Advertisement
Author: નોબત સમાચાર

દરબારગઢ પાસે બાઈકમાં બીયરના પાંચ ટીન લઈને જતાં શખ્સની કરાઈ અટકાયત

સિક્કા તથા પીપળીમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરના દરબારગઢ સર્કલ પાસેથી શનિવારે રાત્રે એક બાઈકમાં જતા શખ્સ પાસેથી બીયરના પાંચ ટીન મળી આવ્યા હતા. સિક્કા તથા પીપળી ગામમાં પોલીસે દરોડા પાડી દેશી દારૂની બે ભઠ્ઠી ઝડપી લીધી હતી.

જામનગરના દરબારગઢ સર્કલ પાસેથી શનિવારે રાત્રે પસાર થતા જીજે-૧૦-ડીએસ ૪૭૪૯ નંબરના સાઈન મોટરસાયકલને પેટ્રોલિંગમાં રહેલા પોલીસ સ્ટાફે શકના આધારે રોકાવી તેના ચાલક રણજીતસાગર રોડ પર મયુર બાગ પાસે પંચવટી સોસાયટીમાં રહેતા દીપેશ કલ્પેશભાઈ જાનીની તલાસી લેતા આ શખ્સ પાસેથી બીયરના પાંચ ટીન મળી આવ્યા હતા. પોલીસે રૂપિયા અડધા લાખનું બાઈક તથા બિયરના ટીન કબજે કરી દિપેશની ધરપકડ કરી છે.

જામનગર નજીકના સિક્કામાં હાઉસીંગ બોર્ડવાળી ગલીમાં ભગીરથસિંહ ઈન્દુભા જાડેજા નામના શખ્સના મકાનમાં ગઈકાલે સાંજે સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડતા દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. સ્થળ પરથી ભઠ્ઠીના સાધનો, આથો, તૈયાર દારૂ કબજે કરવામાં આવ્યો છે.

લાલપુરના પીપળી ગામમાં પુના ખીમસુર ગુજરીયા નામના શખ્સના ઝૂંપડામાંથી પણ દેશી દારૂની ભઠ્ઠી મળી આવી છે. આથો, તૈયાર દારૂ, ભઠ્ઠીના સાધનો કબજે કરાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh