બ્રેઅકીંગ સમાચાર | દિલ્હી વિધાનસભાની ચૂંટણી વધુને વધુ રસપ્રદ બનતી જાય છે. | મોરબી નજીક અજન્ટા ગ્રુપ કંપનીની બસ ટ્રક સાથે અથડાતા ૩ર મહિલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત. | દિલ્હી એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાના એન્જિનમાં આગ લાગી. તમામ એંસી મુસાફરોનો બચાવ. | ગૃહમંત્રી રાજનાથસિંહની તબિયત લથડતા એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં. | વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-ઓગસ્ટે મુંબઈની મુલાકાતેઃ મુંબઈમાં હાઈએલર્ટ. | અમદાવાદમાં ચાર લાખ રૃપિયાની નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. | શ્રીનગરના પાસે આંતકી હુમલોઃ એક જવાન શહીદ અને બે ઘાયલઃ પૂંછના હમીરપરમાં પાક સેના તરફથી ગોળીબાર. | પંચમહાલના ઈલોલ ગામના સરપંચ વિરૃદ્ધ પૂર્વ સરપંચે અવિશ્વાસની દરખાસ્ત મુકતા સરપંચે પૂર્વ સરપંચ પર હુમલો કરીને નાક કાપી નાખ્યું. | દિલ્હીમાં મોટરમાં પસાર થતાં બે શખ્સો પાસેથી બસ્સો પચ્ચાસ પીસ્તોલ પકડાઈ. | બ્રિટનમાં માંચેસ્ટરથી લંડન મોટરમાં જતાં ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને તેના મિત્રોએ ડ્રાઈવરને ઉંઘ આવી જતાં નડેલા અકસ્માતમાં સામાન્ય ઈજાઃ મોટરમાં ભારે નુકસાન. | વિસાવદર નજીક સિંહ અને સિંહણ વચ્ચે ઝપાઝપી થતાં સિંહનું મૃત્યુ. | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર રોડ પ્રોજેક્ટ માટે આઠ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ. | ૧પ-ઓગસ્ટે રીલીઝ થનારી અજય-કરીનાની ફિલ્મ 'સીંધમ રીટર્ન્સ' ના એક ડાયલોગમાં હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડાઈ હોવાની અલ્હાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ. | રાજસ્થાનમાં ભારે વરસાદથી ત્રીસના મૃત્યુ. | મહારાષ્ટ્રના ગઢચીરોલીમાં એક મહિલાએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર ચપ્પલ ફેંક્યું. | અમેરિકાના ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેતા રોબીન્સને ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી.

કાળચક્ર

                                                                                                                                                                                                      

 (પ્રકરણ : ૧)

આજે કંઈક ખતરનાક-ભયાનક બનવાનું હતું. આજે મે મહિનાની રરમી તારીખ હતી. સાંજના પાંચ વાગ્યા હતા, ગરમ સૂરજ થોડોક ઠંડો પડયો હતો.

મુંબઈથી ખંડાલા જતા મેઈન હાઈવેથી દસ-બાર કિલોમીટર અંદરની તરફ આવેલા પંદર એકરના ખેતરમાં ઘઉંનો પાક લહેરાઈ રહ્યો હતો. સાડા ત્રણ-ચાર ફૂટની ઊંચાઈએ પહોંચેલા આ  પાકની વચમાં, બાર વરસનો ગોરો-નટખટ નંદુ પંખીઓને પાકથી દૂર રાખવા માટે ચાડિયો લગાવી રહ્યો હતો.

તેના પપ્પા ઓમકાર બીજા ખેડૂતોેની જેમ  માટલી પર માણસનું મોઢું ચિતરીને અને ફાટેલું-તૂટેલું શર્ટ પહેરાવીને કંઈ ચાડિયો ઊભો નહોતા કરતા. પણ એ તો કપડાના ડુચાઓથી માણસના મોઢા અને શરીર જેવો જ આકાર બનાવતા, અને એના મોઢા પર માણસનું મોહરું લગાડતાં, ને પાછા માથે મોટી કાળી કેપ પહેરાવતા. અને વળી એને કોઈ માણસના ઘૂંટણ સુધીની લંબાઈ ધરાવતો લાંબો-કાળો ઝભ્ભો-ડગલો પહેરાવતા. આવો આ ભયાનક ચાડિયો જોઈને ભોળાં પંખીડાંઓ તો તેમના ખેતરથી    દૂર જ રહેતા, પણ રાતના જો કોઈ અજાણ્યું એને જુએ તો ભૂત માનીને ભડકીને ભાગી જ જાય !

અત્યારે નંદુ આવો ત્રીજો ચાડિયો ઊભા અને આડા, ક્રોસ જેવા લાકડા પર લટકાવી રહ્યો હતો, ત્યાં જ તેના કાને તેના પપ્પાનો અવાજ પડયો : 'નંદુ ! કામ પૂરું કરીને જ અહીં આવજે. ત્રણે ચાડિયા બંધાઈ ન જાય ત્યાં સુધી તનેે જમવાનું મળવાનુ નથી, સમજ્યો !'

'હા, પપ્પા !' નંદુએ જવાબ આપ્યો. ઘઉંના ઊભા પાકને કારણે તેને તેના પિતા દેખાતા નહોતા.

'...ત્રણેય ચાડિયાને બરાબર કસીને બાંધજે, ઢીલા રહેશે તો તેજ પવનમાં ઊડી જશે.' તેના કાને ફરી તેના પપ્પાનો અવાજ પડયો, એટલે નંદુના ચહેરા પર સહેજ ગુસ્સો આવ્યો : 'પપ્પા, નકામા બડબડ કરે છે.' તે મનોમન બબડયો, જોકે તેણે તેના પપ્પાને તો સીધો જ જવાબ આપ્યો : 'ભલે, પપ્પા !' અને તેણે પોતાની કામગીરી આગળ વધારી.

ત્યારે તેનાથી થોડેક દૂર, ખેતરમાંના તેમના ઘર નજીક ઊભેલા ટ્રેકટર પર બેઠેલા નંદુના પપ્પા ઓમકારે ટ્રેકટર ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો, પણ ટ્રેકટર ચાલુ થયું નહિ.

ઓમકારે ટ્રેકટરનું બૉનેટ   ખોલ્યું અને એના ચહેરા પર ગુસ્સો આવી ગયો. 'નંદુ !' પોતાના માથા પરની કેપ ઊતારીને રોષભેર એક બાજુ ફેંકતા ઓમકારે બૂમ પાડી : 'નંદુ ! તંે ફરી ટ્રેકટર સાથે છેડખાની કરી ? !'

'ના, પપ્પા !'

'મેં તને કેટલી વાર કહ્યું છે કે, ટ્રેકટરને હાથ ન લગાવીશ.' ઓમકાર બોલ્યો : '...શું તેં  ટ્રેકટરની બેટરીના પ્લગ કાઢી લીધા છે ?'

'મેં કહ્યું ને, પપ્પા !' નંદુનો જવાબ સંભળાયો : 'મેં કંઈ નથી, કર્યું !'

'તો....' ઓમકારે ઘરના દરવાજા પાસે જ પડેલી પાછળથી ખુલ્લી ટાટા મોબાઈલનું બૉનેટ ખોલીને રિપેરિંગમાં પરોવાયેલા પોતાના મોટા-અઢાર વરસના દીકરા ચંદરને પૂછયું : '....તો શું આ તારું કામ છે, ચંદર ? !'

'ના, પપ્પા ! હું તો આવું કંઈ કરતો હોઈશ.' ચંદરે પપ્પા તરફ જોતાં જવાબ આપ્યો.

'તું આટલો મોટો થયો, પણ તારી મસ્તી ગઈ નહિ !' ધૂંધવાટભેર ચંદરને ખખડાવતાં  ઓમકાર ઘરની અંદરની તરફ ચાલતાં મનોમન બબડયો : 'સાવિત્રી, તું સ્વર્ગમાં સિધાવી ગઈ પછી કયારેક-કયારેક આ બન્ને છોકરાં મારા નાકે દમ લાવી દે છે.' અને ઓમકાર ઘરની અંદર ચાલ્યો ગયો.

તો ચંદરના ચહેરા પર રોષ આવી ગયો. 'નંદુ...' ચંદરે બૂમ પાડી : '...તું કયારેય  નહિ સુધરે.'

'...પણ મેં શું કર્યું ?' અહીંથી ઊભા પાકને કારણે નંદુ દેખાતો નહોતો, પણ એનો અવાજ સંભળાઈ રહ્યો હતો.

'તું ઘરે આવ એટલે તને બતાવું છું કે, તેં શું કર્યું છે ?'

'તું ખોટી બૂમાબૂમ ન કર,  તારું કામ કર.' નંદુનો અવાજ સંભળાયો.

'....મસ્તીખોરની સાથે હવે નંદુ જુઠ્ઠો પણ થઈ ગયો છે !' બબડતાં ચંદર ટાટા મોબાઈલની નીચે સરકયો.

ત્યાં જ નજીકમાં જ બેઠેલો તેમનો પાળેલો કૂતરો કાળિયો ઊભો થયો, અને પૂંછડી પટપટાવતાં, આકાશ તરફ જોઈ રહેતાં 'હાઉ-હાઉ ! હાઉ-હાઉ !' કરતાં ભસવા માંડયો.

'હવે તું એને સમજાવવાનું રહેવા દે, કાળિયા..,' ટાટા મોબાઈલની નીચે-પોતાનું રિપેરિંગ કામ ચાલુ રાખતાં ચંદર બોલ્યો : '...એ ભાઈ અમારું કહ્યું નથી માનતા, તો તારાથી શું ખાખ માનવાના છે ?'

પણ કાળિયો ચુપ થયો નહિ. 'હાઉ-હાઉ' કરતાં તે ખેતરના પાક નજીક પહોંચીને ઊભો રહેતાં આકાશમાં ચાડિયા તરફ ઊડી જઈ રહેલા બે કાળા કાગડાં તરફ લાળ ટપકાવતાં જોઈ રહ્યો.

એ બન્ને કાળા કાગડાં નંદુ જે ત્રીજો ચાડિયો લગાવી રહ્યો હતો, એનાથી થોડેક દૂર આવેલા બીજા ચાડિયાના લાકડાના ડાબા-જમણા હાથ પર બેઠા, અને ક્રાં...ક્રાં...ક્રાં કરવા માંડયા.

નંદુના કાને આ કાગડાંના ક્રાં-ક્રાંનો અવાજ પડયો, એટલે તેણે ચહેરો ફેરવીને ચાડિયાના બન્ને હાથ પર બેઠેલા આ કાગડાં તરફ જોયું. તેને લાગ્યું કે, એ બન્ને કાગડાં સામાન્ય કાગડાં કરતાં કંઈક વધુ પડતા જ મોટા અને ભયાનક લાગતા હતા. અને એ બન્ને ભયાનક કાગડાં પોતાની લાલઘૂમ આંખે જાણે તેને ખાઈ જવાની નજરે તાકી રહ્યા હતા. 'પપ્પાના બનાવેલા આવા આ ચાડિયાને જોઈને કદી કોઈ પંખી એની નજીક ફરકતું નથી અને અત્યારે આ  બન્ને કાગડાં ચાડિયાં પર જ આવીને બેઠાં !' નંદુ નવાઈભેર બબડયો,

ત્યારે થોડેક દૂર, ઘર નજીક,  ટાટા મોબાઈલની નીચે લેટેલા ચંદરે એકધારા ભસી રહેલા કાળિયાને ધમકાવ્યો, 'ચુપ કર હવે, કાળિયા.'

પણ કાળિયો ચુપ થયો નહિ. એણે ખાસ્સે દૂર રહેલા એ ચાડિયાના બન્ને હાથ પર બેઠેલા બન્ને કાગડાં તરફ જોઈ રહેતાં ભસવાનું ચાલુ રાખ્યું,

તો એ ચાડિયાથી થોડેક જ દૂર ઊભેલા નંદુની નજર હજુ પણ  એ ચાડિયાના હાથ પર બેઠેલા એ બન્ને કાગડા પર જ ચોંટેલી હતી.

'ક્રાં-ક્રાં, ક્રાં-ક્રાં !' કરતાં એ બન્ને કાગડાં ઊડી ગયાં.

નંદુ એ ચાડિયા પરથી નજર પાછી વાળવા ગયો, ત્યાં જ ચાડિયાનો ચહેરો એકદમથી જ તેની તરફ ફર્યો !

નંદુ ચોંકી ઊઠયો. તેનેે...તેને પોતાની આંખો પર વિશ્વાસ બેઠો નહિ. 'આ..આ તે શું જોઈ રહ્યો  છે ? !' તે ફાટેલી આંખે એ ચાડિયા તરફ જોઈ રહ્યો !

માનવામાં ન આવે એવી વાત હતી, પણ એ ચાડિયાનું મોઢું આપમેળે જ ફર્યું હતું. તેણે એ ચાડિયાને તેમના ઘર તરફનું મોઢું કરીને લગાવ્યો હતો, પણ અત્યારે એ ચાડિયાનું મોઢું જમણી બાજુ, તેની તરફ ફરી ગયું હતું ! અને...અને એ ચાડિયો જાણે પોતાની ભયાનક આંખે તેને જ જોઈ રહ્યો હતો.

નવાઈના દરિયામાં ડૂબકીઓ ખાતાં નંદુ એ ચાડિયા તરફ આગળ વધ્યો. તે એ ચાડિયાની બરાબર સામે પહોંચીને ઊભો રહ્યો, ત્યાં જ વળી જાણે કોઈક માણસ આંચકા  સાથે પોતાનો ચહેરો ફેરવે એમ ચાડિયાનો જમણી બાજુ રહેલો ચહેરો પાછો સામેની તરફ, નંદુ તરફ ફરી ગયો !

હવે નંદુ વધુ મૂંઝાયો અને થોડોક ગભરાયો પણ ખરો !  પપ્પાએ લાકડીઓ અને ગાભા-ડૂચાનો ચાડિયો બનાવ્યો હતો કે પછી.., કે પછી કોઈ જીવતો-જાગતો  માણસ ? અને તેની નજર ચાડિયાના લાંબા કાળા ઝભ્ભાની નીચેના ભાગ પર પડી. તેની આંખો ઝીણી થઈ. તેના પપ્પાએ કંઈ ચાડિયાના પગ બનાવ્યા નહોતા ! તેણે થોડીક વાર પહેલાં અહીં આ ચાડિયાને લટકાવ્યો હતો, ત્યારે પણ આ ચાડિયાના પગ કયાં હતા ? ! પણ..પણ અત્યારે ચાડિયાના પગ ફૂટી નીકળ્યા હતા ! અને એ પગ પણ વળી કેવા ખતરનાક લાગતા    હતા ? જાણે કોઈક ભયાનક જંગલી પ્રાણીના પગ ન હોય ! પગની આંગળીઓના નખ લાંબા અને અણીદાર હતા અને કોઈ જંગલી પ્રાણીના પંજાની જેમ જ આગળથી સહેજ વળેલા હતાં !

નંદુએ ગભરામણ અનુભવતાં ડાબી અને જમણી બાજુ થોડેક-થોડેક દૂર તેણે ગોઠવેલા બીજા બે ચાડિયા તરફ જોયું. એ બન્ને ચાડિયાના પગ નહોતા ! પણ પગ હોય એ વાતનો સવાલ જ કયાં હતો? ! પણ તો આ સામેના ચાડિયાના પગ નીકળી આવ્યા હતા એનું શું ? અને તેણે ફરી પોતાની સામેના ચાડિયાના ફૂટી નીકળેલા પગ તરફ જોયું.

એ જ પળે ચાડિયાના એ ખતરનાક પગની આંગળીઓ સાંધા પાસેથી નીચેની તરફ વળી અને પાછી સીધી થઈ ગઈ !

હવે નંદુની હિંમત જવાબ આપી ગઈ. નકકી કંઈક ગરબડ હતી ! તે ડરનો માર્યો પાછળની તરફ-પોતાના ઘર તરફ વળ્યો અને દોડયો.

અને...અને....એ સાથે જ એ ચાડિયો હવામાં ઊડયો.

દોડતાં-દોડતાં જ નંદુએ પાછું વળીને જોયું. એ લાકડી પર ચાડિયો નહોતો.

એણે ચહેરો આગળ કર્યો અને 'ચંદર ! ચંદર ! એવી ચીસો પાડતાં ઊભા પાક વચ્ચેની નાનકડી કેડી પર આંખો મીંચીને-મુઠ્ઠીઓ વાળીને દોડવાનું ચાલુ રાખ્યું. તેની સાથોસાથ જ તેના માથા પર પેલાં બન્ને કાગડાં ઘુમરાતા આગળ વધી રહ્યા હતા.

'ચંદર ! ચંદર !' એવી ચીસો પાડતો નંદુ તેના ઘરથી થોડેક જ દૂર રહ્યો, ત્યાં જ એકદમથી જ પેલો ચાડિયો આકાશમાંથી ઊતરી આવ્યો અને નંદુની બરાબર સામે ખાબકયો.

'અઅઅઅઅઆાાાાાાાાા.....!' નંદુની ચીસ ગુંજી ઊઠી.

ધરતીની છાતીને ધુ્રજાવી દે તેવી આ નંદુની ચીસ સાંભળીને ટાટા મોબાઈલ નીચે રહેલો ચંદર બહાર નીકળી આવ્યો.

એ જ પળે ઓમકાર પણ હાથમાં બંદૂક સાથે ઘરની બહાર દોડી આવ્યો. '....શું થયું !' પૂછતાં ઓમકાર ચંદરની નજીક આવ્યો,

'ખબર નથી !' ચંદરે મૂંઝવણ સાથે ઊભા પાક તરફ આગળ વધતાં કહ્યું.

ઓમકાર પણ હાથમાં બંદૂક સાથે આગળ વધ્યો.

સામે દૂર..દૂર સુધી પથરાયેલા પાક વચ્ચે કયાંય નંદુ નજરે ચઢતો નહોતો ! અત્યારે તેની ચીસ પણ સંભળાતી નહોતી.

વાતાવરણમાં ભયાનક શાંતિ અને સન્નાટો છવાઈ ગયો હતો ! પવન જાણે આ ખેતરની બહાર જ રોકાઈ ગયો હતો ! ખેતરમાંનો પાક જાણે ભયથી સ્થિર થઈ ગયો    હતો !

'હાઉ-હાઉ !' કરતો કયારનો ય ભસી રહેલો કાળિયો પણ મૂંગોમંતર થઈ ગયો હતો. એ અત્યારે ખેતરની અંદરની તરફ જતી કેડી પાસે ઊભો હતો અને ''નંદુ કયાં છે ?'' એ શોધી કાઢવા માટે જાણે મથતો હોય એમ ઘડીકમાં જમીન સૂંઘી રહ્યો હતો, તો ઘડીકમાં આકાશ તરફ જોઈ રહ્યો હતો.

'નંદુ !' ચંદરે બૂમ પાડી :   'નંદુ ! તું કયાં છે, નંદુ ?'

પણ સન્નાટો છવાયેલો રહ્યો. ચુપકીદી ! નંદુ તરફથી કોઈ અવાજ સંભળાયો નહિ.

'નંદુને કોઈ જંગલી પ્રાણી ખેંચી ગયું કે કોઈ ઝેરી જંતુ-જનાવર કરડી ગયું કે શું ? ' મગજમાં દોડી ગયેલા અણગમતા વિચારને તુરત જ ખંખેરી નાખતાં ઓમકારે પણ જોરથી બૂમ પાડી : 'નંદુ બેટા ? કયાં છે તું નંદુ બેટા !'

આ વખતેય નંદુ તરફથી કોઈ જવાબ સંભળાયો નહિ.

ઓમકાર અને ચંદર, બન્ને બાપ-દીકરાએ મૂંઝવણ સાથે એકબીજા સામે જોયું, ત્યાં જ જાણે કાળિયાએ નંદુની ગંધ પારખી લીધી હોય એમ હાઉ-હાઉ કરતો કેડીની અંદરની તરફ દોડયો, અને બરાબર એ જ વખતે સન્નાટાને ચીરતી અને શાંતિને ખળભળાવતી નંદુની ચીસો વાતાવરણમાં ગૂંજી ઊઠી : 'ચંદર મને બચા..વ, પપ્પા મને     બચાવ !'

'હા, નંદુ ! તું કયાં છે,       નંદુ ?' બૂમ પાડતાં હાથમાંની બંદૂક સંભાળતાં ઓમકાર કેડીની અંદરની તરફ દોડયો. એની પાછળ-પાછળ ચંદર પણ દોડયો.

'ચંદર ! મને બચાવ, ચંદર..!'  નંદુની ચીસ સંભળાઈ.

'હા, નંદુ ! અમે આવી રહ્યા છે, નંદુ ! તું કયાં છે, નંદુ !' ચંદર પોતાના પપ્પાની સાથે પાગલની જેમ ઘઉંના ખેતર વચ્ચે દોડતાં નંદુને વળતો જવાબ આપી રહ્યો હતો, પણ નંદુ દેખાતો નહોતો.

'...છોડી દે, છોડી દે મને !' નંદુનો અવાજ સંભળાયો : 'પપ્પા મને બચાવ...!'

ઓમકાર અને ચંદરના કાળજાંમાં નંદુની આ ચીસાચીસ ભાલાની જેમ ભોંકાઈ રહી હતી ! કાળિયો પણ નંદુની ગંધ પારખતો દોડી રહ્યો હતો !

પણ  નંદુ હતો કયાં ? ! અને કોણે એને પકડયો હતો ?

'છોડી દે, મને !' વાતવરણમાં નંદુનો રડતો-કરગરતો અવાજ સંભળાયો : '...તું મને કયાં લઈ જઈ રહ્યો છે ? છોડી દે મને....'

'નંદુ !' ઓમકાર બોલ્યો : 'તું જલદી બોલ, તું કયાં છે, નંદુ ?'

'તને અમારો અવાજ સંભળાય છે, નંદુ ?' ચંદરે ગળું ફાટી જાય એટલા મોટા અવાજે બૂમ  પાડી : 'મને જવાબ આપ, નંદુ !'

પણ જવાબમાં નંદુની એ જ રીતની ગભરાટભરી ચીસો સંભળાઈ : 'ના-ના ! છોડી દે મને.., છોડી દે મને...!'

ચંદરની આગળ દોડી રહેલો કાળિયો ઊભો રહ્યો. ડાબી-જમણી બાજુ બે કેડીઓ ફંટાતી હતી. એેણે ડાબી-જમણી બાજુ જોયું અને પછી ડાબી બાજુ દોડવા માંડયો.

ઓમકારનો શ્વાસ ફૂલી ગયો હતો. ચંદરની પણ હાલત સારી નહોતી. બન્ને બાપ દીકરો એ કેડી પર 'નંદુને બચાવવા' દોડયા, પણ 'કોનાથી બચાવવા ?' એ જ એમને ખબર નહોતી.

તો એ જ કેડી પર, થોડાંક મીટર આગળ નંદુ ઘસડાતો જઈ રહેલોે દેખાયો.

થોડીક પળો પહેલાં નંદુની નજર સામે એક નિર્જીવ વસ્તુમાંથી જાણે કોઈ જીવતો-જાગતો માણસ હોય એવા બની ગયેલા ચાડિયાએ નંદુને કોલર પાસેથી પકડી રાખ્યો હતો અને એને ઘસડતાં દોડી જઈ રહ્યો હતો.

'બચાવ !' નંદુ ચીસો પાડતો એ ચાડિયાના હાથમાંથી છૂટવા-છટકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ એમાં તે સફળ થઈ શકતો નહોતો. 'ચંદર, બચાવ !' તે ઘસડાઈ રહ્યો હતો. તેના પગ છોલાઈ રહ્યા હતા. 'બચાવો,   પપ્પા !'  તે એકધારી ચીસો પાડી રહ્યો હતો. 'ચંદર, મને આના હાથમાંથી છોડાવ !'

'અમે આવી રહ્યા છીએ,     નંદુ !' ચંદર પણ નંદુને હિંમત બંધાવતાં દોડતો આવી રહ્યો હતો.

અત્યારે હવે આગળ-આગળ દોડી રહેલા કાળિયાની પાછળ-પાછળ દોડતા ચંદર અને ઓમકાર જમણી બાજુની કેડી તરફ વળ્યા, ત્યાં જ તેમને દૂર...દૂર સુધી પથરાયેલી એ સીધી કેડી પર, તેમનાથી પચીસેક પગલાં આગળ ચાડિયો નંદુને ખેંચીને લઈ જતાં દેખાયો.

ચંદર આંચકો પામ્યો, આ...આ તે કેવું ગજબ દૃશ્ય હતું ? ચાડિયો નંદુને ખેંચીને લઈ જઈ રહ્યો     હતો  ? !

ઓમકારે દોડતાં-દોડતાં જ પોતાના હાથમાંની બંદૂકની નાળ ચાડિયા તરફ તાકી, ત્યાં જ  અચાનક જ ચાડિયાએ ચામાચીડિયા જેવી, પણ વિશાળ પાંખો ખોલી અને સુઉઉઉઉ કરતાં નંદુને લઈને આકાશ તરફ ઊડયો.....

ઓમકાર ચાડિયાનું નિશાન લઈને બંદૂકનો ઘોડો દબાવવા ગયો, પણ એ ચાડિયો ગજબનાક ઝડપે ઊડતો પલકવારમાં જ આકાશમાં અદ્રશ્ય થઈ ગયો !

ચંદર થર-થર કાંપતો આકાશ તરફ જોઈ રહ્યો. 'આ..આ...' તે આગળ બોલી શકયો નહિ. તેનો શ્વાસ ધમણની જેમ ચાલી રહ્યો હતો. તે ઊભો રહી શકયો નહિ, તે ઘુંટણિયે બેસી પડયો ને ડઘાયેલા ચહેરે આકાશ તરફ તાકી રહ્યો.

તો  ઓમકારનો જીવ નીકળી ગયો હોય, એ પથ્થરનુ પૂતળું બની ગયો હોય એમ એ ઊભો હતો ! એની આંખો આકાશ તરફ તકાયેલી   હતી !

તો કાળિયો પણ આકાશ તરફ જોઈ રહ્યો હતો, ચામાચીડિયા જેવા ચાડિયા સાથે આકાશમાં આલોપ થઈ ગયેલા નંદુને જાણે આંખોથી શોધી રહ્યો હતો !

(ક્રમશઃ)

એચ. એન. ગોલીબાર

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

ફોટો સમાચાર

રાશી પરથી ફળ

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના કાર્યમાં ઉપરી, સહકાર્યકર, નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે. પરદેશના કામ થવા પામે. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૭

Capricorn (મકર: ખ-જ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા જણાય. અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે. શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૪-૯

Aquarius (કુંભ: ગ-શ-સ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની સંયમતા રાખવી. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૬

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના કામમાં હરિફ, ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. વાહન ચલાવવામાં ઉતાવળ કરવી નહીં. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૬

Aries (મેષ: અ-લ-ઈ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના કાર્યની સાથે રાજકીય-સરકારી કામકાજ થઈ શકે. આપના અન્યનો સાથ-સહકાર મળી રહે. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૮

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કેર. તબિયતની અસ્વસ્થતા જણાય. વાહનથી સંભાળવું. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯

Gemini (મિથુન: ક-છ-ધ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : નોકરી-ધંધાના કામ અર્થે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામની મિલન-મુલાકાત થઈ શકે. શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૫-૭

Cancer (કર્ક: ડ-હ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના કામકાજની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી, મિત્રવર્ગના કામની વ્યસ્તતા જણાય. શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૬

Leo (સિંહ: મ-ટ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : સીઝનલ ધંધામાં આપને આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. સંતાનના પ્રશ્ને પરેશાની ઓછી થાય. શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૧-૩

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : રાજકીય-સરકારી કામમાં, કોર્ટ-કચેરીના કામમાં, ખાતાકીય કામમાં, આપને રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૬

Libra (તુલા: ર-ત)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના અગત્યના કામનો ઉકેલ આવવવાથી આનંદ રહે. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૭

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તા. ૨૦-૦૫-ર૦૨૫, મંગળવાર અને વૈશાખ વદ-૮ : આપના કાર્યની સાથે પારિવારિક, સામાજિક, વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું થાય. કામનો ઉકેલ આવે. શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૩-૮

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે આકસ્મિક લાભ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને કોઈ આકસ્મિક આર્થિક લાભ થઈ શકે છે. લાંબા સમયનું રોકાણ આ સમયમાં શક્ય બને. અધૂરા રહેલા પારિવારિક કાર્યાે પૂરા કરી શકશો. સ્વજનો સાથે સમય મજાનો પસાર થાય. વાદ-વિવાદ, મતભેદ હશે તો દૂર કરી શકશો. સ્વાસ્થ્ય બાબતે તબીયત નરમ-ગરમ રહેવા પામે. સામાજિક, જાહેર જીવન ક્ષેત્રે સંકળાયેલા જાતકોએ ખાસ સંભાળવું. યાત્રા-પ્રવાસનું આયોજન થાય. તા.૧૯થી રર મિશ્ર, તા.૨૩થી રપ લાભદાયી.

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે પરિશ્રમ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપે ભાગ્ય કરતા પુરૂષાર્થ ઉપર વધારે ધ્યાન આપવું. આપ જેટલી મહેનત કરશો તેટલું ફળ આપને મળશે. દાંપત્યજીવનમાં એકરસતા અને મધુરતા જળવાઈ રહે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. સ્વાસ્થ્ય બાબતે દોડધામ કરવી પડે. નાણાકીય સ્થિતિ એકંદરે સારી રહે. આવકના સ્ત્રોત અવિરત ચાલુ રહે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે મતભેદ-વિવાદ થઈ શકે છે. તા.૧૯થી રર કાર્યશીલ, તા.ર૩થી ર સુખમય.

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે વ્યસ્તતાભર્યું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન જાહેરજીવન, સામાજિક ક્ષેત્રે આપ સક્રિય બનતા જણાવ. નાણાકીય સ્થિતિ સમતોલ રહેવા પામે. મોજ-શોખ, સુખ-સગવડના સાધનો પાછળ વ્યર્થ ખર્ચ કરવા આકર્ષાઈ શકો છો. દાંપત્યજીવનમાં કલેશ-કલહનું વાતાવરણ ન સર્જાય તેની તકેદારી રાખવી આવશ્યક જણાય છે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. વ્યાપાર-ધંધામાં આપે કરેલી મહેનતનું યોગ્ય વળતર મેળવી શકશો. મિત્રોનો સહકાર મળે. તા.૧૯થી રર મિલન-મુલાકાત, તા.ર૩થી રપ વ્યસ્તતા.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે ઉત્સાહવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપનામાં નવો ઉમંગ અને ઉત્સાહ જોવા મળે. ધાર્યા કામ પૂરા કરવા માટે આપ તનતોડ મહેનત અને પરિશ્રમ કરશો તેમજ તેનું શુભ પરિણામ પણ પ્રાપ્ત કરી શકશો. વ્યાવસાયિક ક્ષેત્રે આકસ્મિક લાભ થવાની પૂર્ણ શક્યતા દેખાય છે. આરોગ્ય અંગે ખાનપાનમાં તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી કાર્યની પ્રશંસા સાંભળવા મળે. મિત્રોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. તા.૧૯થી રર મધ્યમ, તા.ર૩થી રપ શુભ ફળદાયી.

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે સમસ્યાઓનું નિરાકરણ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આવનારો સમય આપના માટે શુભ પરિણામ લાવી શકે છે. વ્યાપાર-ધંધામાં મંદીના વાદળો વિખેરાતા જણાય. પરિશ્રમ તથા ભાગ્યનો સાથ મળતા આર્થિક પ્રગતિ શક્ય બને. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી માટે સમય શ્રેષ્ઠ ગણી શકાય. સ્વાસ્થ્ય એકંદરે સારૃં રહેવા પામે. યાત્રા, પ્રયાસ વિલંબમાં પડતા જણાય. દાંપત્યજીવનમાં મધુરતા જળવાઈ રહે. શારીરિક, માનસિક થાક અનુભવાય. તા.૧૯થી રર શુભ, તા.ર૩થી રપ મિશ્ર.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે શાંતિપૂર્વક વ્યવહાર કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની માનસિક સ્થિતિ તંગ બનતી જણાય. ધાર્યાે લાભ અટકતા બેચેનીનો અનુભવ થાય. મહત્ત્વના કાર્યાેમાં નિર્ણય લેતા પહેલા કોઈની સલાહ લેવી હિતાવહ રહેશે. સ્વાસ્થ્ય સુખાકારી ઉત્તમ રહેવા પામે. જાહેર જીવન સાથે સંકળાયેલા જાતકોને માન-સન્માનમાં વધારો થાય, માલ-મિલકત, જમીન-મકાનના ખરીદ-વેચાણમાં સાવધાની રાખવી. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળે. તા.૧૯થી રર આરોગ્ય સુધરે, તા.૨૩થી રપ સાનુકૂળ.

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે ભાગ્યબળ વધારવાનું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન પુરૂષાર્થ કરતા પ્રારંભનું ફળ વધારે મેળવી શકશો. ધંધા, વેપાર ક્ષેત્રે અણધારી તેજી જોવા મળે. નાણાના સ્ત્રોત ખૂલતા જણાય. તબીયત અંગે કફ સંબંધિત રોગોનું ભોગ બનવું પડી શકે છે. જાહેર જીવન ક્ષેત્રના સમારંભોમાં વ્યસ્તતાનો અનુભવ થાય. કોર્ટ-કચેરીની બાબતોમાં સમય સાનુકૂળ બની રહે. જીવનસાથી સાથે નાની નાની બાબતોમાં તકરાર થઈ શકે છે, ક્ષમા કરવાની ભાવના કેળવશો તો ફાયદામાં રહેશો. તા.૧૯થી રર વિવાદ ટાળવા, તા.ર૩થી રપ સારી.

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે માનસિક શાંતિ પરત લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહ સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ આનંદિત અને પ્રફુલ્લિત રહે. આવનારો સમય મોજ-શોખ, ભોગ-વિલાસ પાછળ વ્યતિત કરશો. વધારે પડતા ખર્ચને કારણે નાણાભીડનો અનુભવ થાય. આકસ્મિક ધનલાભ થકી સ્થિતિને પહોંચી વળવા સક્ષમ બનશો. પારિવારિક ક્ષેત્રે વડીલવર્ગ સાથે બોલાચાલી, ઘર્ષણ ટાળવું. કોર્ટ-કચેરી જેવા પ્રશ્નોમાં સમાધાનકારી વલણ અપનાવવું. તા.૧૯થી રર ખર્ચ-ખરીદી, તા.ર૩થી રપ સુખદ.

Leo (સિંહ: મ-ટ)

આપના માટે કાર્યક્ષેત્રે મહત્ત્વનું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ કોઈ નવું સાહસ કે નવી યોજના અમલમાં આવતી જણાય. વ્યાપાર વ્યવસાય ક્ષેત્રે રૂકાવટ કે વિઘ્નો હશે તો દૂર થઈ શકે અને સફળતા મેળવી શકશો. કાર્યપૂર્તિની સાથે સાથે આર્થિક મુંઝવણ પણ હળવી બનશે. સ્વાસ્થ્ય લથડતું જણાય. ઘર-પરિવારમાં શાંતિ તથા સુલેહભર્યું વાતાવરણ અનુભવી શકશો. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે બોલાચાલી ટાળવા. યાત્રા, પ્રવાસ કંટાળાજનક પુરવાર થાય. તા.૧૯થી રર સફળતાદાયક, તા.ર૩થી રપ સ્વાસ્થ્ય સાચવવું.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના અંગત સંબંધો વણસતા જણાય. નાની-નાની વાતમાં વાદ-વિવાદ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. ધીરજ અને સંયમથી વર્તશો તો મહદઅંશે ફાયદામાં રહેશો. નાણાકીય દૃષ્ટિએ સપ્તાહ સારૂ રહે. અપેક્ષા અનુસાર કામ મેળવી શકશો. આરોગ્ય સુખાકારી સારી રહે. વિદ્યાર્થીઓ માટે સમય, આત્મમંથન કરાવવાવાળો બની રહે. શુભ સમયસર સાંભળવા મળે. તા.૧૯થી રર વિવાદ ટાળવા, તા.ર૩થી રપ લાભદાયી.

Libra (તુલા: ર-ત)

તમારા માટે આર્થિક સ્થિતિ સુધારનારૃં સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આવકના નવા સ્ત્રોતો ખુલતા જણાય. આકસ્મિક ધનલાભની પ્રબળ શક્યતા જણાય છે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેતું જણાય. આહાર-વિહારમાં સાવધાની રાખવી જરૂરી જણાય છે. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થશે. સામાજિક-જાહેર જીવન ક્ષેત્રે શત્રુ-વિરોધીઓ હાવિ થતાં જણાય. નોકરિયાત વર્ગને બઢતી-બદલીની ઈચ્છા ફળીભૂત થઈ શકે. વ્યાપાર-ધંધામાં વિકાસ-તેજી જોવા મળે. કૌટુંબિક પ્રશ્નો ઉકેલાતા રાહત રહે. તા.૧૯થી રર ધનલાભ, તા.૨૩થી રપ સંભાળવું.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે તડકા-છાયા જેવી સ્થિતિ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને પરિસ્થિતિમાં ઉતાર-ચઢાવનો અનુભવ થાય. વ્યવસાયિક ક્ષેત્રે સારો એવો લાભ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ નવો ઓર્ડર ટેન્ડર મળી શકે તેમ જણાય છે. ધાર્યાે લાભ મેળવવાની આશા ફળીભૂત થતી જણાય. કૌટુંબિક ક્ષેત્રે ક્લેશ-કલહભર્યું વાતાવરણ રહે. આરોગ્ય બાબતે પડવા-વાગવા અંગે તકેદારી રાખવી. સામાજિક ક્ષેત્રે કોઈ શુભ કાર્યમાં સહભાગી થઈ શકો છો. તા.૧૯થી રર લાભદાયી, તા.૨૩થી રપ વિવાદ.

Opinion Poll

ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ 'કપ્તાન' કોણ..?




કાર્ટૂન


Fatal error: Uncaught Error: Call to undefined function mysql_query() in /home/nobatskynetin/public_html/includes/right_panel.php:87 Stack trace: #0 /home/nobatskynetin/public_html/news_list.php(715): include() #1 {main} thrown in /home/nobatskynetin/public_html/includes/right_panel.php on line 87