Advertisement
Author: નોબત સમાચાર

સારવારમાં થયેલો ખર્ચ વ્યાજ સાથે ચૂકવી આપવા વીમા કંપનીને ફોરમ દ્વારા આદેશ

વ્યાજ તથા અલગથી રકમ પણ ચૂકવવામાં આવશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરના એક આસામીએ પોતાના પત્નીની કરાવવી પડેલી સારવાર પછી વીમા કંપની પાસેથી તેનું વળતર મેળવવા કરેલો ક્લેઈમ રદ્દ થયો હતો. તેથી ગ્રાહક ફોરમમાં બે ફરિયાદ કરાઈ હતી. ફોરમે ફરિયાદ મંજૂર કરી વ્યાજ સાથે કલેઈમ ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે.

જામનગરના સંદી૫ભાઈ કિશોરભાઈ સોલંકીએ કેર હેલ્થ ઈન્સ. કંપની પાસેથી પત્ની તથા બાળકો માટે પોલિસી મેળવી હતી. તે વીમો ચાલુ હતો તે દરમિયાન તેમના પત્ની બીમાર પડતા ઓ૫રેશન સહિતની સારવાર કરાવવી પડી હતી. તેમાં થયેલા  ખર્ચ અંગે વીમા કંપનીને જાણ કરાઈ હતી. તે દરમિયાન કીમોથેરાપી કરાવવી પડતા જુદા જુદા બે ક્લેઈમ કરાયા હતા.

વીમા કંપનીએ તેનું વળતર ન ચૂકવતા ગ્રાહક ફોરમમાં સંદીપભાઈએ બે ફરિયાદ નોંધાવી હતી. ફોરમે બંને ફરિયાદ મંજૂર કરી રૂ.૭૧,૮૯પ નવ ટકા લેખે ચૂકવી આપવા અને ખર્ચ તથા ત્રાસ બદલ રૂ.પ હજાર અલગથી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh