બ્રેઅકીંગ સમાચાર | દિલ્હી વિધાનસભાની ચૂંટણી વધુને વધુ રસપ્રદ બનતી જાય છે. | મોરબી નજીક અજન્ટા ગ્રુપ કંપનીની બસ ટ્રક સાથે અથડાતા ૩ર મહિલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત. | દિલ્હી એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાના એન્જિનમાં આગ લાગી. તમામ એંસી મુસાફરોનો બચાવ. | ગૃહમંત્રી રાજનાથસિંહની તબિયત લથડતા એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં. | વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-ઓગસ્ટે મુંબઈની મુલાકાતેઃ મુંબઈમાં હાઈએલર્ટ. | અમદાવાદમાં ચાર લાખ રૃપિયાની નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. | શ્રીનગરના પાસે આંતકી હુમલોઃ એક જવાન શહીદ અને બે ઘાયલઃ પૂંછના હમીરપરમાં પાક સેના તરફથી ગોળીબાર. | પંચમહાલના ઈલોલ ગામના સરપંચ વિરૃદ્ધ પૂર્વ સરપંચે અવિશ્વાસની દરખાસ્ત મુકતા સરપંચે પૂર્વ સરપંચ પર હુમલો કરીને નાક કાપી નાખ્યું. | દિલ્હીમાં મોટરમાં પસાર થતાં બે શખ્સો પાસેથી બસ્સો પચ્ચાસ પીસ્તોલ પકડાઈ. | બ્રિટનમાં માંચેસ્ટરથી લંડન મોટરમાં જતાં ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને તેના મિત્રોએ ડ્રાઈવરને ઉંઘ આવી જતાં નડેલા અકસ્માતમાં સામાન્ય ઈજાઃ મોટરમાં ભારે નુકસાન. | વિસાવદર નજીક સિંહ અને સિંહણ વચ્ચે ઝપાઝપી થતાં સિંહનું મૃત્યુ. | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર રોડ પ્રોજેક્ટ માટે આઠ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ. | ૧પ-ઓગસ્ટે રીલીઝ થનારી અજય-કરીનાની ફિલ્મ 'સીંધમ રીટર્ન્સ' ના એક ડાયલોગમાં હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડાઈ હોવાની અલ્હાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ. | રાજસ્થાનમાં ભારે વરસાદથી ત્રીસના મૃત્યુ. | મહારાષ્ટ્રના ગઢચીરોલીમાં એક મહિલાએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર ચપ્પલ ફેંક્યું. | અમેરિકાના ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેતા રોબીન્સને ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી.

સંક્ષિપ્ત સમાચાર

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ૩.૩ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો
ગાંધીનગર તા. ૨૨ : વિજય રૂપાણી સરકાર દ્વારા હાલની પરિસ્થિતિ અનુરૂપ કોલેજના વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય:કોલેજમાં સ્નાતકના ૨ - ૪ અને ૬ સેમેસ્ટરના નવ લાખથી વધુ વિદ્યાર્થીઓને મેરિટના આધારે માસ પ્રમોશન આપશે. સ્નાતક કક્ષાના મેડીકલ-પેરામેડીકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે માસ પ્રમોશનની જાહેરાત ઇન્ટરમિડીયેટ સેમિસ્ટર ૨ -૪ અને જ્યાં સેમેસ્ટર-૬ ઇન્ટરમિડીયેટ હોય તેવા વિદ્યાર્થીઓને મળશે મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનનો લાભ ૫૦ ટકા ગુણ આંતરિક મુલ્યાંકન અને ૫૦ ટકા ગુણ અગાઉના સેમિસ્ટરના આધારે અપાશે.
નિષ્ણાતોના સૂચનોને કેન્દ્ર સરકારે મંજૂરી આપી

જામનગર તા. ૧૮ : આખી રાત અંદાજીત ૪૦ થી ૫૦ કિ.મી. ની ઝડપે શહેરમાં સામાન્ય વરસાદી છાંટા સાથે રહયો. સવારે ૭ વાગ્યે રિપોર્ટ મુજબ હાલ અમરેલી અને ભાવનગર જિલ્લામાં અંદાજીત ૧૫૦ ની ઝડપે વરસાદ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે.

શહેરની મળતી માહિતી મુજબ જામનગર શહેરમાં આખી રાત્રિ દરમ્યાન અંદાજીત ૯ જેટલા ઝાડ તૂટયાં છે, આ સિવાયની અન્ય કોઈ ગંભીર નુકસાની થઈ નથી.

શહેરમાં અત્યારે ઉત્તર પૂર્વ દિશામાંથી અંદાજીત ૪૦ થી ૫૦ કિ.મી ની ઝડપે પવન ફૂંકાય રહ્યો છે.

ઓપેરા હાઉસ સાત મહિના પછી ખૂલ્યું
૧૧૯ લોકોના મૃત્યુ પછી પેલેસ્ટિનીઓની હિઝરત

ફોટો સમાચાર

રાશી પરથી ફળ

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

સમસ્યાના જાળામાંથી બહાર આવી શકશો. સ્નેહી-મિત્રથી મિલન-મુલાકાત થાય. પ્રવાસ થવા પામે. શુભ રંગઃ મરૃન - શુભ અંકઃ ૨-૮

Capricorn (મકર: ખ-જ)

આપના પ્રયત્નોનું ફળ મેળવી શકશો. તબિયત અંગે અસાવધાની ન રાખવી. યાત્રા-પ્રવાસ થાય. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૭

Aquarius (કુંભ: ગ-શ-સ)

નાણાભીડનો ઉકેલ મળે. ચિંતાના વાદળ વિખેરાય. ગૃહજીવનમાં પ્રસન્નતા રહેવા પામે. કાર્યક્ષેત્રે સાનુકૂળતા જણાય. શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૨-૫

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કાર્યમાં સફળતા મેળવી શકશો. માનસિક તાણ-ચિંતા દૂર થવા પામે. ખર્ચનું પ્રમાણ વધતું જણાય. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૮

Aries (મેષ: અ-લ-ઈ)

આપની મનની મુરાદ મનમાં રહેતી લાગે. ચિંતા-ઉદ્વેગના પ્રસંગ બને. ખર્ચ-વ્યય વધતા જણાય. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૪-૧

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના નોકરી-ધંધા - વ્યવસાયની વ્યસ્તતા વધે. ફળ વિલંબિત થાય. વિવાદથી દૂર રહેજો. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૬

Gemini (મિથુન: ક-છ-ધ)

મહત્ત્વની સમસ્યાનો ઉકેલ આવતો લાગે. ગૃહ-વિવાદ અટકાવજો. તબિયત બાબતે સાચવજો. શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૯-૩

Cancer (કર્ક: ડ-હ)

ધીમે-ધીમે સાનુકૂળતા સર્જાય. વિઘ્નને પાર કરી શકશો. વધુ પ્રયત્નો જરૃરી બની રહે. કાર્યક્ષેત્રે મધ્યમ સમય રહે. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૩-૬

Leo (સિંહ: મ-ટ)

આગમચેતી-જાગૃતિ રાખવી જરૃરી બની રહે. એકંદરે આગળ વધજો. અગત્યના કાર્યો પાર પાડવામાં વિઘ્ન જણાય. શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૪-૫

Virgo (કન્યા: પ-ઠ-ણ)

લાભની તક સરી પડતી લાગે. વ્યવસાયિક ટેન્શન જણાય. તબિયત સુધરતી લાગે. શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૮

Libra (તુલા: ર-ત)

ધીરજની કસોટી થતી લાગે. નાણાકીય તંગી જણાય. ગૃહ જીવનના પ્રશ્નો ઉકેલી શકશો. શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૩-૧

Scorpio (વૃશ્ચિક: ન-ય)

માનસિક ચિંતા દૂર થતી જણાય. આરોગ્યમાં સુધાર આવતો જણાય. ખર્ચ-ખરીદીનો પ્રસંગ બની રહે. શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૯

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે મહેનતનું મીઠું ફળ અપાવતો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની આર્થિક સ્થિતિ કથળતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે મહિનાનું બજેટ હાલક-ડોલક થતું જણાય. બિનજરુરી ખર્ચ ટાળવો. અન્યથા ઉછીના નાણા લઈ વ્યવહાર ચલાવવો પડે. આરોગ્યમાં સુધાર આવતો જણાય. સાંસારિક જીવનમાં પરિવારજનોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે સંબંધો સુધરે. તા. ૧૪ થી ૧૭ નાણાભીડ. તા. ૧૮ થી ૨૦ સ્વાસ્થ્ય સુધરે.

Capricorn (મકર: ખ-જ)

આપના માટે મિલન-મુલાકાત કરાવનાર સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન કોઈ નવી અને મહત્ત્વની વ્યક્તિ સાથે મુલાકાતથી આપના વ્યાપારિક સંબંધો મજબૂત કરી શકશો. યાત્રા-પ્રવાસ મજાનો પૂરવાર થાય પણ સાથે સાથે ખર્ચાળ પણ સાબિત થાય. નોકરી-ધંધામાં આપની બુદ્ધિ અને કૌશલ્યથી ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો. કૌટુંબિક સંબંધોમાં આપની લાગણીઓ ઉપર કાબૂ રાખવો. દિલની જગ્યાએ દિમાગથી કામ લેશો તો સફળતા મેળવી શકશો. તા. ૧૪ થી ૧૭ સારી. તા. ૧૮ થી ૨૦ મિલન-મુલાકાત.

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે નાણાભીડ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની આર્થિક સ્થિતિ તંગ બનતી જણાય. વધારાના ખર્ચ ઉપર કાબૂ રાખવો જરૃરી બની શકે. નિશ્ચિત આયોજનથી કામ લેશો તો ફાયદામાં રહેશો. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે યશ-કીર્તિ પ્રાપ્ત કરી શકશો. આપના કરેલા કાર્યોને વખાણવામાં આવે. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહેવા પામે. શારીરિક તથા માનસિક સ્વાસ્થ્યતાનો અનુભવ થાય. કૌટુંબિક ક્ષેત્રે માંગલિક પ્રસંગનું આયોજન થાય. તા. ૧૪ થી ૧૭ નાણાભીડ. તા. ૧૮ થી ૨૦ સામાન્ય.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે વાદ-વિવાદ ટાળવાની સલાહ આપતુંં સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના મહત્ત્વના કે અંગત સંબંધો વણસતા જણાય. નાની-નાની વાતમાં વાદ-વિવાદ મોટું સ્વરૃપ ધારણ ન કરે તેની તકેદારી રાખવી. આપ ધીરજ અને સંયમથી વર્તશો તો મહદ્અંશે ફાયદામાં રહેશો. નાણાકીય દૃષ્ટિએ સપ્તાહ સારૃં રહે. અપેક્ષા અનુસાર કામ મેળવી શકશો. આરોગ્ય સુખાકારી સારી રહે. સંતાન તરફથી શુભ સમાચાર સાંભળવા મળે. વિદ્યાર્થીવર્ગને સફળતા મળે. તા. ૧૪ થી ૧૭ વાદ-વિવાદ ટાળવા. તા. ૧૮ થી ૨૦ મધ્યમ.

Aries (મેષ: અ-લ-ઈ)

આ૫ના માટે શુભ સમાચાર સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ગ્રહો તથા પરિસ્થિતિ આપના પક્ષમાં રહેવા પામે. નવિન કાર્ય શરૃ કરવા માટે સમય શુભ જણાય છે. આર્થિક દૃષ્ટિએ આપ ઘણી સારી સ્થિતિમાં રહેશો. પારિવારિક સંબંધોની બાબતે આપ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. સામાજિક ક્ષેત્રે આપ કોઈ ષડયંત્રનો ભોગ બની શકો છો. સંતાન તરફથી શુભ સમાચાર મળે. દામ્પત્ય જીવનમાં નાની-મોટી ચકમક ઝરી શકે છે. તા. ૧૪ થી૧૭ મિશ્ર. તા. ૧૮ થી ૨૦ શુભ સમાચાર મળે.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે તબિયતની કાળજી માંગતુ સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ દિવસો દરમિયાન સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ન રાખવી. વર્તમાન પરિસ્થિતિને અનુરુપ આહાર-વિહારમાં ધ્યાન રાખવું. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે તેજીના દર્શન થાય. આવકના સ્ત્રોતોમાં વધારો થતાં મહ્દઅંશે નાણાભીડ દૂર થાય. નવા કોલ-કરાર-પ્રોજેક્ટ મળી શકે. ગૃહસ્થ જીવનમાં જીવનસાથી સાથે મતભેદ-બોલાચાલી ટાળવી. ક્ષમા કરવાની ભાવના કેળવશો તો ફાયદામાં રહેશો. યાત્રા-પ્રવાસ અંગે પ્રતિકૂળતા રહે. તા. ૧૪ થી ૧૭ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૧૮ થી ૨૦ લાભદાયી.

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે પ્રવાસ-મુસાફરી કરવાતું સપ્તાહ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપે નાની-મોટી મુસાફરી-પ્રવાસ કરવા અંગે સાનુકૂળતા રહેતી જણાય. ચિંતા-પરેશાનીનો ભાર હળવો થતો જણાય. વેપાર-ધંધા, રોજગાર ક્ષેત્રનું સાહસ કે નવી ખરીદી થઈ શકે છે. આર્થિક ક્ષેત્રે મહત્ત્વના ફેરફારો શક્ય બને. જો કે, સ્વાસ્થ્ય બાબતે સંભાળ રાખવી જરૃરી બને. આહાર-વિહારમાં તકેદારી રાખવી ઈચ્છનીય બની રહેશે. વિવાદિત બાબતોમાં સમાધાનકારી વલણ અપનાવવું હિતાવહ રહેશે. તા. ૧૪ થી ૧૭ સાનુકૂળતા. તા. ૧૮ થી ૨૦ યાત્રા-પ્રવાસ.

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે સફળતા દાયક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન આપે કરેલ પ્રયત્નો-પરિશ્રમનું મીઠું ફળ ચાખવા મળે. પરિસ્થિતિમાં બદલાવ આવતાં અધુરા કાર્યો આગળ વધતાં જણાય. વ્યાવસાયિક ક્ષેત્રે મહત્ત્વના કાર્યો પૂર્ણ થતાં જણાય. ઘર-પરિવાર બાબતે માતા-પિતા-સ્ત્રીવર્ગ સાથે ઘર્ષણ થઈ શકે છે. વાણી પર નિયંત્રણ રાખવું આવશ્યક તથા અનિવાર્ય બને. સંંતાન બાબતે ચિંતા રહે. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ-વિરોધીઓ નબળા પડતાં જણાય. તા. ૧૪ થી ૧૭ મિશ્ર. તા. ૧૮ થી ૨૦ સફળતાદાયક.

Leo (સિંહ: મ-ટ)

આપના માટે વ્યસ્તતા વધારતું સપ્તાહ શરૃ થ ગયું છે. આ સમયમાં જવાબદારીઓનો બોજ વધતો જણાય. અનેકવિધ પ્રવૃત્તિઓમાં શામિલ થવું પડે. જેના કારણે શારીરિક તથા માનસિક થાકનો અનુભવ થાય. આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળે. નાનો-મોટો આકસ્મિક લાભ પણ થઈ શકે. જમીન-મકાન-મિલકતને લગતી બાબતોમાં ઉતાવળથી કામ ન કરવું. યાત્રા-પ્રવાસ આનંદદાયી પરંતુ ખર્ચાળ સાબિત થાય. આરોગ્ય ક્ષેત્રે આ સમય નરમ-ગરમ પૂરવાર થાય. પેટ સંબંધિત રોગથી સાવધાન રહેવું. મિત્રથી લાભ. તા. ૧૪ થી ૧૭ યાત્રા પ્રવાસ. તા. ૧૮ થી ૨૦ વ્યસ્તતા.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે મધ્યમ ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસોમાં શત્રુ-વિરોધીઓ હાનિ થતાં આપને નુકસાન થવાની સંભાવના જણાય છે. સચેત તથા સતર્ક રહેવાની સલાહ છે. નોકરિયાત વર્ગે કાર્યાલયમાં પોતાના સહકર્મચારી કે ઉપરી અધિકારી સાથે સંભાળપૂર્વકનું વલણ અપનાવવું. આર્થિક દૃષ્ટિએ આપ સક્ષમ અને સુદૃઢ બનો. વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી શકશો. રોકાયેલા નાણા પરત મળતાંં રાહત અનુભવો. જમીન-મકાનના પ્રશ્નોના નિકાલ આવે. તા. ૧૪ થી ૧૭ કાર્યશીલ. તા. ૧૮ થી ૨૦ મિશ્ર.

Libra (તુલા: ર-ત)

તમારા માટે ખર્ચ-ખરીદીના યોગ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના ઘર-પરિવારના સુખ-સગવડનાં, ભોગ-વિલાસના સાધનો વિકસાવી શકશો. કૌટુંબિક સંબંધોમાં કોઈ વિવાદ હશે તો તેનો સુખદ્ અંત આવતાં માનસિક ચિંતા હળવી બને. મિલકત, જમીન, મકાન, રહેઠાણને લગતી બાબતોમાં પરિણામ આપના પક્ષમાં આવી શકે. નોકરિયાત વર્ગને કાર્યના બદલામાં પ્રશંસા-વખાણ સાંભળવા મળે. યાત્રા-પ્રવાસ આનંદદાયક. તા. ૧૪ થી ૧૭ શુભ. તા. ૧૮ થી ૨૦ ખર્ચ થાય.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે આનંદદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ ઘર-પરિવારના સદસ્યો સાથે મનમેળ સાધી શકશો. ભાઈ-ભાંડુંની સલાહ, સહાય ઉપયોગી નિવડે. ગૃહસ્થ જીવનનું વાતાવરણ પ્રફૂલ્લિત જણાય. જો કે, સ્વાસ્થ્ય બાબતે તકેદારી અનિવાર્ય બની રહે. માન-મરતબો મળી શકે. નાણાકીય સ્થિતિ થોડી નબળી પડતી જણાય. મર્યાદિત આવકની અનુભૂતિ થાય. યાત્રા-પ્રવાસ સુખદ્ પરંતુ ખર્ચાળ પૂરવાર થાય. તા. ૧૪ થી ૧૭ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૧૮ થી ૨૦ આનંદદાયી.

Opinion Poll

ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ 'કપ્તાન' કોણ..?




કાર્ટૂન

ફોટો ગેલેરી