Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોઈપણ અસરગ્રસ્ત ખેડૂત વંચિત રહી ન જાય તે માટે રાજ્ય સરકારે લીધો નિર્ણયઃ
જામનગર તા. ૧: ખેડૂતોના હિતમાં જાહેર કરાયેલા ઐતિહાસિક રૂ. ૧૦,૦૦૦ કરોડના કૃષિ રાહત પેકેજ હેઠળ અરજી કરવાની સમયમર્યાદા તા. પાંચ ડિસેમ્બર, ર૦રપ સુધી લંબાવાઈ છે. ગુજરાતનો કોઈપણ નુક્સાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે વિચાર-વિમર્શ પણ ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદા ૭ દિવસ વધારવાનો નિર્ણય કરાયો છે. હજુ પણ અરજી કરવાની બાકી હોય તેવા તમામ નુક્સાનગ્રસ્ત ખેડૂતોને આ સાત દિવસમાં અરજી કરવા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ અપીલ કરી છે.
ગુજરાતમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદના પરિણામમે અનેક ખેડૂતોના ઊભા પાકને થયેલા વ્યાપક નુક્સાન સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સંપૂર્ણ સંવેદનાથી ખેડુતોને પડખે ઊભા રહીને રેકોર્ડબ્રેક સમયમાં રૂ. ૧૦,૦૦૦ કરોડનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ ઉદારતમ કૃષિ રાહત પેકેજનો વધુમાં વધુ નુક્સાનગ્રસ્ત ખેડૂતો લાભ મેળવી શકે તે માટે ગત્ તા. ૧૪ નવેમ્બરથી જ ૧પ દિવસ માટે ઓનલાઈન અરજી પોર્ટલ (રંંૅજઃ//ાિૅ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
ગુજરાતનો કોઈપણ નુક્સાનગ્રસ્ત ખેડૂત આ સહાયથી વંચિત ન રહી જાય તે માટે ખુમ્યંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદૃશન હેઠળ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે વિચાર-વિમર્શ કર્યા પછી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની સૂચનાથી કૃષિ વિભાગ દ્વારા પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદા વધુ સાત દિવસ એટલે કે આગામી તા. પાંચ ડિસેમ્બર સુધી લંબાવવાનો સંવેદનશીલ નિર્ણય કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યમાં હજુ પણ જે નુક્સાનગ્રસ્ત ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજી કરવાની બાકી હોય, તેવા તમામ ખેડૂતોને આ સાત દિવસમાં અરજી કરવા અપીલ કરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કૃષિ વિભાગ દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાનું પોર્ટલ ગત્ તા. ૧૪ નવેમ્બરથી કાર્યરત કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial