. જમીન-મકાન-મિલકતને લગતી બાબતોમાં સમાધાનકારી વલણ અપનાવવાથી લાભ થાય. સ્વાસ્થ્યમાં સુધારો આવતો જોવા મળે. જુના રોગો અને તકલીફોમાંથી મુક્તિ મળતા રાહત અનુભવી શકશો. દાંપત્યજીવનમાં એકમેકનો સાથ-સંગાથ મળી રહે. વ્યર્થ વાદ-વિવાદથી દૂર રહેવા સલાહ છે. તા. ર૧ થી ર૪ લાભદાયી. તા. રપ થી ર૭ મિશ્ર.

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે જવાબદારી વધારતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના માટે એક કરતા વધારે જવાબદારીઓ હોવાનો અનુભવ થતો જણાય. વ્યાપાર-વ્યવસાયના કાર્યો ઉપરાંત કૌટુંબિક-પારિવારિક પડતર કાર્યો પૂરા કરવા માટે આપ સજ્જ બનતા જણાવ. માનસિક તાણ તથા બોજનો અનુભવ થાય. નાણાકીય વૃદ્ધિનો માર્ગ મોકળો થતો જણાય. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. જીવનસાથી સાથે મતભેદ દૂર કરી શકશો. પડવા-વાગવાથી કે અકસ્માતથી સાવચેત રહેવું. તા. ર૧ થી ર૪ આનંદદાયી. તા. રપ થી ર૭ જવાબદારી વધે.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે ખર્ચ-ખરીદી કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ નાણાનો ખર્ચ કરવા માટે આપ આકર્ષાઈ શકો છો. આપની માનસિક સ્થિતિ પ્રસન્ન રહેવા પામે. સામાજિક જીવનમાં એકરસતા તથા મધૂરપ જોવા મળે. નાણાકીય સ્થિતિ થોડી નબળી જણાય. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે ઘર્ષણ થઈ શકે છે. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થાય. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો વધારે ગુંચવાતા જણાય. સામાજિક ક્ષેત્રે ધાર્મિક કાર્યમાં સહભાગી બનવું પડે. તા. ર૧ થી ર૪ સારી. તા. રપ થી ર૭ ખર્ચ-વ્યય.

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે તડકા-છાંયા જેવી પરિસ્થિતિનો અનુભવ કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સમય આપના માટે નબળો પૂરવાર થાય. અણધાર્યા અથવા આકસ્મિક ખર્ચાઓને કારણે નક્કર આર્થિક આયોજન જ વિકલ્પ બની રહે. તબિયત સુખાકારી સારી રહે. દાંપત્યજીવનમાં એકમેકનો સાથ-સહકાર મેળવી શકશો. ધાર્મિક કે માંગલિક કાર્યો થકી મનની શાંતિ મેળવવા પ્રયત્ન કરશો. નોકરિયાત વર્ગને સહકર્મચારી તરફથી સહકાર મળતા કાર્યપૂર્તિ થાય. મોજ-શોખ, સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ થાય. તા. ર૧ થી ર૪ સ્વાસ્થ્ય સુધરે. તા. રપ થી ર૭ મધ્યમ.

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે સફળતાદાયક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ભૂતકાળમાં આપે કરેલ મહેનત અને પરિશ્રમ આપના માટે લાભદાયી સાબિત થાય. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સફળતાના નવા શિખર સર કરી શકશો. આપ વધુ પડતા ભાવુક અને લાગણીશીલ બની રહેશો. ગૃહસ્થજીવનમાં નાની-મોટી તકરાર કે વિવાદ થઈ શકે છે. વડીલ વર્ગની તબિયત અંગે ચિંતા ઊભી થાય. યાત્રા-પ્રવાસ કંટાળાજનક તથા ખર્ચાળ પૂરવાર થાય. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થાય. તા. ર૧ થી ર૪ શુભ. તા. રપ થી ર૭ ઠીકઠાક.

Leo (સિંહ: મ-ટ)

આપના માટે યાત્રા-પ્રવાસ કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ધંધાકીય-સામાજિક કે અન્ય કોઈ કારણોસર યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. મિત્રો-સ્વજનો-સ્નેહીનો સાથ-સહકાર મળી રહે. આપના અટવાયેલા કાર્યોને ઉકેલી શકશો. કોઈ ધાર્મિક કાર્ય સંપન્ન થાય. રોકાયેલા કે ફસાયેલા નાણા પરત મળતા આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળે. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સમય સાનુકૂળ બની રહે. સુખ-સમૃદ્ધિના સાધન વસાવી શકશો. સ્વાસ્થ્યમાં ધીમો પણ મક્કમ સુધારો જોવા મળે. તા. ર૧ થી ર૪ યાત્રા-પ્રવાસ. તા. રપ થી ર૭ લાભદાયી.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે સાવચેતીપૂર્વક વ્યવહાર કરવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે ક્રિયાશીલ અને સક્રિય રહેવું આવશ્યક જણાય છે. ગૃહ-ગૃહસ્થીને લગતી બાબતોનો નિકાલ આપસી સમજુતિથી આવી શકે. મિત્રો કે સ્નેહીજનોનો સાથ-સહકાર મેળવી શકશો. આરોગ્ય મધ્યમ રહે. આર્થિક વ્યવહારમાં ખાસ કાળજી રાખવી સલાહભરી રહેશે. સરકારી કે કાનૂનિ કાર્યોમાં સફળતા મળે. શત્રુ વિરોધીઓથી સાવચેત રહેવું. તા. ર૧ થી ર૪ મધ્યમ. તા. રપ થી ર૭ આનંદ-ઉત્સાહ રહે.

Libra (તુલા: ર-ત)

તમારા માટે સામાજિક ક્ષેત્રે માન-સન્માન અપાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને આપના કાર્યોની પ્રશંસા સાંભળવા મળે. ગુમાવેલ નામના પરત મેળવી શકશો. કૌટુંબિક ક્ષેત્રે સભ્યોનો સાથ-સહકાર મેળવી શકશો. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે નક્કર કરેલા ધ્યેય પ્રાપ્ત કરવા માટે વધારે ઉત્સાહ તથા સ્ફૂર્તિથી કામ કરવા પ્રેરાશો. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી-મશીનરી માટે સમય યોગ્ય જણાય છે. નવિન મુલાકાત ભવિષ્યમાં મહત્ત્વની પૂરવાર થાય. તા. ર૧ થી ર૪ સાનુકૂળ. તા. રપ થી ર૭ માન-સન્માન મળે.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે મધ્યમ ફળદાયી સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને સારી તથા નબળી બન્ને પરિસ્થિતિનો અનુભવ કરવો પડી શકે છે. વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સમય નરમ-ગરમ સાબિત થાય. મહત્ત્વના નિર્ણયો લેતી વખતે તકેદારી દાખવવી. ગૃહસ્થજીવનમાં બગડેલા સંબંધો રહે. સ્વાસ્થ્ય સુખાકારી મધ્યમ રહેવા પામે. વડિલોપાર્જિત મિલકતો અંગેના વિવાદનો ઉકેલ લાવી શકશો. નોકરિયાત વર્ગને સહકર્મચારી કે ઉપરી અધિકારીનો સાથ-સહકાર મળતા સફળતા પ્રાપ્ત થાય. તા. ર૧ થી ર૪ સંભાળવું. તા. રપ થી ર૭ પારિવારિક કાર્ય થાય.

Opinion Poll

ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ 'કપ્તાન' કોણ..?
કાર્ટૂન

ફોટો ગેલેરી