Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સત્ર શરૂ થતા પહેલા વડાપ્રધાને મીડિયા સાથે વાતચિતમાં કહ્યુ કે, કેટલાક પક્ષો હાર પચાવી શકતા નથીઃ રાજ્યસભામાં પણ ભારે શોર-બકોર
નવી દિલ્હી તા. ૧: સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થયું. લોકસભા અને રાજ્યસભામાં કાર્યવાહી સવારે ૧૧ વાગ્યે શરૂ થઈ. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો મચાવ્યો, જેમાં ઘણા સાંસદો વેલમાં ધસી ગયા. લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ કાર્યવાહી બપોરે ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરી હતી. બાદમાં કાર્યવાહી શરુ થતા એસઆઈઆર પરત ખેંચવાની માંગણી સાથે વિપક્ષે લોકસભામાં ફરી હોબાળો મચાવ્યો. ત્યારપછી ગૃહને બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું. બીજી તરફ સત્ર શરૂ થાય તે પહેલાં, પીએમ મોદીએ મીડિયા સાથે ૧૦ મિનિટ વાત કરી. તેમણે કહૃાું, હાલની ચૂંટણીમાં હાર બાદ, વિપક્ષે હારની નિરાશામાંથી બહાર નીકળીને ગૃહમાં મજબૂત મુદ્દાઓ ઉઠાવે.
સંસદમાં શિયાળા સત્રની આજથી શરૂઆત થઈ રહી છે. જે લગભગ ૧૯ દિવસનો રહેશે પરંતુ તેમાં ૧૫ જ બેઠકો થશે જેના કારણે આ સત્ર સૌથી ટૂંકું હોવાનો ઈતિહાસ બનાવશે. વિપક્ષી દળો આ વખતે સંસદ સત્રમાં એસઆઈઆર, આંતરિક સુરક્ષા અને લેબર કોડ અંગે ચર્ચાની માગ કરી રહૃાા છે. ત્યારે બીજી બાજુ સરકાર ઈચ્છે છે કે વંદે માતરમ અંગે ચર્ચા થાય.
શિયાળુ સત્ર શરૂ થતાં પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહૃાું કે ભારતે સાબિત કર્યું છે કે લોકશાહી કાર્ય કરી શકે છે. આ સત્ર વિકસિત ભારતના લક્ષ્યમાં વધુ ઊર્જા ભરવાની તક છે. આ સાથે પીએમ મોદીએ વિપક્ષને હારની નિરાશાને દૂર કરવા અને મજબૂત મુદ્દાઓ ઉઠાવવા વિનંતી કરી. તેમણે કહૃાું કે આ સત્ર હારની નિરાશા કે વિજયના ઘમંડનું મેદાન ન બનવું જોઈએ. નવી પેઢીના સભ્યોએ અનુભવનો લાભ લેવો જોઈએ. અહીં નાટક નહીં, પરંતુ ડિલિવરી હોવી જોઈએ. રાષ્ટ્રીય નીતિ પર ચર્ચા થવી જોઈએ.
વડાપ્રધાન મોદીએ કહૃાું કે રાષ્ટ્રનીતિ માટે સકારાત્મકતા જરૂરી છે. ગૃહ હોબાળા માટે નથી. સૂત્રોચ્ચાર માટે આખો દેશ ખાલી છે. ગૃહમાં નકારાત્મકતા ન હોવી જોઈએ. હું વિપક્ષને સુચન કરવા તૈયાર છું કે પરફોર્મ કેવી રીતે કરી શકાય. હારની હતાશામાંથી બહાર આવો. વિપક્ષ તેની વ્યૂહરચના બદલે. પોતાની ફરજ નિભાવે. દેશની આર્થિક સ્થિતિ મજબૂત થઇ રહી છે.
લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન, વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો. વિપક્ષના સભ્યો પ્લેકાર્ડ સાથે વેલમાં ધસી ગયા. સ્પીકર ઓમ બિરલાએ હોબાળા પર નારાજગી વ્યક્ત કરતા કહૃાું, *આ રીતે ગૃહને વિક્ષેપિત કરવું યોગ્ય નથી. તમારા માટે પ્લેકાર્ડ સાથે આવવું યોગ્ય નથી. આ સંદેશ સમગ્ર વિશ્વને મોકલવો જોઈએ કે ભારતની સંસદ સક્રિય રીતે કામ કરે છે અને બધા સાંસદો ભાગ લે છે.* સ્પીકરે હોબાળો મચાવનારા સભ્યોને તેમની બેઠકો પર પાછા ફરવા અપીલ કરતા કહૃાું કે આ પ્રકારનો વિક્ષેપ યોગ્ય નથી. સ્પીકરની અપીલની સભ્યો પર કોઈ અસર થઈ નહીં, અને ગૃહને બપોરે ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરવું પડ્યું. બપોરે બાર વાગ્યે ફરી કાર્યવાહી શરૂ થઈ પરંતુ હોબાળો યથાવત રહેતા બપોરે બે વાગ્યા સુધી ગૃહ સ્થગિત કરાયુ છે.
લોકસભામાં હોબાળા વચ્ચે મણિપુર જીએસટી (બીજો સુધારો) બિલ ૨૦૨૫, અને સેન્ટ્રલ એક્સાઇઝ (સુધારો) બિલ રજૂ કરવામાં આવ્યા હતા. નાણામંત્રી નિર્મલા સીતારમણે હોબાળા વચ્ચે આ બિલો લોકસભામાં રજૂ કર્યા હતા. નાણામંત્રીએ આરોગ્ય સુરક્ષા તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સેસ બિલ પણ રજૂ કર્યું છે.
બીજી તરફ રાજ્યસભામાં જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ અને ગૃહના વિપક્ષના નેતા મલ્લિકાઅર્જુન ખડગેએ તેમના સંબોધનમાં કહૃાું કે હું સભાપતિને અપીલ કરું છું કે તેઓ સંતુલના જાળવવાનો પ્રયાસ કરે અને સત્તા તથા વિપક્ષ બંને તરફ ધ્યાન આપે. ખડગેના આ નિવેદન પર ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો. આ મામલે કિરેન રિજિજુએ ખડગે પર ભૂતકાળના સભાપતિઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.
એસઆઈઆર મુદ્દે ધારદાર સવાલો કરતાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કેન્દ્રની મોદી સરકાર અને ચૂંટણી પંચને ઘેર્યા હતા. તેમણે સવાલ કર્યો કે આખરે કેમ એસઆઈઆર કરવામાં આટલી ઉતાવળ કરવામાં આવી રહી છે. બીએલઓ પર દબાણ વધારવામાં આવી રહૃાું છે જેના કારણે અનેક આત્મહત્યા કરવા મજબૂર બની રહ્યા છે. રાજ્યસભામાં પીએમ મોદીએ સભાપતિ અને ઉપ રાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનનું સ્વાગત કર્યું હતું. અને સાંસદોએ પણ તેઓને આવકાર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial