Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઇ.એમ.એ. જામનગરનાં હોદ્દેદારોની ઘોષણા
જામનગર તા.૧: ઇન્ડીયન મેડીકલ એસોસિએશન અર્થાત આઇ.એમ.એ. એ દેશભરનાં ડોક્ટરોનું સૌથી પ્રતિષ્ઠિત સંગઠન છે. આઇ. એમ. એ. જામનગરનાં નવા હોદ્દેદારોની વરણી નો કાર્યક્રમ ગત શનિવારે હોટલ સયાજી, ગુરૂદ્વારા પાસે જામનગરમાં યોજાયો હતો.
નગરનાં વરિષ્ઠ અને ખ્યાતનામ ડોક્ટરો સર્વશ્રી ડો. વિજય પોપટ, ડો. એ. ડી. રૂપારેલીયા, ડો.કે.એસ. મહેશ્વરી, ડો. અતુલ વેકરીયા,ડો. આર. એસ.વિરાણી તથા ડો. દેવાશું શુક્લની ઉપસ્થિતિમાં નવા હોદ્દેદારોની ઘોષણા કરી તેઓને જવાબદારી સોંપવામાં આવી હતી.
પ્રેસિડેન્ટ પદે ડો. કૃણાલ ડી. મહેતાએ પદભાર ગ્રહણ કર્યો હતો. વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ડો.દિનકર સાવરીયા, ડો.હિતાર્થ રાજા તથા ડો. કેવિન વિરાણીએ જવાબદારી સંભાળી હતી. સેક્રેટરી પદે ડો. શિવમ બદિયાણી તથા જોઇન્ટ સેક્રેટરી પદે ડો. કુલદિપ જોશી અને ડો. પલક ગણાત્રાએ ચાર્જ સંભાળ્યો હતો. ટ્રેઝરર તરીકે ડો. કેતન ગોસાઇ તથા જોઈન્ટ ટ્રેઝરર તરીકે ડો. અભિષેક ગોધાણીએ પદભાર ધારણ કર્યો હતો. નવનિયુક્ત હોદ્દેદારોએ ઉપસ્થિત વરિષ્ઠ તબીબોને પ્રેરણારૂપ ગણાવી દર્દીઓનાં કલ્યાણને સર્વોપરી રાખી તબીબી જગતની સમસ્યાઓને ઉકેલવાનાં સંકલ્પ સાથે જવાબદારીઓ સ્વીકારી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial