Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસતંત્રે વિસ્તાર કોર્ડન કર્યોઃ જામ્યુકોની ટીમે જર્જરિત મકાનનો હિસ્સો તોડી પાડ્યો
જામનગર તા. ૧: જામનગરના મોટાપીર ચોક વિસ્તારમાં અડધી રાતે જૂના મકાનની છત ધસી પડતા એક મહિલા સહિત બે ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે એક મહિલા તથા બે બાળકી સહિત ત્રણને ઈજા પહોંચી છે.
જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલા મોટા પીર ચોક વિસ્તારમાં ગત મોડી રાત્રે એક જૂનવાણી અને જર્જરીત મકાનનો છતનો હિસ્સો ધડાકાભેર ધારાશયી થતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં નીચેના ભાગમાં રહેતા એક મહિલા સહિત બે વ્યક્તિઓ કાટમાળમાં દટાયા હતા, જ્યારે ઉપરના માળે રહેતા એક મહિલા અને બે બાળકોના આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી અનુસાર, જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલા મોટા પીર ચોક વિસ્તારમાં મોડી રાતે બનેલી આ ઘટનામાં મકાનનો જર્જરિત ઉપરના માળનો હિસ્સો ધસી પડ્યો હતો. જેમાં નીચેના ભાગમાં રહેતા ૫૮ વર્ષીય રજીયાબેન સાટી અને ૬૦ વર્ષીય હુસેનભાઈ સાટી કાટમાળને કારણે નાની-મોટી ઈજાઓ થતાં દટાયા હતા, રજીયાબેનને કપાળ અને નાકના ભાગે ઈજા થતાં તે લોહીલુહાણ બન્યા હતા. ૧૦૮ની ટીમ દ્વારા તાત્કાલિક બંને ઈજાગ્રસ્તોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં રજીયાબેનની સારવાર ચાલી રહી છે. મકાનના પહેલા માળે રહેતા શકીનાબેન અને તેમની ત્રણ વર્ષની પુત્રી નાઈઝા તેમજ માત્ર ત્રણ મહિનાની બાળકી સહિત કુલ પાંચ વ્યક્તિને સમયસર રેસ્ક્યૂ કરી લેવાયા હોવાથી કોઈ મોટી જાનહાનિ થઈ નથી.
ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર શાખાના સ્ટેશન ઓફિસર ઉમેશ ગામેતી, જયંતિ ડામોર, એપલ વારા સહિતની ટીમે તરત જ રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. કાટમાળ પડવાના કારણે મકાનનો દરવાજો ખૂલી શકે તેમ નહોતો. જેથી ફાયર બ્રિગેડની ટીમે મકાનની બારી કાપીને સૌપ્રથમ ઈજાગ્રસ્ત રજીયાબેન અને હુસેનભાઈને બહાર કાઢ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનો કાટમાળની વચ્ચેથી ઉપરના માળે પહોંચી ગયા અને ત્યાં રહેલી મહિલા શકીનાબેન અને તેમની બંને પુત્રીઓને બારીમાંથી એક પછી એક સલામત રીતે રેસ્કયૂ કરી લીધા હતા. પોલીસતંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આ ઉપરાંત, એસ્ટેટ શાખાની ટીમ દ્વારા જર્જરિત મકાનનો હિસ્સો પણ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial