Advertisement
Author: નોબત સમાચાર

કેન્દ્ર સરકાર દ્વારા ગુટખા-પાન મસાલાના ઉત્પાદનો પર ઊંચા દરે ટેક્સ લાદવાની તૈયારી

જીએસટીના કર માળખામાં સુધારા કરાયા પછી

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧: ગુટખા-પાન મસાલા નિર્માતાઓ પર સકંજો કસાશે. કેન્દ્ર સરકાર નવા બિલ દ્વારા આરોગ્ય સુરક્ષા સેસ લાગુ કરશે. આ માટે આજે કેન્દ્રિય નાણામંત્રી દ્વારા સંસદમાં બિલ રજૂ થયા પછી તેના પર ચર્ચા થશે.

કેન્દ્ર સરકારે સિગારેટ, પાન-મસાલા, ગુટખા સહિતના તમાકુ ઉત્પાદનો પર લાગુ ઊંચા ટેક્સની વસૂલાત માટે સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી વધારવાની દરખાસ્ત કરી છે. જીએસટીના કર માળખામાં વ્યાપક સુધારાના પગલે કમ્પનસેશન સેસનો અંત આવ્યા પછી સિગારેટ, ગુટખા સહિતના તમાકુ ઉત્પાદનો તથા સ્વાસ્થ્ય માટે હાનિકારક અન્ય ઉત્પાદનો પર વધારાનો સેસ સમાન સ્તરે જળવાઈ રહે તે માટે નાણામંત્રી સીતારમન સોમવારે લોકસભામાં નવો સ્વાસ્થ્ય સેસ અને સિક્યોરિટી સેસ રજૂ કરે તેવી શક્યતા છે.

કેન્દ્ર સરકારે જીએસટી માળખામાં નોંધપાત્ર સુધારો કરતા રર સપ્ટેમબરથી નવા જીએસટી દર લાગુ કર્યા છે, જેમાં માત્ર પાંચ અને ૧૮ ટકાના સ્લેબ છે. જીએસટી માળખામાં સુધારાના પગલે સિગારેટ, ગુટખા, પાન-મસાલા સહિતના તમાકુના ઉત્પાદનો પર લાગુ કમ્પનસેસન સેસ એટલે કે વળતર સેસનો અંત આવી રહ્યો છે. આવા સમયે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમન સોમવારે સેન્ટ્રલ એક્સાઈઝ સુધારા બિલ, ર૦રપ અને સ્વાસ્થ્ય સુરક્ષાથી રાષ્ટ્રીય સુરક્ષા સેસ બિલ, ર૦રપ લોકસભામાં રજૂ કરવા માટે લિસ્ટેડ કરાયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સેન્ટ્રલ એક્સાઈઝ અમેન્ડમેન્ટ બિલ, ર૦રપ સિગારેટ, ગુટખા, પાનમસાલા જેવા તમાકુ ઉત્પાદનો પર અક્સાઈઝ ડ્યુટીની વસૂલાત દ્વારા તમાકુ પર જીએસટી કમ્પનસેસન સેસને બદલી નાખશે. રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર આરોગ્ય પર સુરક્ષા ખર્ચને પહોંચી વળવા માટે સંશાધનોમાં વધારો કરવા આ બિલ રજૂ કરાશે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે સેસના દરોમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરાશે નહીં. હાલમાં જીએસટી હેઠળ તમાકુના ઉત્પાદનો પર જે સેસ લગાવવામાં આવે છે તે સેસ હવે નવી જોગવાઈઓ હેઠળ લાગુ થશે. અહેવાલો મુજબ નવા એક્સાઈઝ બિલ હેઠળ ૭પ મીમીથી વધુ લંબાઈવાળી ફિલ્ટર સિગારેટ પરનો ચાર્જ પ્રતિહજાર સ્ટિક રૂ. ૭૩પથી વધારીને રૂ. ૧૧૦૦૦ કરાયો છે. બીજી બાજુ ૬પ-૭૦ મીમીની નોન-ફિલ્ટર સિગારેટ પરનો ચાર્જ પ્રતિ હજાર રૂ. રપ૦ થી વધારીને રૂ. ૪પ૦૦ કરવાની દરખાસ્ત કરાઈ છે, જે અંદાજે ૧૮ ગણો વધારો દર્શાવે છે. પાઈપ અથવા સિગારેટ માટે ઉપયોગમાં લેવાતા સ્મોકિંગ મિક્સચર પર ડ્યુટી ૬૦ ટકાથી વધારીને ૩રપ ટકા કરાશે.

સરકારનું કહેવું છે કે, વર્ષ ર૦૧૭ માં જીએસટી લાગુ થયાપછી તમાકુ ઉત્પાદનો પર જીએસટી કમ્પનસેસન સેસ લગાવતા ટેક્સનો ભાવ વધે નહીં તે માટે સેન્ટ્રલ એક્સાઈઝ ઓછો કરાયો હતો. હવે આ સેસ ખતમ થવાનો છે. નવા એક્સાઈઝ માળખા મારફત આવક અને ટેક્સનું માળખું સ્થિર રખાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh