Advertisement
Author: નોબત સમાચાર

નગરના યુવાને ઓટીપી આપતાં જ બેંકમાંથી ઉપડી ગયા રૂ.અઢી લાખઃ પોલીસમાં ફરિયાદ

વારાફરતી બે ટ્રાન્ઝેક્શન કરી લેવામાં આવ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરના એક યુવાનને ફ્લીપ કાર્ટમાંથી બોલતા હોવાનું કહી એક શખ્સે ઓટીપી મંગાવ્યા પછી આ યુવાનના બેંક ખાતામાંથી રૂ.અઢી લાખ બે ટ્રાન્ઝેક્શનમાં ઉપડી ગયા હતા. આ યુવાને છેતરપિંડી કરવા અંગે અજાણ્યા શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મેઘપર ગામની સામે લાઈફ કેર નામની લેબોરેટરી ચલાવતા અને જામનગરમાં યાદવનગર પાસે વિશાલ પાર્કમાં રહેતા મૂળ કલ્યાણપુર તાલુકાના પીંડારા ગામના સંજયભાઈ ભીખાભાઈ લગારીયા નામના યુવાન ગયા ઓક્ટોબર મહિનાની ૧૨ તારીખે બપોરે પોતાની લેબોરેટરીમાં હાજર હતા. ત્યારે તેઓના મોબાઇલ પર એક અજાણ્યા વ્યક્તિનો કોલ આવ્યો હતો.

આ કોલમાં તે વ્યક્તિએ પોતે ફ્લીપ કાર્ટમાંથી બોલે છે અને તમે મંગાવેલી વસ્તુની ડિલિવરી કરવાની છે તે માટે ઓટીપી આપો તેમ કહેતા સંજયભાઈએ પોતાના મોબાઈલમાં આવેલો ઓટીપી મેસેજથી આ શખ્સને મોકલાવી આપતા થોડી જ વારમાં સંજયભાઈના ખાનગી બેંકના એકાઉન્ટમાં બે ટ્રાન્ઝેક્શન થયા હતા જેમાં કુલ રૂપિયા ર,૫૦,૦૦૦૨ની રકમ ઉપડી ગઈ હતી. ચોંકી ગયેલા સંજયભાઈએ તે નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નંબર લાગી શક્યો ન હતો આ પછી સંજયભાઈએ શનિવારે મેઘપર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે  છેતરપિંડી કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh