Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમયગાળો લંબાવાય તેવી સંભાવના
નવી દિલ્હી તા. ૧: લાઈફ સર્ટિફિકેટ રજૂ નહીં કરી શકનાર કેન્દ્રીય પેન્શનરોનું પેન્શન અટકી શકે છે. જો કે, મુદત વધરાય તેવી સંભાવના છે. સરકારી કર્મચારીઓ માટે એક મોટી ખબર એ છે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ (યુપીએસ)માં રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ ૩૦ નવેમ્બર હતી, જે હવે પુરી થઈ છે. તેથી, કર્મચારીઓ હવે નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ)માંથી યુપીએસ સ્કીમમાં સ્વિચ નહીં કરી શકે.
જે સરકારી કર્ચારીઓ નિવૃત્ત થઈ ગયા છે, તેમને પેન્શન સતત ચાલુ રાખવા માટે લાઈફ સર્ટિફિકેટ (જીવન પ્રમાણપત્ર) જમા કરાવવું જરૂરી છે. તેને જમા કરાવવાની છેલ્લી તારીખ ૩૦ નવેમ્બર નક્કી કરવામાં આવી હતી.
અત્યાર સુધીની માહિતી અનુસાર, તેની ડેડલાઈન લંબાવવામાં આવી નથી. આ સંજોગોમાં, જે પેન્શનરોએ સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું તેમનું પેન્શન અટકી શકે છે. જો કે, એવી આશા રાખવામાં આવી રહી છે કે તેની સમય મર્યાદા લંબાવવામાં આવશે.
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, ૩૦ નવેમ્બર એવા કરદાતાઓ પણ મહત્ત્વપૂર્ણ છે જેમણે ઓકટોબર મહિનામાં કોઈપણ વધુ મૂલ્યના વ્યવહાર પર ટીડીએસ (ટેકસ એટ સોર્સ) કાપ્યો હોય. આ કરદાતાઓએ નીચે આપેલા સેકશનો (ધારાઓ) હેઠળ ટીડીએસનું સ્ટેટમેન્ટ જમા કરાવવું જરૂરી છે. જો સમય મર્યાદા ચૂકી જવાય તો દંડ થઈ શકે છે અથવા આવકવેરા વિભાગ તરફથી નોટિસ પણ જાહેર થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial