Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેર ભાજપ પ્રમુખ દ્વારા સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તંત્રને કડક સૂચનાઃ
ખંભાળીયા તા. ૧: ખંભાળીયા શહેરમાં હાલ ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ ના થયું હોય, ગમે તે જગ્યાએ લોકોએ પોતાની ગટરો ઘરની ખાળ જોઈન્ટ કરી દેતા પાણીનો નિકાલ ન થતા ગમે ત્યાંથી ગટરો ભરાતા, ગંદુ પાણી રોડ પર વહેતું થતાં કેટલાક વિસ્તારોમાં ભારે પરેશાની થતી હોય, તેમાં શહેરના મેઈન ગણાતા પોર ગેઈટ, પોલીસ સ્ટેશન રોડ, જોધપુર ગેઈટ, નગર ગેઈટ રોડ જેવા વિસ્તારોમાં આવી ગટરો ઉભરાતા ગંદા પાણીથી રસ્તા છલકાઈ જતાં ગંંદા પાણી રોડ પર વહેતા થતાં ભારે તકલીફ થાય તથા લોકોને ગંદા પાણીમાંથી ચાલવાની ફરજ પડતી હોય, તેવી સ્થિતિમાં બહાર ગામથી શહેરમાં પ્રવેશવાના મેઈન રસ્તા પર ખંભાળીયામાં રેલવે સ્ટેશન રોડ પર પણ આવા ભૂગર્ભ ગટરના ઢાંકણામાંથી ગટરો ઉભરાતા ૧૦૦-૨૦૦ મીટરના રસ્તા પર ઝરણા વહેતા હોય તેમ ગંદા પાણીથી ભરપૂર ગટરો ઉભરાતા લોકો પરેશાન થઈ ગયા છે.
રેલવે સ્ટેશન રોડ પર ગટરો છલકાતાં ભારે ગંદા પાણી શહેરમાં પ્રવેશ વાળા સ્થળે ભરાતા પાલિકા ચીફ ઓફિસરને ખંભાળીયા શહેર ભાજપ પ્રમુખ મીલનભાઈ કિરતસાતાએ જણાવતા તેમણે આ બાબતે તુરંત કામગીરી હાથ ધરાવી હતી.
રેલવે સ્ટેશન, જેમાં શહેરના મેઈન વિસ્તાર કે જ્યાં જામનગર દ્વારકા જવા લોકોના વાહનો, સરકારી વાહનો નીકળે છે તેવા સ્થળે આવું વારંવાર ન થાય તે માટે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા પાલિકા ચીફ ઓફિસરને શહેર ભાજપ પ્રમુખ દ્વારા તાકીદની સૂચના પણ આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial