Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એનડીઆરએફ-એસડીઆરએફ સહિત ૨૮થી વધુ ટીમો તૈનાતઃ વીજ કરંટથી યુવાનનુ મૃત્યુ
ચેન્નાઈ તા. ૧: ચક્રવાત દિતવાહથી તમિલનાડુમાં ૩નાં મોત થયા છે. જયારે ૧૪૯ પશુઓના જીવ ગયા છે. ૨૩૪ કાચા મકાનો તૂટયા છે. જયારે ૫૭,૦૦૦ હેકટર ખેતીની જમીન ડૂબી ગઈ છે.
સાયક્લોન દિતવાહના કારણે વરસાદ સંબંધિત ઘટનાઓમાં તમિલનાડુમાં ત્રણ લોકોના મોત થયા છે. તુતીકોરિન અને તંજાવુરમાં દીવાલ પડવાથી બે લોકોના મોત થયા, જ્યારે મયિલાદુથુરાઈમાં વીજ કરંટ લાગવાથી એક ૨૦ વર્ષના છોકરાનો જીવ ગયો.
રાજ્યના મંત્રી કે. રામચંદ્રને જણાવ્યું કે દરિયાકાંઠાના વિસ્તારોમાં ૨૩૪ ઝૂંપડીઓ/કાચા ઘરોને નુકસાન થયું છે. આ ઉપરાંત ૧૪૯ પશુઓના પણ મોત થયા છે. ખેતીલાયક લગભગ ૫૭,૦૦૦ હેક્ટર જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.
શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાત દિતવાહ રવિવારે તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠે ટકરાશે. હવામાન વિભાગે કુડ્ડાલુર, નાગપટ્ટિનમ, મયિલાદુથુરાઈ, વિલ્લુપુરમ, ચેંગલપટ્ટુ સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવનો સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
તમિલનાડુના દરિયાકાંઠાના જિલ્લાઓમાં રાહત અને બચાવ માટે દ્ગડ્ઢઇહ્લ અને જીડ્ઢઇહ્લ સહિત ૨૮ થી વધુ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર અને ગુજરાતના દ્ગડ્ઢઇહ્લ બેઝ પરથી ૧૦ ટીમો ચેન્નઈ પહોંચી છે.
ચક્રવાત દિતવાહે શ્રીલંકામાં ભારે વિનાશ વેર્યા પછી હવે તમિલનાડુમાં ભારે તારાજી ફેલાવી છે. જોકે, ચક્રવાત રવિવારે સવારે તમિલનાડુમાં લેન્ડફોલ થવાનું હતું, પરંતુ તેની ગતિ ધીમી પડતાં અને તમિલનાડુમાં દરિયાકાંઠાના સમાંતર ઉત્તર તરફ આગળ વધતાં રવિવારે મોડી રાત સુધી તે લેન્ડફોલ થયું નહોતું.
જોકે, દિતવાહ ચક્રવાતની અસરના કારણે દરિયો તોફાની બન્યો હતો અને તિવ્ર ગતિએ ફૂંકાતા પવનના પગલે ઊંચી-ઊંચી લહેરો ઊઠી હતી. હવામાન વિભાગે કહૃાું કે, ચક્રવાત ઉત્તર તમિલનાડુ-પુડુચેરીના દરિયાકાંઠાથી ૮૦ કિ.મી. દૂર દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં કેન્દ્રીત થયું છે તથા ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈને નબળું થયું છે. ચક્રવાત પ્રતિ કલાક પાંચ કિ.મી.ની ગતિએ આગળ વધી રહૃાું છે. જોકે, ચક્રવાતને પગલે તકેદારી માટે ૫૦થી વધુ ફ્લાઈટ કેન્સલ કરાઈ છે તથા અનેક ટ્રેનોને અન્યત્ર ડાયવર્ટ કરાઈ છે. પ્રવાસીઓ અને માછીમારો સહિત લોકોને સમુદ્રથી દૂર રહેવા ચેતવણી અપાઈ છે.
દિતવાહ ચક્રવાત તમિલનાડુ નજીક નબળું પડતાં મોટી જાનહાનિ ટળી હતી. જોકે, ચક્રવાતના કારણે તમિલનાડુ અને પુડુચેરીમાં અતિ ભારે વરસાદ ખાબક્યો છે, જેના પગલે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. કાવેરી ડેલ્ટા જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે રામનાથપુરમ અને નાગપટ્ટિનમ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તમિલનાડુમાં વરસાદ સંબંધિત ઘટનામાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે તેમજ ૧૫૦થી વધુ પશુઓ તણાઈ ગયા છે. ડેલ્ટા વિસ્તારમાં ૫૭,૦૦૦ હેક્ટર ખેતીમાં જમીન ડૂબી ગઈ છે.
ખરાબ હવામાનના કારણે શ્રીલંકાના કોલંબો એરપોર્ટ પર ફસાયેલા ૩૨૦ ભારતીય પ્રવાસીઓને ભારતીય એરફોર્સની ટીમ ભારત લઈ આવી હતી.
શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશને જણાવ્યું કે, ભારતીય એરફોર્સની બે એમસીસી ફ્લાઈટ્સે ૨૪૭ પ્રવાસીઓને થિરુવનંતપુરમ અને ૭૬ પ્રવાસીઓને દિલ્હીના હિન્ડોન એરપોર્ટ પર સલામત રીતે પહોંચાડયા હતા. એરફોર્સના બંને વિમાનો શનિવારે ભારત સરકારના સાગરબંધુ અભિયાન હેઠળ રાહત સામગ્રી લઈને કોલંબો એરપોર્ટ પહોંચ્યા હતા. દિતવાહ ચક્રવાતના કારણે શ્રીલંકામાં મોટાપાયે પૂર, ભૂસ્ખલનની આપત્તીઓ આવી છે તેમજ ખરાબ હવામાનના કારણે અનેક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. વધુમાં શ્રીલંકામાં આ ચક્રવાતની ૩,૦૯,૬૦૭ પરિવારોના ૧૧,૧૮,૯૨૯ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial