બ્રેઅકીંગ સમાચાર | દિલ્હી વિધાનસભાની ચૂંટણી વધુને વધુ રસપ્રદ બનતી જાય છે. | મોરબી નજીક અજન્ટા ગ્રુપ કંપનીની બસ ટ્રક સાથે અથડાતા ૩ર મહિલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત. | દિલ્હી એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાના એન્જિનમાં આગ લાગી. તમામ એંસી મુસાફરોનો બચાવ. | ગૃહમંત્રી રાજનાથસિંહની તબિયત લથડતા એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં. | વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-ઓગસ્ટે મુંબઈની મુલાકાતેઃ મુંબઈમાં હાઈએલર્ટ. | અમદાવાદમાં ચાર લાખ રૃપિયાની નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. | શ્રીનગરના પાસે આંતકી હુમલોઃ એક જવાન શહીદ અને બે ઘાયલઃ પૂંછના હમીરપરમાં પાક સેના તરફથી ગોળીબાર. | પંચમહાલના ઈલોલ ગામના સરપંચ વિરૃદ્ધ પૂર્વ સરપંચે અવિશ્વાસની દરખાસ્ત મુકતા સરપંચે પૂર્વ સરપંચ પર હુમલો કરીને નાક કાપી નાખ્યું. | દિલ્હીમાં મોટરમાં પસાર થતાં બે શખ્સો પાસેથી બસ્સો પચ્ચાસ પીસ્તોલ પકડાઈ. | બ્રિટનમાં માંચેસ્ટરથી લંડન મોટરમાં જતાં ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને તેના મિત્રોએ ડ્રાઈવરને ઉંઘ આવી જતાં નડેલા અકસ્માતમાં સામાન્ય ઈજાઃ મોટરમાં ભારે નુકસાન. | વિસાવદર નજીક સિંહ અને સિંહણ વચ્ચે ઝપાઝપી થતાં સિંહનું મૃત્યુ. | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર રોડ પ્રોજેક્ટ માટે આઠ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ. | ૧પ-ઓગસ્ટે રીલીઝ થનારી અજય-કરીનાની ફિલ્મ 'સીંધમ રીટર્ન્સ' ના એક ડાયલોગમાં હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડાઈ હોવાની અલ્હાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ. | રાજસ્થાનમાં ભારે વરસાદથી ત્રીસના મૃત્યુ. | મહારાષ્ટ્રના ગઢચીરોલીમાં એક મહિલાએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર ચપ્પલ ફેંક્યું. | અમેરિકાના ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેતા રોબીન્સને ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી.

માર્કેટ સ્કેન

નિફટી ફયુચર ૧૨૦૦૮ પોઈન્ટ મહત્ત્વની સપાટી....!!!

સેન્સેક્સ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મ્જીઈ સેન્સેક્સ આગલા બંધ ૪૦૫૫૮.૪૯ સામે ૪૦૭૨૮.૩૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૬૩૧.૮૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૧૭૯.૨૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૩.૩૮ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૬૩૧.૮૭ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૮૯૮.૬૫ સામે ૧૧૯૩૪.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૯૧૭.૭૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૫૧.૯૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૧.૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૯૨૯.૯૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત ગઈકાલના નોંઘપાત્ર ઘટાડા બાદ નીચલી સપાટીએથી રિકવરી સાથે થઈ હતી. અમેરિકા, યુરોપના દેશોમાં કોરોનાના કેસો ફરી વધતાં અને અમેરિકા-ચાઈના વચ્ચે ટેન્શન વધવા સાથે આર્થિક પેકેજમાં વિલંબને લઈ અમેરિકા, યુરોપના બજારોમાં નરમાઈ સામે ભારતમાં કોરોના કેસો ઝડપી અંકુશમાં આવવા લાગતાં અને રિકવરી રેટ વધીને ૯૦% નજીક પહોંચતા તહેવારો ટાંકણે ફરી ઉદ્યોગો-બજારોમાં ધમધમાટ વધવાની અપેક્ષા અને કેન્દ્ર સરકાર દ્વારા વધુ સ્ટીમ્યુલસના પગલાંના સંકેતે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. આગામી સમયમાં અમેરિકાની ચૂંટણીને કારણે ભારતીય શેરબજારમાં વોલેટિલિટી જોવા મળશે. સપ્ટેમ્બર ક્ વાર્ટરના પરિણામની સિઝન આગળ ધપી રહી છે અને આગામી સપ્તાહે અનેક કંપનીઓના પરિણામ છે, જેના પર સ્ટોક સ્પેસિફિક અસર જોવા મળશે. વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઇકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૫૪%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે જીશ્ઁ ૫૦૦ ૦.૫૨% અને નેસ્ડેક ૦.૧૯% વધીને સેટલ થયા હતા.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૬% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે સીડીજીએસ, ઓટો અને કંજયુમર ડૂરેબલ્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ સામાન્ય વધઘટ સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૧ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૨૮૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૪૪ અને વધનારની સંખ્યા ૧૪૨૬ રહી હતી, ૧૧૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૧૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૯૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

કોટક બેન્ક (૧૩૯૭) ઃ બેન્ક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૮૮ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૩૮૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૧૮ થી રૂ.૧૪૩૦ સુધી તેજી તરફી ધ્યાન...!!!

ઇન્ડીગો (૧૩૬૮) ઃ ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૩૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૯૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!

લુપિન લિ. ( ૯૯૮ ) ઃ રૂ.૯૯૦ નો પ્રથમ તેમજ રૂ.૯૭૭ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૧૩ થી રૂ.૧૦૨૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે...!!!

ટેક મહિન્દ્રા (૮૨૯) ઃ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૩૪ થી રૂ.૮૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૮૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!

આઇસીઆઇસીઆઇ બેન્ક (૪૧૫) ઃ રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૦૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૨૦ થી રૂ.૪૨૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ.

બજારની ભાવિ દિશા...

મિત્રો, દેશભરમાં ચોમાસું અત્યંત સફળ નીવડતાં કૃષિ ક્ષેત્રે ચાલુ વર્ષે ઊંચી અસાધારણ વૃદ્ધિની અપેક્ષા છે. જેના થકી ગ્રામીણ અર્થતંત્ર ધમધમતું થવાની અને આર્થિક વિકાસને વેગ મળી શકવાની શકયતા છે. જો કોઈ આકસ્મિક પ્રતિકૂળ કારણના આવ્યું તો હાલનો ટ્રેન્ડ જોતાં બેન્ચમાર્ક નિફ્ટી ફ્યુચર દિવાળી પૂર્વે ૧૨,૪૦૦ની તેની ૨૦૨૦ની શરૂઆતમાં જોવા મળેલી ટોચની સપાટી નજીક જોવા મળી શકે છે. દિવાળી અગાઉ હજુ ૧૬ ટ્રેડિંગ સત્રો બાકી છે. જો વૈશ્વિક બજારોનો સપોર્ટ મળી જશે અને બેન્ચમાર્ક ૧૨,૦૦૦ને કુદાવી જશે તો સેન્ટિમેન્ટમાં ઉન્માદ જોવા મળશે. માર્કેટમાં સૌથી વધુ વેઈટેડ ધરાવતાં બેંકિંગ સેક્ટરમાં જોવા મળી રહેલો સુધારો પણ આશાવાદી બ નાવે છે. એચડીએફ્સી બેંકે બીજા ક્વાર્ટર માટે અપેક્ષાથી સારા પરિણામો જાહેર કરતાં બેંકિંગ ક્ષેત્રે સેન્ટિમેન્ટ બદલાયું છે. રિલાયન્સ  ઈન્ડસ્ટ્રીઝ અને ટીસીએસ બાદ માર્કેટ-કેપમાં ત્રીજા ક્રમે આવતી એચડીએફ્સી બેન્કનો શેર આજે જાન્યુઆરી ૨૦૨૦ પછીની ટોચ પર રહ્યો હતો. જ્યારે ડિસેમ્બર ૨૦૧૯માં તેણે દર્શાવેલી સર્વોચ્ચ સપાટીએથી તે ૫ ટકા જેટલો છેટે છે. આમ બજારમાં હવેના સુધારાની આગેવાની બેંકિંગ લે તેવું જણાય છે. આઈટીમાં છેલ્લા ત્રણ-ચાર ટ્રેડિંગ સત્રોમાં ઊંચા સ્તરે પ્રોફ્ટિ બુકિંગ જોવા મળે છે પરંતુ બાયબેક જેવી ઓર્ફ્સને જોતાં તેઓ વર્તમાન સ્તરેથી વધુ ઘટે તેવી શક્યતા ઓછી છે. આમ બે હેવીવેઈટ ક્ષેત્રો બેન્ચમાર્કને પૂર તો સપોર્ટ આપવા તૈયાર છે.

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

ફોટો સમાચાર

રાશી પરથી ફળ

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

માનસિક તણાવ અને અશાંતિ દૂર થવા પામે. અગત્યની મુલાકાત ફળદાયી રહે. પ્રવાસ મજાનો જણાય. શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૫-૮

Capricorn (મકર: ખ-જ)

આવક સામે જાવકનું પ્રમાણ વધતું લાગે. વાદ-વિવાદથી દુર રહેજો. રૃકાવટનો પ્રસંગ થવા પામે. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૧

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના પ્રયત્નો અને ઈચ્છાઓનું ફળ દૂર ઠેલાતું લાગે. કૌટુંબિક બાબતે સાનુકૂળતા જણય. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૭

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના મહત્ત્વના પ્રશ્નોને સુલઝાવવનો માર્ગ-ઉપાય - મદદ મળતા જણાય. અકસ્મતથી સાચવવું. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૯

Aries (મેષ: અ-લ-ઈ)

લોાભ-લાલચ અને જલદી કમણી કરવાનો ટૂંકો માર્ગ લાંબો સાબિત થઈ શકે છે. પ્રવાસ ફળદાયી રહે. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૫

Taurus (વૃષભ: બ-વ-ઉ)

નસીબના ભરોસે રહેવા કરતાં કર્મના જોરે ચાલવાથી ફળ મળવા પામે. ગૃહ વિવાદની ઘટના બને. વ્યય થવા પામે. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૩

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના નોકરી-ધંધાના પ્રશ્નોને હલ કરવાની તક સર્જાય. વિરોધી પાછા પડે. નાણાભીડ જણાય. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૫

Cancer (કર્ક: ડ-હ)

દિલ કરતા દિમાગથી કામ લેવાથી વધુ સરળતા અને સ્વસ્થતા જોવાય. નાણાકીય ચિંતા ઉકેલાય. શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૧-૪

Leo (સિંહ: મ-ટ)

આવેશ-ઉશ્કેરાટ પર કાબુ રાખીને સંવાદિતા સર્જી શકશો. વિઘ્ન બાદ સફળતા મળી રહે. શુભ રંગઃ મરૃન - શુભ અંકઃ ૬-૨

Virgo (કન્યા: પ-ઠ-ણ)

મનનના ઓરતા અધૂરા ન રહે તે માટે અગાઉથી કાર્યશીલત જરૃરી બને. પ્રયત્નો ફળદાયી રહે. શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૯

Libra (તુલા: ર-ત)

આપના ધાર્ય કમમાં વિલંબ જણય. મિલન-મુલાકત ફળદાયી રહે. કૌટુંબિક કામકાજોમાં સાનુકૂળતા રહે. શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૪

Scorpio (વૃશ્ચિક: ન-ય)

લાગણીઓ ઘવાતી જણાય. પરંતુ મન પર નહીં લો તો ખુશનુમાં દિવસ પસાર થાય. ખર્ચ થવા પામે. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ર-૬

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે ભાગદોડ, દોડધામ કરાવતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યર્થ અથવા કોઈ કાણોસર આપને દોડધામ રહ્યા કરે. માનસિક ચિંતા, ઉદ્વેગ, ઉચાટ રહ્યા કરે. વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં વાતાવરણ શુભ જણાય. નોકરિયાત વર્ગને સમય મધ્યમ લાભદાયી પસાર થાય. આપનું સ્વાસ્થ્ય નબળું જણાય. ઘર-પરિવારમાં વાતાવરણ દૂષિત રહે. દાંપત્યજીવનમાં એકમેક પ્રત્યે દોષારોપણને કારણે વ્યગ્રતા જણાય. નાણાકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું. તા. ૧૯ થી રર દોડધામ રહે. તા. ર૩ થી રપ મિશ્ર.

Capricorn (મકર: ખ-જ)

આપના માટે યાત્રા-પ્રવાસનો યોગ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ધંધાકીય, સામાજિક કે અન્ય કોઈ કારણોસર યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. મિત્રો-સ્વજનો-સ્નેહીજનોનો સાથ-સહકાર મળે. આપના અટવાયેલા કાર્યોને ઉકેલી શકો. કોઈ ધાર્મિક કાર્ય સંપન્ન થાય અથવા ધાર્મિક સ્થળે યાત્રાએ જવાનું થાય. રોકાયેલા-ફસાયેલા નાણા પરત મળતા આર્થિક સ્થિતિમાં સુધાર જોવા મળે. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સમય સાનુકૂળ બની રહે. તા. ૧૯ થી રર યાત્રા-પ્રવાસ. તા. ર૩ થી રપ આર્થિક લાભ.

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે કૌટુંબિક કાર્યો સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સમયમાં ગ્રહો તથા પરિસ્થિતિ આપના પક્ષમાં રહેવા પામે. નવિન કાર્ય શરૃ કરવા માટે સમય શુભ જણાય છે. આર્થિક દૃષ્ટિએ આપ ઘણી સારી સ્થિતિમાં રહેશો. પારિવારિક સંબંધોની બાબતે પણ આપ ધ્યાન કેન્દ્રિત કરશો અને યોગ્ય સાથ-સહકાર પ્રદાન કરશો. કોર્ટ-કચેરીના બાબતે અવરોધો પછી સફળતા મળી શકે. સ્વાસ્થ્ય બાબતે કોઈ મોટી બીમારી ઘર ન કરી જાય તેની સાવચેતી રાખવી આવશ્યક જણાય છે. તા. ૧૯ થી રર લાભદાયી. તા. ર૩ થી રપ તબિયત સાચવવી.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના મનની શાંતિ અને સ્વસ્થતા સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જઈ રહ્યું છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની ચિંતાના આવરણો દૂર થઈ માનસિક શાંતિ અને સ્વસ્થતા પામી શકશો. આપના મક્કમ મનોબળથી આપના પડતર કાર્યો પૂર્ણ કરી શકશો. મુસાફરીના યોગ જણાય છે. શારીરિક સ્વાસ્થ્ય જોખમાય તેવી શક્યતા જણાય છે. દાંપત્યજીવનમાં ચકમક ઝરે તેવા પ્રસંગો બનવા પામે. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સ્થિતિ સાનુકૂળ બનતી જણાય. માન-પ્રતિષ્ઠા-આબરૃમાં વૃદ્ધિ થાય. તા. ૧૯ થી રર માનસિક શાંતિ મળે. તા. ર૩ થી રપ માન-સન્માન મળે.

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે આર્થિક લાભ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ભાગ્યનો સાથ મળી રહે. ધાર્મિક્તા-આધ્યાત્મિક્તામાં વૃદ્ધિ થાય. યાત્રા-પ્રવાસ સફળ રહે. નોકરિયાત વર્ગને બઢતી, બદલીની શક્યતા જણાય છે. વ્યાપાર-ધંધામાં આકસ્મિક તેજી નોંધપાત્ર લાભ અપાવી જાય. માતા-પિતાના આશીર્વાદ અને મદદ આપને સહાયરૃપ બને. સંતાન સંબંધી બાબતે ચિંતા હશે તો દૂર થશે. યુવા વર્ગને નવિન તક મળે. શત્રુ વિરોધીઓથી સાવધાની રાખવી. તા. ૧૯ થી રર આર્થિક લાભ. તા. ર૩ થી રપ મધ્યમ.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે ધારેલા કાર્યો પૂર્ણ કરાવતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના અધુરા અથવા તો ધારેલા કાર્યો નિર્વિઘ્ન પાર પાડી શકશો. આપને આપની આશા-અપેક્ષા મુજબના પરિણામ પ્રાપ્ત થાય. આપ માનસિક દૃષ્ટિએ સ્વસ્થ અને દૃઢ જણાવ. સરકારી કાર્યો શક્ય હોય, તો ટાળવા. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીની પ્રશંસા-લાભ અપાવી જાય. ધંધા-વ્યાપારમાં આકસ્મિક તેજીનું વાતાવરણ લાભ અપાવી જાય. કોઈ શુભ સમાચાર મળે અથવા શુભ ઘટના બને. તા. ૧૯ થી રર સફળતા મળે. તા. ર૩ થી રપ સારી.

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે વ્યાપાર-ધંધામાં પ્રતિકૂળતા સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યાપાર-ધંધા ક્ષેત્રે નાની-મોટી રૃકાવટો-અડચણો આવવાની શક્યતા જણાય છે. માનસિક સ્થિતિ ડામાડોળ જણાય. સ્વાસ્થ્ય સંબંધી ચિંતા-પરેશાની રહ્યા કરે. આ સમયમાં આપને નાણાકીય સમસ્યાઓ સતાવશે. ઘર-પરિવારમાં કલેશ-કલહનું વાતાવરણ જણાય છે. ભાઈ-ભાંડુ સાથે મતભેદ ઉદ્ભવે. યાત્રા-પ્રવાસ લાભદાયી સાબિત થાય.આપની સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશો. તા. ૧૯ થી રર આર્થિક સમસ્યા રહે. તા. ર૩ થી રપ યાત્રા-પ્રવાસ.

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે જાહેરજીવન ક્ષેત્રે વ્યસ્તતા વધારતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે. મહત્ત્વની વ્યક્તિઓ સાથેની મુલાકાતો ભવિષ્યમાં લાભદાયી પૂરવાર થાય, જો કે વ્યાવસાયિક-પારિવારિક તથા સામાજિક એમ ત્રણેય જવાબદારીઓને કારણે થોડી ઘણી માનસિક બેચેનીનો અનુભવ થાય. કાર્યબોજ સતત વધતા જણાય. નાણાકીય સ્થિતિ મજબૂત બનતા આર્થિક સંકળામણનો હલ આવે. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. તા. ૧૯ થી રર કાર્યબોજ. તા. ર૩ થી રપ લાભ થાય.

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે નવી કાર્યરચના સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે નવી દિશા કે ક્ષેત્રમાં જંપલાવી શકો છો. આવક વૃદ્ધિના માર્ગો ખૂલતા જણાય. આપની સુઝબુઝ દ્વારા ધારી સફળતા મળતા સમય ઉત્સાવર્ધક બની રહે. ભવિષ્યના આયોજનમાં આપ વ્યસ્ત બનતા જણાવ. કૌટુંબિક ક્ષેત્રે ભાઈ-ભાંડુ સાથે તકરાર-મતભેદ ઊભા થઈ શકે છે. આરોગ્ય બાબતે પડવા-વાગવાથી સાવધાન રહેવું. વાહન ચલાવવામાં તકેદારી રાખવી. તા. ૧૯ થી રર નવિન કાર્ય થાય. તા. ર૩ થી રપ સફળતા મળે.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે મિશ્ર પરિણામ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સુખ-દુઃખ, લાભ-નુક્સાન એમ બન્ને પ્રકારના પાસાનો અનુભવ આપને થાય. વિદ્યાર્થીઓને શુભ ફળની પ્રાપ્તિ થાય. મિલન-મુલાકાતના પ્રસંગો બને. આ સમયમાં આપના હિત શત્રુઓથી સાચવવું. કોઈ ષડ્યંત્રનો ભોગ ન બનો તેની તકેદારી રાખવી. દાંપત્યજીવનમાં ઘર્ષણ રહ્યા કરે. માનસિક ચિંતા, ઉચાટ, ઉદ્વેગ રહે. વાણી, વર્તન, ક્રોધ ઉપર સંયમ રાખવો. સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહે. તા. ૧૯ થી રર મિશ્ર. તા. ર૩ થી રપ ચિંતા-ઉદ્વેગ રહે.

Libra (તુલા: ર-ત)

આપના માટે શુભ સમાચાર સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન કોઈ શુભ સમાચાર મળે, શુભ સંકેત મળે અથવા તો કોઈ શુભ ઘટના બનવા પામે. નોકરી-ધંધામાં કોઈ વિશેષ લાભની પ્રાપ્તિ થાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. માતા-પિતા, વડીલ વર્ગનું સ્વાસ્થ્ય ચિંતા રખાવે. વિશ્વાસે વહાણ હંકારવા નહીં. વિશ્વાસઘાતનો ભોગ ન બનો તેની કાળજી રાખવી. વ્યાવસાયિક ક્ષેત્રે આશાજનક પરિણામ જોવા મળે. આળસ ત્યજીને કામમાં મન પરોવવું જરૃરી જણાય છે. તા. ૧૯ થી રર શુભ ફળદાયી. તા. ર૩ થી રપ સામાન્ય.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે શત્રુ વિરોધીઓને સક્રિય બનાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન શત્રુ વિરોધીઓથી સાવચેત રહેવું સલાહભર્યું બની રહે. આપનું સ્વાસ્થ્ય નબળું જણાય. દાંપત્યજીવનમાં અનેરો ઉત્સાહ, આનંદ, પ્રેમ-લાગણીનો અનુભવ થાય. પત્નીનો સહકાર આપની ઉન્નતિ માટે સહાયરૃપ બને. પડવા-વાગવાથી સાચવવું. કુટુંબ-પરિવારમાં મતભેદ હશે, તો તેનો ઉકેલ લાવવા સમર્થ બની રહેશો. યાત્રા-પ્રવાસ દ્વારા આર્થિક લાભ મેળવી શકશો. ભાગ્યનો સાથ રહેવાને કારણે પ્રગતિ સાધી શકશો. તા. ૧૯ થી રર શત્રુઓથી સાચવવું. તા. ર૩ થી રપ સારી.

Opinion Poll

ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ 'કપ્તાન' કોણ..?
કાર્ટૂન

ફોટો ગેલેરી