Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન માળખાની જાહેરાત ટૂંક સમયમાં

સંભવતઃ ૪થી ડિસેમ્બર સુધીમાં હોદ્દેદારોના નામ જાહેર થઈ શકે છેઃ

                                                                                                                                                                                                      

જામનગરમાં તા. ૧: ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થયા પછી હજી પણ પ્રદેશના અન્ય હોદ્દેદારોની વરણી જાહેર થઈ નથી.

છેલ્લા એક-દોઢ મહિનાથી અનેક પ્રકારના સરકારી, પણ ધોરણે રેણીબદ્ધ કાર્યક્રમો ધડાધડ થઈ રહ્યા હોવાના કારણે પ્રદેશ ભાજપ સંગઠનની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો હોવાનું જાણવા મળે છે.

આ સંજોગો હવે થોડી ફુરસદ મળે તેવી સ્થિતિ હોવાથી સંભવતઃ ૪ થી ડિસેમ્બર સુધીમાં અર્થાત્ આગામી બે-ત્રણ દિવસમાં જ પ્રદેશ મહામંત્રી જેવા મહત્ત્વની પદ સહિત મંત્રીઓ, ઉપપ્રમુખો વિગેરેના નામ જાહેર થઈ શકે છે. જે માટે આખરી યાદી પણ તૈયાર થઈ જ ગઈ છે અને કમલમ્માં પક્ષના સંબંધિત અગ્રણીઓની મિટિંગની ઔપચારિક્તા સાથે પ્રદેશ સંગઠનના માળખાની જાહેરાત થઈ શકે છે.

જામનગર મહા નગર/શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારોની વરણી માટે પક્ષે નિર્ધારિત કરેલ સેન્સ પ્રક્રિયા પણ ક્યારની પૂર્ણ થઈ ગઈ છે અને તેનો અહેવાલ પ્રદેશને મોકલી આપવામાં આવ્યો છે. હવે પ્રદેશ સંગવઠનની જાહેરાત થયા પછી અઠવાડિયામાં જામનગર શહેર સંગઠનમાં પણ મહામંત્રીઓ સહિતના પદો માટેની વરણી જાહેર કરાશે.

આમ, હજુ જામનગરમાં વિવિધ પદ પ્રાપ્ત કરવા ઈચ્છુકોએ કમસેકમ પંદર દિવસ સુધી રાહ તો જોવી જ પડશે !

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh