Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પેટ્રોલિંગમાં રહેલી પોલીસની ખાનગી મોટર પાછળ બાઈક ટકરાયું:ૃ
જામનગર તા. ૧: જામનગરના ધુતારપર ગામની સીમમાં ગઈકાલે સવારે રોડ પરના ખાડાઓ ઠેકતા જતા એક ટ્રેક્ટરની ટ્રોલીમાંથી શ્રમિક પરિવારનો બાળક ઉછળી પડ્યો હતો. આ બાળકના માથા પરથી ટ્રોલીનું વ્હીલ ફરી વળતા ખોપરી ફાટી જવાથી આ બાળકનું મૃત્યુ નિપજ્યું છે. ટ્રેક્ટર ચાલક સામે મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી છે. ખોટી ખાવડી પાસે ખાનગી મોટરમાં પેટ્રોલિંગ કરતા પોલીસ સ્ટાફની મોટર પાછળ નશાની હાલતમાં બાઈક ચલાવીને આવતા એક શખ્સે ઘૂસી જઈ અકસ્માત સર્જયો હતો. આ બનાવમાં બાઈકચાલકને ઈજા થઈ છે અને મોટર તથા બાઈકમાં નુકસાન થયું છે.
જામનગર તાલુકાના ધુતારપર ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામના કમલેશભાઈ મનુભાઈ વાઘેલા તથા તેમના પત્ની અને પુત્ર મયુર સહિતના વ્યક્તિઓ ગઈકાલે સવારે ધુતારપર ગામમાં જ આવેલા હરેશભાઈ પટેલ નામના ખેડૂતના ખેતરમાં કપાસ વીણવા જવાનું કામ મળતા ત્યાં જવા માટે જીજે-૧૦-ડીએ ૬૯૧૫ નંબરના હરેશભાઈ પટેલના ટ્રેક્ટરમાં રહેલી ટ્રોલીમાં બેસી રવાના થયા હતા.
આ ટ્રેક્ટર જ્યારે ધુતારપર ગામની સીમમાં પહોંચ્યું ત્યારે તેના ચાલક હરેશભાઈએ બેફિકરાઈથી ડ્રાઈવીંગ કરતા અને રસ્તા પર આવેલા ખાડા ટપાડતા ચકુવાડી તરફના માર્ગ પર ટ્રેક્ટરની ટ્રોલીમાંથી કમલેશભાઈનો પુત્ર મયુર ઉછળીને રોડ પર પછડાયો હતો. ત્યારે જ ટ્રોલીનું ટાયર આ બાળકના માથા પરથી ફરી વળતા મયુરની ખોપરી ફાટી ગઈ હતી. આ બાળકનું મૃત્યુ નિપજ્યું છે. પિતા કમલેશભાઈએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટ્રેક્ટરચાલક હરેશભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.
મેઘપર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા જમાદાર અખ્તરભાઈ હાજીભાઈ નોયડા તથા અન્ય પોલીસકર્મી ગઈકાલે સાંજે આઠેક વાગ્યે જીજે-૧૩-સીડી ૮૬૩૮ નંબરની અખ્તરભાઈની મોટરમાં મોટી ખાવડી ગામ પાસે પેટ્રોલિંગ કરતા હતા ત્યારે પાછળથી જીજે-૩-એચજી ૨૧૪૭ નંબરનું હીરો મોટરસાયકલ પુરપાટ ઝડપે ધસી આવ્યું હતું.
આ બાઈકના ચાલકે પોલીસની મોટર પાછળ ઘૂસી જઈ અકસ્માત સર્જયો હતો. બાઈકમાંથી રાજકોટના ઉપલેટા તાલુકાના ખીજડીયા ગામનો નરેન્દ્રસિંહ ભૂપતસિંહ ચુડાસમા ઉછળીને મોટરના પાછળના કાચમાં ટકરાઈ પડ્યો હતો. આ અકસ્માતમાં મોટરમાં તેમજ બાઈકમાં નુકસાન થયું છે અને નરેન્દ્રસિંહને ઈજા થઈ છે. આ શખ્સ નશાની હાલતમાં હોવાનું જણાઈ આવતા અખ્તરભાઈએ ખુદ ફરિયાદી બની મેઘપર પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial