Advertisement
Author: નોબત સમાચાર

ભાગીને લગ્ન કર્યા પછી પત્ની રિસામણે ચાલી જતા યુવકે સસરાના ગામમાં જઈ કરી લીધી આત્મહત્યા

જામજોધપુર શહેરના ભાજપના મંત્રીનું વિષપાનઃ મૃત્યુ નિપજતા ચકચારઃ

                                                                                                                                                                                                      

  જામનગર તા. ૧: જામજોધપુરમાં વસવાટ કરતા અને શહેર ભાજપમાં મંત્રી તરીકે સેવા આપવા ઉપરાંત માર્કેટીંગ યાર્ડમાં દુકાન ચલાવતા એક પ્રૌઢે અકળ કારણથી ઝેરી દવા પી લઈ જિંદગીનો અંત આણ્યો છે. જ્યારે એક યુવતી સાથે ભાગીને લગ્ન કર્યા પછી આ યુવતી કંકાસના કારણે માવતરે ચાલી જતાં મૂળ દાહોદના શ્રમિક યુવાને સસરા જ્યાં મજૂરીકામ કરે છે તે ખેતરમાં જઈ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે બંને બનાવની તપાસ શરૂ કરી છે.

જામજોધપુર શહેરના ખરાવાડમાં આવેલા પંચવટીનગરમાં રહેતા પરેશભાઈ મગનભાઈ બકોરી નામના બાવન વર્ષના પ્રૌઢે શુક્રવારે સાંજે ચાર વાગ્યાથી શનિવારની બપોર સુધીમાં કોઈ અકળ કારણથી મરી જવાનો નિર્ણય કરી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ પ્રૌઢનું મૃત્યુ નીપજ્યું છે. પ્રફુલાબેન દીપકભાઈ કનેરીયાએ પોલીસને જાણ કરી છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. પરેશભાઈ જામજોધપુર શહેરમાં ભાજપના મંત્રી તરીકે સેવા આપતા હતા અને માર્કેટીંગ યાર્ડમાં વ્યાપાર કરતા હતા. તેઓએ ક્યા કારણથી આત્મહત્યા વ્હોરી? તે હજુ જાણવા મળ્યું નથી.

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પાવ ગામના રહેવાસી ગુલાબભાઈ વરસંગભાઈ પરમાર નામના ૨૬ વર્ષના આદિવાસી યુવાન હાલમાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ઓટારા ગામની સીમમાં આવેલા વલ્લભભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ કરે છે. તેઓએ થોડા વખત પહેલા ધ્રોલ તાલુકાના નથુવડલા ગામની સીમમાં રહેતા ઉદેસિંહ સુનકાભાઈ બામણીયાની પુત્રી કાજલબેન સાથે ભાગીને લગ્ન કર્યા હતા.

થોડા વખત પછી ગુલાબભાઈ અને કાજલબેન વચ્ચે વિખવાદ થતા ચારેક મહિના પહેલા કાજલબેન ગુલાબભાઈને મૂકીને પોતાના માવતરે રિસામણે નથુવડલા ગામમાં આવી ગયા હતા. ત્યારપછી ગઈકાલે પત્નીને મનાવવા માટે ગુલાબભાઈ નથુવડલા ગામ આવ્યા હતા પરંતુ સમાધાન ન થઈ શકતા આ યુવાને પોતાના સસરા જે ખેતરમાં કામ કરે છે તે ખેતર સ્થિત ચીકુના ઝાડમાં ચુંદડી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું છે. તેના પિતા વરસંગભાઈ માનસિંગભાઈ પરમારે પોલીસમાં જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh