બ્રેઅકીંગ સમાચાર | દિલ્હી વિધાનસભાની ચૂંટણી વધુને વધુ રસપ્રદ બનતી જાય છે. | મોરબી નજીક અજન્ટા ગ્રુપ કંપનીની બસ ટ્રક સાથે અથડાતા ૩ર મહિલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત. | દિલ્હી એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાના એન્જિનમાં આગ લાગી. તમામ એંસી મુસાફરોનો બચાવ. | ગૃહમંત્રી રાજનાથસિંહની તબિયત લથડતા એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં. | વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-ઓગસ્ટે મુંબઈની મુલાકાતેઃ મુંબઈમાં હાઈએલર્ટ. | અમદાવાદમાં ચાર લાખ રૃપિયાની નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. | શ્રીનગરના પાસે આંતકી હુમલોઃ એક જવાન શહીદ અને બે ઘાયલઃ પૂંછના હમીરપરમાં પાક સેના તરફથી ગોળીબાર. | પંચમહાલના ઈલોલ ગામના સરપંચ વિરૃદ્ધ પૂર્વ સરપંચે અવિશ્વાસની દરખાસ્ત મુકતા સરપંચે પૂર્વ સરપંચ પર હુમલો કરીને નાક કાપી નાખ્યું. | દિલ્હીમાં મોટરમાં પસાર થતાં બે શખ્સો પાસેથી બસ્સો પચ્ચાસ પીસ્તોલ પકડાઈ. | બ્રિટનમાં માંચેસ્ટરથી લંડન મોટરમાં જતાં ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને તેના મિત્રોએ ડ્રાઈવરને ઉંઘ આવી જતાં નડેલા અકસ્માતમાં સામાન્ય ઈજાઃ મોટરમાં ભારે નુકસાન. | વિસાવદર નજીક સિંહ અને સિંહણ વચ્ચે ઝપાઝપી થતાં સિંહનું મૃત્યુ. | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર રોડ પ્રોજેક્ટ માટે આઠ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ. | ૧પ-ઓગસ્ટે રીલીઝ થનારી અજય-કરીનાની ફિલ્મ 'સીંધમ રીટર્ન્સ' ના એક ડાયલોગમાં હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડાઈ હોવાની અલ્હાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ. | રાજસ્થાનમાં ભારે વરસાદથી ત્રીસના મૃત્યુ. | મહારાષ્ટ્રના ગઢચીરોલીમાં એક મહિલાએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર ચપ્પલ ફેંક્યું. | અમેરિકાના ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેતા રોબીન્સને ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી.

વાર્ષિક લવાજમ યોજના ૨૦૨૪-૨૫

જામનગરના શેખર માધવાણી હોલમાં શનિવારની સાંજે આમંત્રિતો, અગ્રણીઓ, પ્રતિનિધિઓ, વિતરકો, શુભેચ્છકો, નગરજનોની ઉપસ્થિતિમાં હર્ષનાદો વચ્ચે

મેગા ડ્રોમાં રૂ. ૧,૦૦,૦૦૦ રોકડા ઇનામના નશીબવંતા પ્રથમ વિજેતા ડો. ચેતનભાઇ પટેલ

જામનગર તા. ૩૧ઃ 'નોબત' દૈનિકના વાર્ષિક લવાજમ યોજના વર્ષ ૨૦૨૪-૨૫નો મેગા ડ્રો ગત શનિવાર તા. ૨૯-૩-૨૦૨૫ના સાંજે શ્રી શેખર રતિલાલ માધવાણી સ્મૃતિ ટ્રસ્ટના હોલમાં ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. આ શુભ અવસરે સૌપ્રથમ 'નોબત' પરિવાર દ્વારા ઉપસ્થિત આમંત્રિતો, અખબારી વિતરકો, બહારગામથી ખાસ પધારેલા પ્રતિનિધિઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને ત્યારપછી મેગા ડ્રો તેમજ આગામી નવા વર્ષ માટેની યોજનાની જાહેરાત કરવામાં આવી હતી.

હાલારમાં ખૂબ જ લોકપ્રિય અને હાલારીઓના હૈયે વસેલુ 'નોબત' સાંધ્ય દૈનિક ગુજરાત રાજયનું સૌથી પ્રથમ સાંધ્ય દૈનિક છે, જે છેલ્લા સાડા છ દાયકાથી વધુ સમયથી 'સાંજની સોબત' બની ગયું છે. અદ્યતન ટેકનોલોજી અને ઇન્ટરનેટ આધારિત આધુનિકરણ સાથે હવે તો 'નોબત'ના પ્રિન્ટેડ અખબાર ઉપરાંત વિડીયો સમાચાર (યુ ટયુબ ચેનલ), ઇ-પેપર, બ્રેકીંગ ન્યૂઝ અને સોશ્યલ મીડિયા મારફત પણ વાચકો, દર્શકોને અનેકવિધ સેવાઓ પૂરી પાડી રહ્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં વ્યૂઅર્સ ધરાવે છે. 'નોબત'ના વાંચકો પણ પ્રિન્ટેડ અખબાર ઉપરાંત ઇ-પેપરથી પણ વધી રહ્યા છે, જેનું કારણ 'નોબત'ની લોકલક્ષી, વાસ્તવિકતાલક્ષી, નિડર, તટસ્થ અને પારદર્શક નીતિ રહી છે.

'નોબત' પરિવાર હાલારીઓની પ્રત્યેક સમસ્યાઓ, જરૂરિયાતો અને મુશ્કેલીઓને ઉક્ત માધ્યમો દ્વારા વાચા તો આપે જ છે, પરંતુ સામાજિક પ્રસંગે, કૂદરતી આફતો કે મહામારી જેવા પડકારરૂપ સમયે પણ સતત લોકોની પડખે ઉભું રહે છે,

સ્વ. કિરણભાઇ માધવાણીને ભાવાંજલિ

'નોબત'ના વાર્ષિક લવાજમના ડ્રોનો કાર્યક્રમ શરુ થતાં જ પ્રારંભમાં માધવાણી પરિવારના મોવડી અને 'નોબત'ના વડીલ સ્વ. કિરણભાઇ માધવાણીના સંસ્મરણો વાગોળીને બે મિનિટના મૌન સાથે સદ્ગતને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ મેગા ડ્રોના પ્રસંગે મહાનુભાવો, અગ્રણીઓ, આમંત્રિતો, હાલારના બન્ને જિલ્લાઓના 'નોબત'ના પ્રતિનિધિઓ, જામનગર શહેરના અખબારી વિતરકોની ઉપસ્થિતિમાં ડ્રોની પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં વર્ષ ૨૦૨૪-૨૫ના મેગા ડ્રોના નસીબવંતા વિજેતાઓ નિર્ધારિત કરવા માટે ઉપસ્થિત મહાનુભાવો, આમંત્રિતો, અખબારી વિતરકો તથા પ્રતિનિધિઓના હસ્તે લક્કી નંબરોને જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં લવાજમ યોજનાના મેગા ડ્રોના વિવિધ ઇનામોના લક્કી નંબરો જાહેર થયાના સમયે સમગ્ર માધવાણી હોલ તાળીઓના ગડગડાટ અને હાસ્યનાદોથી ગુંજી ઉઠયો હતો.

'નોબત' મેગા ડ્રોમાં આમંત્રિતોની ખાસ ઉપસ્થિતિ

ગુજરાત રાજયના સૌપ્રથમ સાંધ્ય દૈનિક અને હાલારીઓના હદયમાં છેલ્લા સાડા છ દાયકાઓથી અગ્રિમ સ્થાન પામેલા તથા વિશ્વાસનું પ્રતીક બનેલા એવા વર્તમાન પત્ર 'નોબત'ની વાર્ષિક લવાજમ યોજનાના વર્ષ ૨૦૨૪-૨૫ના મેગા ડ્રોમાં આમંત્રિત મહાનુભાવોમાં સર્વ શ્રી જવાહરભાઇ કેશરીયા, ભરતભાઇ મોદી, પત્રકાર ગિરીશભાઇ ગણાત્રા, અશ્વિનભાઇ કનખરા, દર્શનભાઇ ઠક્કર, નવીનભાઇ હિંડોચા, પાર્થભાઇ સુખપરિયા (પત્રકાર),  નિલેશભાઇ પુજારા, હિતેશભાઇ મહેતા, એડવોકેટ વિનોદભાઈ કોટેચા, સુરેશભાઇ જોશી (સીએ), નચિકેતભાઇ જોષી, અશોકભાઇ જાની (પ્રિન્સ), ચિત્રાંગદ્ભાઇ જાની, સંજયભાઇ જાની (પત્રકાર), શશીકાંતભાઇ મશરૂ, નૈમીષભાઇ પુનાતર, કિશોરભાઇ રાજાણી, ધવલભાઇ પાટલીયા, દિપાબેન સોની, હર્ષભાઇ પાટલીયા, પાર્થભાઇ કનખરા, પાર્થભાઇ વોરા, મીતભાઇ મોરઝરીયા, અનિતાબેન સોઢા, નૂરજહાં મહમદ રફીક વિગેરેની ઉપસ્થિતિ રહી હતી.

'નોબત' ડ્રોમાં પ્રથમ ઇનામના ભાગ્યશાળી વિજેતા

'નોબત' દૈનિકના વાર્ષિક લવાજમ યોજના (૨૦૨૪-૨૫)ના મેગા ડ્રોનું પ્રથમ ઇનામ રૂ. ૧,૦૦,૦૦૦ રોકડા માટેના ડ્રોમાં જામનગરના શ્રી ડો. ચેતનભાઇ પટેલ (ગ્રાહક નં. ૦૮૩૪૩) વિજેતા થયા હતા, જયારે  દ્વિતીય ઇનામ રૂ. ૫૧,૦૦૦ના રોકડા માટેના ડ્રોમાં જામનગરના શ્રી વિપુલભાઇ વાઢેર (ગ્રાહક નં. ૦૭૪૬૧) વિજેતા બન્યા હતા અને તૃતીય ઇનામ રૂ. ૨૧,૦૦૦ રોકડા માટે શ્રી પરસોત્તમભાઇ પરમાર (ગ્રાહક નં. ૦૪૭૩) વિજેતા રહ્યાં હતા.

મેગા ડ્રોના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામોના નસીબવંતા વિજેતાઓ ઉપરાંત અન્ય ઇનામો માટેના ડ્રોમાં પણ શહેર અને  બન્ને જિલ્લાના વિજેતા ભાગ્યશાળી ગ્રાહકોના નંબરો જાહેર થયા હતા અને તેઓને કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો સહિતના લોકોએ તાળીઓના ગડગડાટથી શુભેચ્છા પાઠવી હતી.

'નોબત'ના મેગા ડ્રોમાં નિર્ણાયક તરીકેની સેવા

'નોબત' લવાજમ યોજનાના ડ્રોની સમગ્ર પ્રક્રિયા દરમ્યાન નિર્ણાયક તરીકે ભાટીયાના અખબારી પ્રતિનિધિ નિલેશભાઇ કાનાણી, ભાણવડના પ્રતિનિધિ અમિતભાઇ વરૂ તેમજ જામનગરના અખબારી વિતરક કિશોરસિંહ પી. જાડેજાએ પોતાની સેવા આપી હતી. જયારે સમગ્ર ડ્રોના સંચાલનની કામગીરીમાં પત્રકાર સંજયભાઇ જાની, હેમલભાઇ ગુસાણી વિગેરેએ પોતાનો સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમમાં એનાઉન્સર તરીકે પત્રકાર પી. ડી. ત્રિવેદીએ સહયોગ આપ્યો હતો.

'નોબત' વાર્ષિક લવાજમ યોજનાના મેગા ડ્રોની સંપૂર્ણ પ્રક્રિયા-કાર્યવાહી પત્રકાર સંજયભાઇ જાની તથા નરેશભાઇ રાયઠઠ્ઠા, હેમલભાઇ ગુસાણી, ભાવેશભાઇ તન્ના, ભાવિનભાઇ મકવાણા વિગેરેએ ખૂબ જ સરળતાથી સફળતાપૂર્વક પાર પાડી હતી.

'નોબત' મેગા ડ્રોમાં માધવાણી પરિવાર

આ મંગલ અવસરે માધવાણી પરિવાર તથા 'નોબત' સાંધ્ય દૈનિકના તંત્રીશ્રી અને વડીલ શ્રી પ્રદીપભાઇ માધવાણી તેમજ સંજયભાઇ માધવાણી, ચેતનભાઇ માધવાણી, દર્શકભાઇ માધવાણી, નિરવભાઇ માધવાણી, હર્ષભાઇ માધવાણી, ઉત્સવભાઇ માધવાણી, દર્પણભાઇ માધવાણી, જીતભાઇ માધવાણી, જયોતિબેન માધવાણી, કીર્તિબેન માધવાણી, રેખાબેન માધવાણી, શિલ્પાબેન માધવાણી, વૈશાલીબેન માધવાણી અને હિમાનીબેન માધવાણી ઉપસ્થિતિ રહ્યા હતાં.

'નોબત' પરિવારના સદસ્યોની હાજરી

'નોબત' આયોજીત વાર્ષિક લવાજમ યોજના (વર્ષ ૨૦૨૩-૨૪)ના મેગા ડ્રોના ભવ્ય કાર્યક્રમમાં 'નોબત' પરિવારના  સર્વ શ્રી પી. ડી. ત્રિવેદી, ભરતભાઇ રાવલ, જીજ્ઞેશભાઇ માણેક, આદિત્ય વૈદ્ય 'જામનગરી', દિપકભાઇ લાંબા, નિર્મલભાઇ કારીયા, પરેશભાઇ ફલિયા, સુભાષભાઇ વિઠ્ઠલાણી, પરેશભાઇ છાયા, સુરેશભાઇ જોશી,  ભાવેશભાઇ તન્ના, ભરતભાઇ ઘાટલીયા, સંજયસિંહ જાડેજા, હેમલભાઇ ગુસાણી, ધર્મેન્દ્રભાઇ સિસોદીયા, અતુલભાઇ મહેતા,  મામદભાઇ બ્લોચ, ભાવિનભાઇ મકવાણા, રમેશભાઇ રૂપારેલ, નરેશભાઇ રાયઠઠ્ઠા, મનિષભાઇ પંડયા, પુનિતભાઇ પટેલ,  મનસુખભાઇ ગંજેરીયા, દિનેશભાઇ લખતરીયા, મુસાભાઇ બ્લોચ, ઇબ્રાહીમભાઇ બ્લોચ, કૌશિકભાઇ, સુનિલભાઇ ગોસ્વામી, કિરીટભાઇ બારોટ, દિપકભાઇ વારીયા, નિશીતભાઇ શુકલ, ધવલભાઇ લાખાણી, રવિભાઇ જગતીયા, જયોતિષ ઋષિભાઇ શાસ્ત્રી, દિપાબેન સોની, ઇશાબેન જોષી, નચિકેતભાઇ જોશી, સોનલબેન કોટેચા, મિહિરભાઇ રાઠોડ, અમિતભાઇ પરમાર, ભરતભાઇ ચુડાસમા, અફઝલભાઇ, મહેશભાઇ સોલંકી, અરવિંદભાઇ પરમાર, કિશોરભાઇ ઝાલા, જયેશભાઇ કાસ્તા, રોહિતભાઇ બુખાણી વિગેરેની હાજરી રહી હતી.

બહારગામથી ખાસ પધારેલા પ્રેસ પ્રતિનિધિઓ

જામનગરના શ્રી શેખર માધવાણી લાયન્સ કોમ્યુનીટી હોલમાં શનિવારે યોજાયેલા 'નોબત'ની લવાજમ વાર્ષિક યોજનાના મેગા ડ્રોના કાર્યક્રમમાં હાલારના પ્રેસ પ્રતિનિધિશ્રીઓએ ખાસ હાજરી આપી હતી. જેમાં સર્વ શ્રી જગદીશભાઇ દત્તાણી (વાડીનાર), હિરેનભાઇ દત્તાણી (વાડીનાર), નિલેશભાઇ કાનાણી (ભાટીયા) અમિતભાઇ કાનાણી (ભાટીયા), પ્રવિણભાઇ ચાવડા (લાલપુર), સુજલભાઇ ચાવડા (લાલપુર), અમિતભાઇ વરૂ (ભાણવડ),  હિમાંશુભાઇ પંડિત (ખંભાળીયા), દેવ મોરડાવ (મોટી ખાવડી), હરદેવ મોરડાવ (મોટી ખાવડી), મુકેશભાઇ વરિયા (ફલ્લા), વિગેરેની ઉપસ્થિતિ રહી હતી.

જામનગરના અખબારી વિતરકોની હાજરી

'નોબત' વાર્ષિક લવાજમ યોજનાના વર્ષ ૨૦૨૩-૨૪ના મેગા ડ્રોેના કાર્યક્રમમાં જામનગર શહેરના અખબારી વિતરકોમાં સર્વ શ્રી રમેશભાઇ સોલંકી, સલીમભાઇ બ્લોચ, મોહસીનભાઇ બ્લોચ, અક્ષયભાઇ ઓઝા, જીજ્ઞેશભાઇ ભાવસાર, સમીરભાઇ ચોખલીયા, યોગેશભાઇ બુજડ, પ્રદિપભાઇ હેમંતલાલ, અસલમ આરબ, સુરેશભાઇ ખેમાણી, કલ્પેશભાઇ ખત્રી (લીયા), પરસોત્તમભાઇ પરમાર, એજાજભાઇ આરબ, બિપીનભાઇ પરમાર, વિપુલભાઇ વાઢેર, પરિમલભાઇ ભટ્ટ, રિયાઝ ઉંમરભાઇ (બેડી), પરેશભાઇ નથવાણી, રોનકભાઇ નથવાણી, સુરેશભાઇ મહેતા, શૈલેષભાઇ ઓઝા, રાજુભાઇ ખત્રી, મુકેશભાઇ સોલંકી, અંશભાઇ બદીયાણી, કિશોરભાઇ ભોગાયતા, રૂપેશભાઇ પલાણ, સુમિતભાઇ રાઠોડ, હસમુખભાઇ ઓઝા, રોહિતભાઇ વાઢેર, અશોકભાઇ વાઢેર, વિનુભાઇ વાઢેર, હાસમભાઇ શેખ, કિશોરસિંહ જાડેજા, પ્રકાશભાઇ ખાખરીયા, શૈલેષભાઇ પીપરીયા, હિમ્મતભાઇ હરવરા, દિપકભાઇ પરમાર, સુમિતભાઇ ચાવડા, ટી. કે. સોઢા, મુકેશભાઇ જેઠવા, જગદીશભાઇ મકવાણા, પ્રફુલભાઇ કુબાવત, મનિષભાઇ ડોડીયા, સંદીપભાઇ ઓઝા, રમેશભાઇ ગાંધી, રાહુલભાઇ ગાંધી, ગુલમામદભાઇ બ્લોચ, અબ્દુલભાઇ બ્લોચ,યાકુબભાઇ બ્લોચ, ઇસ્માઇલભાઇ બ્લોચ, કીરીટભાઇ ત્રિવેદી, અશ્વિનભાઇ મોદી, નિખિલભાઇ મોદી, ધર્મેન્દ્રભાઇ વાસુ, ઇમરાન સતાર હમીરકા, જાવેદભાઇ ઘાંચી, સંજયભાઇ જોશી, અલારખાભાઇ, કિરીટભાઇ કોઠારી, રાજેશભાઇ સોલંકી, મયુરભાઇ માણેક, નરેશભાઇ નકુમ, સુરેશભાઇ ગજરા, કિશોરભાઇ ગેરીયા, રવિભાઇ અઢીયા, અરવિંદભાઇ ભટ્ટી, દિનેશભાઇ સોઢા, પરેશભાઇ ખત્રી, પ્રવિણભાઇ ગજરા, ભરતભાઇ ગજરા, જગદીશભાઇ ગજરા, હરીશભાઇ ગજરા, કે. ડી. માંડલીયા, દિપકભાઇ કાકુ, જાહીદ અશરફભાઇ, હર્ષદભાઇ પટેલ, જીગરભાઇ દામા, તેજસભાઇ ગજરા, હાર્દિકભાઇ ફલિયા, મુનાફભાઇ બ્લોચ, અહેમદભાઇ શેખ, ધવલભાઇ અઢીયા, જવનભાઇ જોશી, હસમુખ મારાજ, મોહીનભાઇ, ધવલભાઇ અઢીયા, હાર્દિકભાઇ ફલીયા, શબીર હમીદ, મોહિતભાઇ વાકાણી, ગૌરવભાઇ પટેલ, હર્ષદભાઇ પટેલ વિગેરે હાજર રહ્યાં હતા.

મેગા ડ્રોનો બેનીફીટઃ ઇનામોની લ્હાણી 'નોબત'ની વર્ષ ૨૦૨૫-૨૬ની આકર્ષક 'વાર્ષિક લવાજમ યોજના'નું લોન્ચીંગ

ગત વર્ષના પારદર્શક ડ્રોની સાથે-સાથે જ 'નોબત'ની આગામી વર્ષ ૨૦૨૫-૨૬ની ધમાકેદાર આકર્ષક લવાજમ યોજનાનું લોન્ચીંગ પણ કરવામાં આવ્યું હતું. આ લોન્ચીંગ સર્વ શ્રી પાર્થભાઇ સુખપરીયા, દર્શનભાઇ ઠક્કર, ભરતભાઇ મોદી, અશ્વિનભાઇ કનખરા, સહિતના મહાનુભાવો તથા માધવાણી પરિવારના સર્વ શ્રી ચેતનભાઇ માધવાણી, સંજયભાઇ માધવાણી, દર્શકભાઇ માધવાણી, નિરવભાઇ માધવાણી, ઉત્સવભાઇ માધવાણી, હર્ષભાઇ માધવાણી, દર્પણભાઇ માધવાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ વખતેની વાર્ષિક લવાજમ યોજનામાં ઇનામોની જાણે લ્હાણી હોય તેવી જાહેરાતો કરવામાં આવી હતી.

યોજના-એ

'નોબત'ની વાર્ષિક લવાજમ યોજના વર્ષ ૨૦૨૫-૨૬ માટેની વિવિધ ત્રણ યોજનાઓ પૈકીની 'યોજના-એ'માં લવાજમ ભરનાર ગ્રાહકને પાંચ જેટલા ફાયદાઓ પ્રાપ્ત થશે. જેમાં વાર્ષિક લવાજમ રૂ. ૨૧૦૦ ભરનારને આખું વર્ષ 'નોબત'નું વાચન અને સાપ્તાહિક અભિયાન (મેગેઝિન)નું વાચન તથા વર્ષ દરમ્યાન 'નોબત' દ્વારા આયોજીત વિવિધ સ્પર્ધાઓનો લાભ તેમજ શુધ્ધતા અને ગુણવત્તાનું પ્રતીક ડબલ હાથી સુપર ચા (૫૦૦ ગ્રામ અને પ્લાસ્ટિક જાર) ઉપરાંત વાર્ષિક લવાજમ યોજનાના મેગા ડ્રોનો ફાયદો મળશે.

યોજના-બી

'નોબત'ની વાર્ષિક લવાજમ યોજના વર્ષ ૨૦૨૫-૨૬ માટેની વિવિધ ત્રણ યોજનાઓ પૈકીની 'યોજના-બી'માં લવાજમ ભરનાર ગ્રાહકને ચાર જેટલા ફાયદાઓ પ્રાપ્ત થશે. જેમાં વાર્ષિક લવાજમ રૂ. ૧૦૫૦ ભરનારને આખું વર્ષ 'નોબત'નું વાચન અને વર્ષ દરમ્યાન 'નોબત' દ્વારા આયોજીત વિવિધ સ્પર્ધાઓનો લાભ તેમજ શુદ્ધતા અને ગુણવત્તાનું પ્રતીક ડબલ હાથી સુપર ચાર (૫૦૦ ગ્રામ અને પ્લાસ્ટિક જાર) ઉપરાંત વાર્ષિક લવાજમ યોજનાના મેગા ડ્રોનો ફાયદો મળશે.

યોજના-સી

'નોબત'ની વાર્ષિક લવાજમ યોજના વર્ષ ૨૦૨૫-૨૬ માટેની વિવિધ ત્રણ યોજનાઓ પૈકીની 'યોજના-સી'માં લવાજમ ભરનાર ગ્રાહકને ત્રણ જેટલા ફાયદાઓ પ્રાપ્ત થશે. જેમાં વાર્ષિક લવાજમ રૂ. ૯૫૦ ભરનારને આખું વર્ષ 'નોબત'નું વાંચન અને વર્ષ દરમ્યાન 'નોબત' દ્વારા આયોજીત વિવિધ સ્પર્ધાઓનો લાભ તેમજ વાર્ષિક લવાજમ યોજનાના મેગા ડ્રોનો ફાયદો મળશે.

મેગા ડ્રોના મેગા બેનીફીટ

'નોબત'ના વાર્ષિક લવાજમ વર્ષ ૨૦૨૫-૨૬ માટે  બમ્પર રોકડ ઇનામો સાથે મેગા ડ્રો આગામી ઓગષ્ટ-૨૦૨૫ કરવામાં આવશે. જેમાં પ્રથમ ઇનામ રૂ. ૧ લાખ રોકડા (એક ગ્રાહકને), બીજું ઇનામ રૂ. ૫૧,૦૦૦ રોકડા (એક ગ્રાહકને), ત્રીજું ઇનામ રૂ. ૨૧,૦૦૦ રોકડા (એક ગ્રાહકને), ચોથું ઇનામ રૂ. ૧૫,૦૦૦ રોકડા (બે ગ્રાહકોને), પાંચમું ઇનામ રૂ. ૭,૫૦૦ રોકડા (ત્રણ ગ્રાહકોને), છઠ્ઠુ ઇનામ રૂ. ૫,૦૦૦ રોકડા (ચાર ગ્રાહકોને), સાતમું ઇનામ રૂ. ૪,૦૦૦ રોકડા (પાંચ ગ્રાહકોને), આઠમું ઇનામ ૨,૦૦૦ રોકડા (છ ગ્રાહકોને), નવમું ઇનામ રૂ. ૧,૫૦૦ રોકડા (સાત ગ્રાહકોને), દસમું ઇનામ રૂ. ૧,૦૦૦ રોકડા (આઠ ગ્રાહકોને) અને અગિયારમું ઇનામ ગીફટ દર ૧૦૦ દીઠ એક ગ્રાહકને અને ૧૨મું ઇનામ ગીફટ હેમ્પર ૧૦ ગ્રાહક દીઠ એક ગ્રાહકને મળશે. આમ 'નોબત'ની આગામી વર્ષની વાર્ષિક લવાજમ યોજનાના મેગા ડ્રોમાં કુલ રૂ. ૨,૭૭,૦૦૦ના રોકડ ઇનામો ઉપરાંત ગીફટ હેમ્પરોના ઇનામો વિજેતા ગ્રાહકોને આપવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

'નોબત' સાંધ્ય દૈનિકના વર્ષ-૨૦૨૪-૨૫ના રૂ. એક લાખના ઈનામનો મેગા ડ્રો મહાનુભાવો દર્શન ઠક્કર, પાર્થભાઈ સુખપરીયા, ધવલ પાટલીયા અને હિતેશભાઈ મહેતાના હસ્તે તદ્દન પારદર્શક પદ્ધતિથી થયો હતો. પ્રથમ ઈનામના નસીબવંતા વિજેતા ગ્રાહક ડૉ. ચેતનભાઈ પટેલને લાગ્યુ હતું. જેની પાકી પહોંચ ૦૮૩૪૩ છે અને તેના એજન્ટ સુરેશ હકુમત છે. જ્યારે આ જાહેરાત થઈ ત્યારે શેખર માધવાણી હોલ હર્ષનાદ અને તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

'નોબત'ની વર્ષ-૨૦૨૪-૨૫ની વાર્ષિક લવાજમ યોજનાનો મેગા ડ્રો દ્વિતીય યોજનાના રૂ. એકવીસ હજારના ઈનામ માટે મહાનુભાવો ગૌરવ પાટલીયા, હિમાંશુ પંડિત (ખંભાળીયા), મોહિત વાકાણી, હર્ષદ પટેલના હસ્તે થયો હતો. બીજા ઈનામના ભાગ્યશાળી વિજેતા શ્રી વિપુલભાઈ વાઢેર બન્યા હતાં. જેની પાકી પહોંચ ૦૭૪૬૧ હતાં. આ જાહેરાત થઈ ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ તેને તાળીઓના ગડગડાથી વધાવી લીધો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

નોબતના વાર્ષિક લવાજમ ૨૦૨૪-૨૫ની યોજનાના મેગા ડ્રો માં રૂ. ૨૧ હજારના તૃતીય ઈનામનો પારદર્શક ડ્રો મહાનુભાવો સુમીત ચાવડા, દિનેશ ચોખલીયા, રમેશભાઈ હંજરા અને હાર્દિક ફલીયાના હસ્તે થયો હતો. તૃતિય ઈનામના ભાગ્યશાળી વિજેતા શ્રી પરસોત્તમભાઈ પરમાર (ગ્રાહક નં. ૦૪૭૩) રહ્યા હતાં. એનાઉન્સરે આ જાહેરાત કરી ત્યારે પણ તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

'નોબત'ના વાર્ષિક લવાજમના ડ્રોનો કાર્યક્રમ શરૂ થતાં જ પ્રારંભે માધવાણી પરિવારના મોવડી અને નોબતના વડીલ સ્વ. કિરણભાઈ માધવાણીના સંસ્મરણો વાગોળીને બે મિનિટના મૌન સાથે સદ્દગતને ભાવભરી શ્રદ્ધાજલિ અર્પણ કરવામાં આવી હતી.

'નોબત'ના વાર્ષિક લવાજમ મેગા ડ્રો માટે સુંદર સંચાલન નોબત દૈનિકના પીઢ પત્રકાર શ્રી પી.ડી. ત્રિવેદીએ કર્યું હતું.

'નોબત'ની વાર્ષિક લવાજમ યોજનાના પારદર્શક ડ્રો માટે સંજયભાઈ જાની, હેમલભાઈ ગુસાણી અને નરેશ રાયઠઠ્ઠાનો સહયોગ સાંપડ્યો હતો.

'નોબત' લવાજમ યોજનાના ડ્રોની સમગ્ર પ્રક્રિયા દરમ્યાન નિર્ણાયક તરીકે ભાટીયાના અખબારી પ્રતિનિધિ નિલેશભાઇ કાનાણી, ભાણવડના પ્રતિનિધિ અમિતભાઇ વરૂ તેમજ જામનગરના અખબારી વિતરક કિશોરસિંહ પી. જાડેજાએ પોતાની સેવા આપી હતી.

 

નોબત વાર્ષિક લવાજમ યોજના ર૦ર૪-રપ (મેગા ડ્રો)ના ભાગ્યશાળી વિજેતાઓ

 

આમંત્રિતો, એજન્ટો, વિતરકો, પત્રકારો, શુભેચ્છકો, ગ્રાહકો ઉપસ્થિત

શનિવારને ૨૯ માર્ચે જ્યારે નોબતનો વર્ષ ૨૦૨૪-૨૫નો મેગા ડ્રો પારદર્શક રીતે યોજાયો, ત્યારે શેખર માધવાણી હોલ ખચાખચ ભરાઈ ગયો હતો. આ પ્રસંગે આમંત્રિત મહાનુભાવો, એજન્ટો, વિતરકો, પત્રકારો, શુભેચ્છકો અને ગ્રાહકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં અને પારદર્શક ડ્રો દરમિયાન હર્ષનાદ સાથે તાળીઓ ગુંજતી રહી હતી. માધવાણી પરિવારે આમંત્રિતો તથા સર્વે ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

 

ફોટો સમાચાર

રાશી પરથી ફળ

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના કાર્યમાં ઉપરી, સહકાર્યકર, નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે. પરદેશના કામ થવા પામે. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૭

Capricorn (મકર: ખ-જ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા જણાય. અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૪-૯

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની સંયમતા રાખવી. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૬

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના કામમાં હરિફ, ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. વાહન ચલાવવામાં ઉતાવળ કરવી નહીં. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૬

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના કાર્યની સાથે રાજકીય-સરકારી કામકાજ થઈ શકે. આપના અન્યનો સાથ-સહકાર મળી રહે. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૮

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કેર. તબિયતની અસ્વસ્થતા જણાય. વાહનથી સંભાળવું. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : નોકરી-ધંધાના કામ અર્થે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામની મિલન-મુલાકાત થઈ શકે. શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૫-૭

Cancer (કર્ક: ડ-હ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના કામકાજની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી, મિત્રવર્ગના કામની વ્યસ્તતા જણાય. શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૬

Leo (સિંહ: મ-ટ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : સીઝનલ ધંધામાં આપને આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. સંતાનના પ્રશ્ને પરેશાની ઓછી થાય. શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૧-૩

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : રાજકીય-સરકારી કામમાં, કોર્ટ-કચેરીના કામમાં, ખાતાકીય કામમાં, આપને રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૬

Libra (તુલા: ર-ત)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના અગત્યના કામનો ઉકેલ આવવવાથી આનંદ રહે. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૭

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના કાર્યની સાથે પારિવારિક, સામાજિક, વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું થાય. કામનો ઉકેલ આવે. શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૩-૮

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે આકસ્મિક લાભ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને કોઈ આકસ્મિક આર્થિક લાભ થઈ શકે છે. લાંબા સમયનું રોકાણ આ સમયમાં શક્ય બને. અધૂરા રહેલા પારિવારિક કાર્યાે પૂરા કરી શકશો. સ્વજનો સાથે સમય મજાનો પસાર થાય. વાદ-વિવાદ, મતભેદ હશે તો દૂર કરી શકશો. સ્વાસ્થ્ય બાબતે તબીયત નરમ-ગરમ રહેવા પામે. સામાજિક, જાહેર જીવન ક્ષેત્રે સંકળાયેલા જાતકોએ ખાસ સંભાળવું. યાત્રા-પ્રવાસનું આયોજન થાય. તા.૧૯થી રર મિશ્ર, તા.૨૩થી રપ લાભદાયી.

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે પરિશ્રમ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપે ભાગ્ય કરતા પુરૂષાર્થ ઉપર વધારે ધ્યાન આપવું. આપ જેટલી મહેનત કરશો તેટલું ફળ આપને મળશે. દાંપત્યજીવનમાં એકરસતા અને મધુરતા જળવાઈ રહે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. સ્વાસ્થ્ય બાબતે દોડધામ કરવી પડે. નાણાકીય સ્થિતિ એકંદરે સારી રહે. આવકના સ્ત્રોત અવિરત ચાલુ રહે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે મતભેદ-વિવાદ થઈ શકે છે. તા.૧૯થી રર કાર્યશીલ, તા.ર૩થી ર સુખમય.

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે વ્યસ્તતાભર્યું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન જાહેરજીવન, સામાજિક ક્ષેત્રે આપ સક્રિય બનતા જણાવ. નાણાકીય સ્થિતિ સમતોલ રહેવા પામે. મોજ-શોખ, સુખ-સગવડના સાધનો પાછળ વ્યર્થ ખર્ચ કરવા આકર્ષાઈ શકો છો. દાંપત્યજીવનમાં કલેશ-કલહનું વાતાવરણ ન સર્જાય તેની તકેદારી રાખવી આવશ્યક જણાય છે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. વ્યાપાર-ધંધામાં આપે કરેલી મહેનતનું યોગ્ય વળતર મેળવી શકશો. મિત્રોનો સહકાર મળે. તા.૧૯થી રર મિલન-મુલાકાત, તા.ર૩થી રપ વ્યસ્તતા.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે ઉત્સાહવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપનામાં નવો ઉમંગ અને ઉત્સાહ જોવા મળે. ધાર્યા કામ પૂરા કરવા માટે આપ તનતોડ મહેનત અને પરિશ્રમ કરશો તેમજ તેનું શુભ પરિણામ પણ પ્રાપ્ત કરી શકશો. વ્યાવસાયિક ક્ષેત્રે આકસ્મિક લાભ થવાની પૂર્ણ શક્યતા દેખાય છે. આરોગ્ય અંગે ખાનપાનમાં તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી કાર્યની પ્રશંસા સાંભળવા મળે. મિત્રોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. તા.૧૯થી રર મધ્યમ, તા.ર૩થી રપ શુભ ફળદાયી.

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે સમસ્યાઓનું નિરાકરણ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આવનારો સમય આપના માટે શુભ પરિણામ લાવી શકે છે. વ્યાપાર-ધંધામાં મંદીના વાદળો વિખેરાતા જણાય. પરિશ્રમ તથા ભાગ્યનો સાથ મળતા આર્થિક પ્રગતિ શક્ય બને. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી માટે સમય શ્રેષ્ઠ ગણી શકાય. સ્વાસ્થ્ય એકંદરે સારૃં રહેવા પામે. યાત્રા, પ્રયાસ વિલંબમાં પડતા જણાય. દાંપત્યજીવનમાં મધુરતા જળવાઈ રહે. શારીરિક, માનસિક થાક અનુભવાય. તા.૧૯થી રર શુભ, તા.ર૩થી રપ મિશ્ર.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે શાંતિપૂર્વક વ્યવહાર કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની માનસિક સ્થિતિ તંગ બનતી જણાય. ધાર્યાે લાભ અટકતા બેચેનીનો અનુભવ થાય. મહત્ત્વના કાર્યાેમાં નિર્ણય લેતા પહેલા કોઈની સલાહ લેવી હિતાવહ રહેશે. સ્વાસ્થ્ય સુખાકારી ઉત્તમ રહેવા પામે. જાહેર જીવન સાથે સંકળાયેલા જાતકોને માન-સન્માનમાં વધારો થાય, માલ-મિલકત, જમીન-મકાનના ખરીદ-વેચાણમાં સાવધાની રાખવી. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળે. તા.૧૯થી રર આરોગ્ય સુધરે, તા.૨૩થી રપ સાનુકૂળ.

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે ભાગ્યબળ વધારવાનું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન પુરૂષાર્થ કરતા પ્રારંભનું ફળ વધારે મેળવી શકશો. ધંધા, વેપાર ક્ષેત્રે અણધારી તેજી જોવા મળે. નાણાના સ્ત્રોત ખૂલતા જણાય. તબીયત અંગે કફ સંબંધિત રોગોનું ભોગ બનવું પડી શકે છે. જાહેર જીવન ક્ષેત્રના સમારંભોમાં વ્યસ્તતાનો અનુભવ થાય. કોર્ટ-કચેરીની બાબતોમાં સમય સાનુકૂળ બની રહે. જીવનસાથી સાથે નાની નાની બાબતોમાં તકરાર થઈ શકે છે, ક્ષમા કરવાની ભાવના કેળવશો તો ફાયદામાં રહેશો. તા.૧૯થી રર વિવાદ ટાળવા, તા.ર૩થી રપ સારી.

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે માનસિક શાંતિ પરત લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહ સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ આનંદિત અને પ્રફુલ્લિત રહે. આવનારો સમય મોજ-શોખ, ભોગ-વિલાસ પાછળ વ્યતિત કરશો. વધારે પડતા ખર્ચને કારણે નાણાભીડનો અનુભવ થાય. આકસ્મિક ધનલાભ થકી સ્થિતિને પહોંચી વળવા સક્ષમ બનશો. પારિવારિક ક્ષેત્રે વડીલવર્ગ સાથે બોલાચાલી, ઘર્ષણ ટાળવું. કોર્ટ-કચેરી જેવા પ્રશ્નોમાં સમાધાનકારી વલણ અપનાવવું. તા.૧૯થી રર ખર્ચ-ખરીદી, તા.ર૩થી રપ સુખદ.

Leo (સિંહ: મ-ટ)

આપના માટે કાર્યક્ષેત્રે મહત્ત્વનું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ કોઈ નવું સાહસ કે નવી યોજના અમલમાં આવતી જણાય. વ્યાપાર વ્યવસાય ક્ષેત્રે રૂકાવટ કે વિઘ્નો હશે તો દૂર થઈ શકે અને સફળતા મેળવી શકશો. કાર્યપૂર્તિની સાથે સાથે આર્થિક મુંઝવણ પણ હળવી બનશે. સ્વાસ્થ્ય લથડતું જણાય. ઘર-પરિવારમાં શાંતિ તથા સુલેહભર્યું વાતાવરણ અનુભવી શકશો. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે બોલાચાલી ટાળવા. યાત્રા, પ્રવાસ કંટાળાજનક પુરવાર થાય. તા.૧૯થી રર સફળતાદાયક, તા.ર૩થી રપ સ્વાસ્થ્ય સાચવવું.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના અંગત સંબંધો વણસતા જણાય. નાની-નાની વાતમાં વાદ-વિવાદ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. ધીરજ અને સંયમથી વર્તશો તો મહદઅંશે ફાયદામાં રહેશો. નાણાકીય દૃષ્ટિએ સપ્તાહ સારૂ રહે. અપેક્ષા અનુસાર કામ મેળવી શકશો. આરોગ્ય સુખાકારી સારી રહે. વિદ્યાર્થીઓ માટે સમય, આત્મમંથન કરાવવાવાળો બની રહે. શુભ સમયસર સાંભળવા મળે. તા.૧૯થી રર વિવાદ ટાળવા, તા.ર૩થી રપ લાભદાયી.

Libra (તુલા: ર-ત)

તમારા માટે આર્થિક સ્થિતિ સુધારનારૃં સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આવકના નવા સ્ત્રોતો ખુલતા જણાય. આકસ્મિક ધનલાભની પ્રબળ શક્યતા જણાય છે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેતું જણાય. આહાર-વિહારમાં સાવધાની રાખવી જરૂરી જણાય છે. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થશે. સામાજિક-જાહેર જીવન ક્ષેત્રે શત્રુ-વિરોધીઓ હાવિ થતાં જણાય. નોકરિયાત વર્ગને બઢતી-બદલીની ઈચ્છા ફળીભૂત થઈ શકે. વ્યાપાર-ધંધામાં વિકાસ-તેજી જોવા મળે. કૌટુંબિક પ્રશ્નો ઉકેલાતા રાહત રહે. તા.૧૯થી રર ધનલાભ, તા.૨૩થી રપ સંભાળવું.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે તડકા-છાયા જેવી સ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને પરિસ્થિતિમાં ઉતાર-ચઢાવનો અનુભવ થાય. વ્યવસાયિક ક્ષેત્રે સારો એવો લાભ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ નવો ઓર્ડર ટેન્ડર મળી શકે તેમ જણાય છે. ધાર્યાે લાભ મેળવવાની આશા ફળીભૂત થતી જણાય. કૌટુંબિક ક્ષેત્રે ક્લેશ-કલહભર્યું વાતાવરણ રહે. આરોગ્ય બાબતે પડવા-વાગવા અંગે તકેદારી રાખવી. સામાજિક ક્ષેત્રે કોઈ શુભ કાર્યમાં સહભાગી થઈ શકો છો. તા.૧૯થી રર લાભદાયી, તા.૨૩થી રપ વિવાદ.

Opinion Poll

ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ 'કપ્તાન' કોણ..?




કાર્ટૂન


Fatal error: Uncaught Error: Call to undefined function mysql_query() in /home/nobatskynetin/public_html/includes/right_panel.php:87 Stack trace: #0 /home/nobatskynetin/public_html/news_list.php(715): include() #1 {main} thrown in /home/nobatskynetin/public_html/includes/right_panel.php on line 87